Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

વડોદરા શહેરમાં કોફી શોપ, હોટેલ, કાફે, રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ કપલ બોકસ બનાવવા પર પ્રતિબંધ

વડોદરા શહેર પોલીસ કમિશનરે શહેરનાં ઘણા વિસ્તારમાં કોફીશોપ, ફોટલો, કાફે રેસ્ટોરન્ટો વિગેરેની આડમાં એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા કપલ બોક્ષ) ઉભા કરી તેમા અસામાજિક પ્રવૃત્તિઓ રોકવાના માટે કોફી શોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો વિગેરે જેવી જગ્યા એ એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા કપલ બોક્ષ કેબિન બનાવવા તાત્કાલિક મનાઈ ફરમાવી છે.

        નશીલા કેફી દ્રવ્યોનું સેવન થતું રોકવા માટે તેમજ અશ્લીલ કૃત્યો રોકવા માટે કોફી શોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો વિગેરે જેવી જગ્યા એ એકાંતમાં બેસી કોઈ જોઈ ન શકે તેવી બંધ જગ્યા કપલ બોક્ષ કેબિન બનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. વધુ માં કોફી શોપ, હોટલો, કાફે, રેસ્ટોરન્ટો વિગેરે જેવી જગ્યાએ સ્પષ્ટ રીતે દેખાય તેવી બેઠક વ્યવસ્થા રાખવા માટે અને ઉપરોક્ત તમામ જગ્યાઓએ સ્પષ્ટ દેખાય તે રીતે સી.સી.ટી.વી. કેમેરા લગાડવાના માટે જણાવાયું છે.

        વડોદરા શહેર વિસ્તારમાં તા. ૦૧/૦૩/૨૦૨૪ સુધી આ હુકમનો અમલ કરવા માટે જણાવાયું છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર ઠરશે.

Share

Related posts

ઝાલોદ પોસ્ટ ઓફિસ પર આધાર કાર્ડ કઢાવવા ઠંડીમાં બાળકો સાથે ઠુઠવાતી પ્રજા : જવાબદાર તંત્ર ઠંડીમા રજાઈ ઓઢી આરામમા

gujaratjanekta

વૈકલ્પિક ધોરણે તાત્કાલિક ઝાલોદ શહેરમાં પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરાઈ

gujaratjanekta

ફતેપુરા મુકામે નવીન બનાવેલ મસ્જીદે આઈશાનું ઉદ્ઘાટન હજરત મૌલાના મોહમ્મદ ઉસ્માન રહેમાની લુદયાનવી સાહબ ના વરદ હસ્તે કરવામાં આવશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial