Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દક્ષિણ કોરિયા માં પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક શ્રી ડો. ઈન સંગ કિમ કે ને સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

સોલંકી કિશોરસિંહ,

દાહોદ જિલ્લાના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી પંચમુખી હનુમાનજી મંદિર પાલ્લી લીમખેડા ખાતે દક્ષિણ કોરિયા માં પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક શ્રી ડો. ઈન સંગ કિમ કે જેઓ નૈનો બાયો ક્વાટમ ટેક્નોલોજી ( હર્બલ ફાર ઇન્ફ્રારેડ ટેક્નોલોજી) દ્વારા આપણા શરીરમાં રહેલ બીમારી ઓને સુધારવા માટે આપણા ભારત માં પધારેલ છે. જેઓ આજે શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે પધારતા તેઓનું સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું. અને આશરે ૧૨ જેટલા લોકોને તપાસ કરી. ડો. ઈન સંગ કિમ દ્વારા કુદરતી ઉપચાર ની પધ્ધતિ બતાવવામાં આવી. અને આવનાર જૂન માસમાં શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે કેમ્પ રાખવાનું આયોજન કરવામાં આવ્યું. હિનરજી બાયોટેક અને એના આયોજકો શ્રી શ્રીયાંગ ગુજરાતી અને વત્સલ ગુજરાતી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ટેક્નોલોજી ના ઉપયોગ બ્યૂટી પ્રોડક્ટ, ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને અને અગ્રિકલ્ચરલ ઇન્ડસ્ટ્રીઝ માં કરવામાં આવે છે. વિશેષ માં નવયુગ સાયન્સ કોલેજ, સુરત ના પ્રોફેસર ડૉ. કેતકી ગુજરાતી ની સાથે મળીને હિનરજી બાયોટિક કંપની ની ટેક્નોલોજી નેનો બાયો ક્વાટમ ટેક્નોલોજી થી ઈમ્યુનિટી વધારવા માટે ફેબ્રિક બનાવવામાં આવ્યું છે. જેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે.

Share

Related posts

સર્વોદય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પંચશીલ આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજ ગોધરાના NSS વિભાગની વાર્ષિક શિબિર યોજાઇ

gujaratjanekta

ઝાલોદ આંગણવાડી વર્કર કિશોરીઓની બહેનો દ્વારા પોલિસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવી

gujaratjanekta

એશિયાનો મોટો વિન્ટેજ કાર શો – વડોદરાથી સ્ટેચ્યુ સુધી રાજા રજવાડા સમયની વિન્ટેજ કારની રેલી, 100 વર્ષ જૂની વિન્ટેજ કાર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial