Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરની સામાજિક કાર્યકર્તા બહેનોને અસ્થીર મગજની મહિલા મળી આવતા પોલિસને જાણ કરાઈ

પંકજ પંડિત

પોલિસ દ્વારા અસ્થીર મગજની મહિલાને દાહોદ મોકલવા તજવીજ હાથ ધરીઝાલોદ આઈ.ટી.આઈ કોલેજ ખાતે એક કાચા ઝૂંપડામાં અસ્થીર મગજની મહિલા છે તેની માહિતી ઝાલોદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ સિસોદિયાને મળેલ હતી. આ માહિતી ઝાલોદ પોલિસને મળતા ઝાલોદ નગરની સેવાભાવી બહેનોનો સંપર્ક કરેલ હતો. સેવાભાવિ બહેનો જીગીષા પંચાલ, પીનલ પંચાલ, નીમીષા પંચાલ તાત્કાલિક પોલીસ સાથે આઈ.ટી.આઈ મુકામે પહોંચી ગયેલ હતો. પોલિસના સહકારથી સેવાભાવી બહેનોએ આ અસ્થીર મગજની બહેનને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે તપાસ અર્થે લાવવામાં આવેલ હતા. હોસ્પિટલમાં તમામ રિપોર્ટ નોર્મલ આવેલ હતા ત્યારબાદ આ અસ્થીર મગજની મહિલાને નવડાવી, વાળ કપાવી , નવા કપડા પહેરાવવામાં આવેલ હતા. પોલિસ દ્વારા આ મહિલાને પોલિસ સ્ટેશન લઈ જઈ તેની જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.પોલિસ દ્વારા આ મહિલાને બાયડ ખાતે આવેલ જય અંબે વૂમન સોસાયટી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવેલ હતી.

Share

Related posts

ફતેપુરા મામલતદાર કચેરી દ્વારા ઘરેલુ ગેસ વપરાશનું બોટલ નો ઉપયોગ કોમર્શિયલમાં ઉપયોગ થતા ઝડપી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે

gujaratjanekta

ઝાલોદ ઘટક ૧માં આંગણવાડી પ્રવેશોત્સવની પૂર્વ તૈયારી માટે Cdpo શ્રી , મુખ્યસેવિકા બહેનો અને સ્ટાફ દ્વારા આંગણવાડી કાર્યકરબેનોની મિટિંગ લેવામાં આવી.

gujaratjanekta

ઝાલોદ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા વિશ્વ એકતા અને વિશ્વાસની થિમ સાથે રક્ષાબંધન સ્નેહમિલન યોજવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial