Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ કસ્બા વિસ્તારમાં આવેલ બંધ મકાનમાં ચોરી : અંદાજીત 15 તોલા સોનું ચોરાયું

પંકજ પંડિત

ઝાલોદ નગરમાં 03-12-2024 ની રાત્રી દરમ્યાન અજાણ્યા ચોર દ્વારા તળાવ વિસ્તારના કસ્બા ફળિયાના રહેણાંક વિસ્તારમાં આવેલ અબ્દુલ સાજિદ અબ્દુલ મુનાફ કાનુંગના મકાનમાં ચોરી થયાની ઘટના બનેલ છે. અબ્દુલ મુનાફ કામકાજ માટે વલસાડ રહે છે અને મહિનામાં અંદાજીત બે થી ત્રણ દિવસ ઝાલોદ આવતા હોય છે.
તારીખ 04-12-2024 ના રોજ બપોરે આસરે 12 વાગ્યાના સમય દરમ્યાન અબ્દુલ મુનાફના ઘરનું તાળું આસપાસ રહેનાર લોકોએ તૂટેલું જોતા અબ્દુલ મુનાફભાઈનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ અબ્દુલ મુનાફની પુત્ર વધુ ઝાલોદ અંગત કામ માટે આવેલ હતા તો તેઓ તાત્કાલીક કસ્બા ફળિયાના પોતાના મકાનમાં પહોંચ્યા હતા. ત્યાં આસપાસના પાડોશી તેમજ સંબંધીઓ સાથે ઘરમાં અંદર જોઈ તપાસ કરતા ઘરમાં આવેલ તિજોરી તૂટેલી અવસ્થામાં હતી તેમજ તિજોરીમા મુકેલ સામાન વેરવિખેર જોવા મળેલ હતો. આ બઘું જોઈ પરિવાર જનો ચોકી ગયા હતા તેથી વલસાડ રહેતા મુનાફભાઈનો સંપર્ક કરી બનાવની જાણ ઝાલોદ પોલિસ સ્ટેશનમા જણાવી હતી. પોલિસને જાણ થતાં તાત્કાલિક ચોરી થયેલ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મુનાફભાઈની પુત્ર વધુના કહેવા મુજબ અંદાજીત 15 તોલા સોનું, 500 ગ્રામ ચાંદી તેમજ અંદાજીત 59000 રૂપિયા રોકડા ચોરી થયેલ હોવાનું જણાવેલ હતું.

Share

Related posts

અમદાવાદ: બેકાબૂ ડમ્પરે મારી સ્કૂટીને ટક્કર, અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ દંપતીની સારવાર ચાલુ

gujaratjanekta

દાહોદની SBI બેંકમાં બેંકમાં થતા લોન કૌભાંડમાં બેંક મેનેજર,એજન્ટ સહિત 7ની ધરપકડ.

gujaratjanekta

કોંગ્રેસ પોતાના ચૂંટાયેલા 17 ધારાસભ્યોમાંથી કોને વિપક્ષ નેતા બનાવશે તે હજુ નક્કી નથી કરી શકતી, નેતાની પસંદગી માટે હાઇકમાન્ડ સમક્ષ ચર્ચા કરી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial