Gujarat Jan Ekta
તાજા સમાચાર
general news pilitics ગુજરાત ન્યૂઝ

માંડવી તાલુકાની મોટી ઉનડોઠમાં ૧૦.૫૫ કરોડનાં સિંચાઇ અને અઢી કરોડનાં અન્ય વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત

વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય અનિરુદ્ધ દવે, જિ.પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા અને અન્ય અગ્રણીઓ

“વરસાદી પાણીનું ટીપેટીપું બચાવવા સંકલ્પબદ્ધ બનો”

માંડવી

માંડવી તાલુકાના મોટી ઉનડોઠ ગામે કચ્છ સિંચાઈ વિભાગ (રાજ્ય)ના ૨૪ ચેકડેમોની સુધારણા રૂા. ૧૦.૫૫ કરોડના ખર્ચે તાલુકા પંચાયત બેઠક હેઠળનાં ગામોના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ૨.૩૦ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાર્પર્ણ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે મોટી ઉનડોઠ પં. પ્રાથમિક શાળા ખાતે કરાયું હતું.

ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ વરસાદી પાણીનું ટીપેટીપું સંગ્રહ કરી શકાય તે અર્થે કાર્યક્રમ યોજાયો હતો. તેમજ શેરડી ખાતે વધુ ૧૩ કરોડનાં સિંચાઇનાં કામોનું ખાતમુહૂર્ત કરાશે. તેમણે વરસાદી પાણીનો સંગ્રહ કરી તેનો ઘરવપરાશમાં ઉપયોગ કરવા અપીલ કરી હતી. પ્રકૃતિ અને પર્યાવરણનાં જતન માટે સૌને આગળ આવવા આહ્વાન કર્યું

જિ.પં. પ્રમુખ જનકસિંહ જાડેજાએ વર્તમાન ભાજપ સરકારના શાસનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે અને લાખો-કરોડોનાં વિકાસકામો ગામડાંમાં સાર્થક થયાં છે. વિવિધ સવલતોનો વ્યાપ પણ વધ્યો છે. તેમણે રાષ્ટ્ર પ્રત્યેની નૈતિક ફરજોનું પાલન કરવા સોને અપીલ કરી હતી.

ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવે, જિ.પં. પ્રમુખ જનકસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, તા.પં પ્રમુખ કેવલભાઈ ગઢવી, તાલુકા ભાજપ મહામંત્રી લક્ષ્મીશંકર જોષી, સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજ ગઢવી સહિતનું સન્માન કરાયું હતું. સંચાલન વિક્રમસિંહ પઢિયાર, માણેકભાઈ ગઢવી અને આભારવિઘિ બળવંતસિંહ જાડેજાએ કરી હતી. ખાતમુહૂર્ત પૂજનવિધિ કાનજીભાઇ જોષીએ કરી હતી.

Share

Related posts

સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ, દાહોદ ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ‘ શિક્ષક પારિતોષિક સમારોહ ‘ યોજાયો

gujaratjanekta

શ્રી. બી. એમ. હાઈસ્કૂલ ઝાલોદમા ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

gujaratjanekta

આંબલા ગામે પોલીસે રેડ કરી ગેરકાયદેસર દેશી પીવાનો દારૂ પકડી પાડ્યો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial