Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

સંતરામપુરમાં ગટરોની નિયમિત સાફ સફાઈનો અભાવ : ગટરોનું પાણી રસ્તા ઉપર ફરી વળ્યું

ઈન્દ્રવદન પરીખ – સંતરામપુર

સંતરામપુર નગર માં આવેલ ગોધરા ભાગોળ વિસ્તારમાં ગટરો ની નિયમિત રીતે સાફ સફાઈ હાથધરવામાં નહીં આવતાં આ ગટરો અવાર નવાર ઉભરાતી હોઈ ગટરોનું ગંદું પાણી જાહેર રસ્તા પર આવતાં રાહદારીઓ અને ત્યાં નાં રહીશો ને પારાવાર મુશ્કેલીમાં મુકાવું પડે છે.સંતરામપુર નગર પાલિકા દ્વારા આ ગટરો જે ઉભરાય છે તે ઉભરાય નહીં તે માટે નું કાયમી સોલયુશન ન કરાતા નગર પાલિકાના આવા વહીવટ પ્રત્યે પ્રત્યે સ્થાનિક લોકો માં ભારે રોષ જોવા મળે છે.

સંતરામપુર નગર પાલિકા દ્વારા. સંતરામપુર નગરના ગોધરા ભાગોળ વિસ્તાર માં ડૉ. ભાસ્કરભાઈ નાં દવાખાના ની સામે ના વિસ્તાર માં રહેતા નગરજનોના ઘર પાસે સંતરામપુર નગર પાલિકા હદ વિસ્તારમાં ગટરો અવાર નવાર ઉભરાતા ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. અને સાથે આ વિસ્તારમાં આવતા જતા રાહદારીઓ તથા વાહન ચાલકોને પણ ભારે ત્રાસ પડતો જોવા મળે છે.
આ મેઈન રોડ પર ગટરનું ગંદુ અને બાસ માળતું પાણી ફરી વળતા રોગચાળો પણ ફેલાય તેવી સ્થિતિ સર્જાય છે.. જેથી સ્થાનિક લોકોની તથા આવતા જતા જાગૃત નાગરિકો ની માંગ ઉઠવા પામી છે કે આ સ્થળ પર લાગતા વળગતા વહીવટી તંત્ર દ્વારા તથા સંતરામપુર નગર પાલિકાના વહીવટદાર દ્વારા જવાબદાર કર્મીઓને જરૂરી સુચના આપી તાત્કાલિક આ ગટરો જે ઉભરાય છે તે નાં ઉભરાય તે માટે ની કામગીરી કરાવામાં આવે તેવી નગરજનોની માંગ ઉઠવા પામી છે.

Share

Related posts

જન કલ્યાણલક્ષી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ ઘરઆંગણે* *ધારાસભ્ય મહેશ ભુરીયાએ તમામ લાભાર્થીઓને સરકારની સેવાઓ અચૂક લેવા માટે જણાવ્યું.

gujaratjanekta

સામાન્ય માણસ અધિકારી પાસે આવે ત્યારે પ્રજાલક્ષી રહી મદદ કરવી સાંસદજશવંતસિંહ ભાભોર

gujaratjanekta

ગોધરામાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી : ગેરકાયદે રેતી – બ્લેક વહન કરતા ૭ ટ્રક ઝડપાઈ : 3.05 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી 12 લોકીની અટકાયત – જાણો વધુમાં

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial