Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગર શ્રી રામના જય જયકાર સાથે ગુંજી ઉઠયા : શ્રી રામના રાજ્યાભિષેકને મંદિરોમાં ઘંટનાદ સાથે જનમેદની એ વધાવી એક બીજાને રામરાજ્યની શુભકામના આપતા જોવા મળ્યા

પંકજ પંડિત- ઝાલોદ

આખું નગર બન્યું રામમય : રામ ભગવાનના ભવ્યાતિભવ્ય રીતે આગમનની ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની લોકો ભાવુક જોવા મળ્યાઆજ રોજ ઝાલોદ નગરના શહીદ રાજેશ ચોક ખાતે રામ જાગરણ દ્વારા ભવ્યાતિભવ્ય ભવ્ય રીતે રામ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીને નગરજનોએ વધાવી લીધું. નગરના સહુ સનાતન હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલ સહુ લોકોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળતો હતો. આખું ઝાલોદ નગરમાં દિવાળી પછી પણ ભવ્ય રીતે ઉજવાયલી મોટી દિવાળીની ઉજવણી લોકો દ્વારા કરવામાં આવી હતી. આખું નગર અયોધ્યા હોય તેમ મારું નગર અયોધ્યા ધામ અંતર્ગત લાઈટ, રોશનીની ઝગમગાહટ થી શોભિ ઉઠયું હતું. રાત્રી દરમિયાન નગરના સહુ હિન્દુ સનાતન ધર્મ સાથે સંકળાયેલા લોકોના ઘરની બહાર દીપોત્સવ ,રંગોળી, તોરણ દ્વારા શ્રી રામના આગમનને વધાવતા જોવા મળતા હતા. નગરમાં ઠેર ઠેર મંદિરોમાં ભવ્યાતિભવ્ય રીતે શણગાર રોશની, રંગોળી તેમજ વણકતલાઇ મંદિરે મોટી એલ.ઇ.ડી સ્ક્રીન પર રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને નગરજનો એ નિહાળ્યો હતો અને રામ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થતાં આખાં વાતાવરણને શ્રી રામના જયઘોષ સાથે વધાવી લીધું હતું. નગરના દરેક સર્કલ પર રંગોળી એ પણ સહુનું આકર્ષણ બની હતી.તારીખ 22-01-2024 સોમવારના વહેલી સવારે નગરમાં શ્રી રામધૂન સાથે નગરમાં પ્રભાત ફેરી કાઢવામાં આવેલ હતી. રામના ભવ્ય આગમનને વધાવવા આખું નગર સ્વયંભૂ બંધ જોવા મળતું હતું. મુવાડા રામજી મંદિર ખાતે બે દિવસ થી ચાલતી રામચરિત માનસમાં પણ મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા. ખૂબ સુંદર રીતે મુવાડા રામજી મંદિરમાં સજાવટ આંખોમાં સમાઈ જાય તેવી જોવા મળતી હતી. મુવાડા પાટીદાર સમાજ દ્વારા રામચરિત માનસની પૂર્ણાહુતિ કરી ઘંટનાદ સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને નિહાળ્યો હતો. સાથે સાથે ઉપસ્થિત સહુ લોકો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.સવારે 10 વાગે રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનોની આગેવાની હેઠળ નગરમાં મહિલા સ્કૂટર રેલીનું આયોજન શબરી આશ્રમ થી શરૂ કરી આખાં નગરમાં રામપતાકા સાથે કરવામાં આવેલ હતું. મહિલાઓની સ્કૂટર રેલીનું નવીન આયોજનને નગરજનો એ આવકાર્યો હતો. મહિલાઓ દ્વારા જય શ્રી રામના નારા સાથે બાઇક રેલી કાઢી આખા નગરને રામમય બનાવી દીધું હતું. નગરમાં પ્રથમ વાર મહિલાઓને પ્રાધાન્ય આપી સ્કૂટર રેલી કાઢવામાં આવેલી તેમાં ખૂબ મોટા પ્રમાણમાં મહિલાઓ સાથે પુરુષો પણ જોડાયા હતા.સવારે જૈન સમાજ દ્વારા નગરજનો માટે અલ્પાહારની વ્યવસ્થા શહીદ રાજેશ ચોક ખાતે કરી હતી.જેમ જેમ પ્રાણ પ્રતિષ્ઠાનો સમય નજીક આવતો જતો હતો તેમ તેમ નગરમાં સહુ સનાતની હિન્દુ લોકો નજીકના મંદિરે જઈ રામધૂન સાથે વાતાવરણ રામમય કરી દીધું હતું. જુદી જુદી જગ્યાએ સહુ લોકોએ એલ.ઈ.ડી સ્ક્રીન સાથે રામ પ્રતિષ્ઠા મહોત્સવની ઐતિહાસિક પળના સાક્ષી બની પોતાને સૌભાગ્યશાળી માનતા હતા. પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થતાં દરેક મંદિરો ઘંટનાદ અને શંખનાદ થી ગુંજી ઉઠયા હતા તેમજ શ્રી રામના ગગનભેદી જય જયકાર ઠેર ઠેર સાંભળવા મળતા હતા. દરેક મંદિરોમાં પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થતાં મહા આરતી કરવામાં આવી હતી અને દરેક મંદિરોના ધાર્મિક પ્રોગ્રામનો લ્હાવો લોકો માણતા જોવા મળતા હતા.વણકતલાઇ હનુમાનજી મંદિરે પણ મોટી સ્ક્રીન પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જોઇ લોકોના ચહેરા પર અનેરો આનંદ જોવા મળતો હતો. પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થતાં મંદીરમા આરતી કરવામાં આવી હતી. આખા નગરમાં પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મહાપ્રસાદનું આયોજન વણકતલાઇ હનુમાનજી મંદિરે કરવામાં આવ્યું હતું. આખું નગર વણકતલાઇ મંદિરે મહાપ્રસાદનો લાભ લેવા આવેલ જોવા મળતું હતું.આરતી મહાપ્રસાદ પછી નગરના સહુ લોકો ગીતા મંદિરે ઉમટી પડેલ હતા અને ત્યાંથી નગરમાં રામયાત્રા બપોરે 2 વાગે કાઢવામાં આવી હતી. નગર સંપૂર્ણ બંધ હોવાથી શોભાયાત્રા પણ નગરજનો મોટા પ્રમાણમાં જોડાયા હતા. આખી શોભાયાત્રામાં લહેરાતી રામધજા તેમજ ધાર્મિક ભજનોએ નગરને ભક્તિમાં રંગી દીધું હતું. શોભાયાત્રાના રૂટ મુજબ દરેક વિસ્તારોમાં શોભાયાત્રાનું ફૂલહાર સાથે સ્વાગત કરવામાં આવતું હતું તેમજ વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રામાં જોડાયેલ લોકો માટે સેવાકીય સ્ટોલ પણ જોવા મળતા હતા. આ શોભાયાત્રા નગરના વિવિધ રૂટ થકી વણકતલાઇ હનુમાનજી મંદિરે સંપન્ન કરવામાં આવી હતું.સાંજે લુહારવાડા મિત્ર મંડળ દ્વારા નગરના અયોધ્યા ખાતે શહીદ થયેલ રાજેશ સોનીના નિવાસસ્થાને ફટાકડાની ભવ્ય આતસબાજી કરી હતી અને ગરબા પણ ઘૂમ્યા હતા. આખો દિવસ ભક્તિના રંગ થકી અવિસ્મરણીય પ્રોગ્રામો યોજાયા હતા જેમાં સહુ નગરજનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.નગરમાં આ ઐતિહાસિક પળની સાક્ષી બનવા દાહોદ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ પંકજ અગ્રવાલ તેમજ પૂર્વ દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા પણ વિશેષ હાજર રહેલ હતા .ઝાલોદ પોલીસ દ્વારા નગરમાં સતત પેટ્રોલીંગ કરી સુંદર વ્યવસ્થા જાળવી રાખી હતી.

Share

Related posts

આપ ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ કતારગામ વિધાનસભાના તમામ નાગરીકો દ્વારા લોકશાહી પર્વમાં મતદાન કરવા બદલ આભાર માન્યો

Admin

ઝાલોદ ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે દ્વારા અલગ અલગ શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

gujaratjanekta

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી નિમિત્તે શ્રેષ્ઠ વિજ્ઞાન શિક્ષક એવોર્ડ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial