Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

જીલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા દાહોદ ખાતે જીલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શીબીર યોજાઈ

બ્યુરો ચીફ કેતન ભટ્ટ

દાહોદ:-જીલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા જીલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળોદાહોદ સરકારી આઈટીઆઈ ખાતે યોજવામા આવ્યો. ભરતી મેળામા ૧૨ નોકરીદાતાઓ વધુ 10 પાસ ,.આઈટીઆઈ,12 પાસ,ડીપ્લોમા અને ગ્રેજ્યુટ લાયકાત ધરાવતા ટેકનીકલ,નોન ટેકનીકલ અને પેરામેડીકલ જેવી ૫૦૦ થી વધુ અનુભવી અને બિન અનુભવી જગ્યાઓ ભરવા ઈન્ટરવ્યુ પ્રાથમીક પસંદગી માટે હાજર રહ્યા હતા જેમા દાહોદ જીલ્લાના ૭ નોકરીદાતા અને અન્ય જીલ્લાના ૫ નોકરીદાતાઓ હાજર રહ્યા હતા જેમા પ્રેસીડેન્ટ હ્યુન્ડાઈ,ઝયડસ હોસ્પીટલ,ક્રેડીટ એકસેસ ગ્રામીણ બંક,સેફલર ઈન્ડીયા,શૈલી એન્જીનીયરીંગ,યજાકી ઈન્ડીયા જેવી નામી એકમો હાજર રહયા હતા.ભરતી મેલામા ૪૬૫ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા જેમાંથી ૨૯૦ ઉમેદવારોની પ્રાથમીક પસંદગી કરવામા આવી હતી,જયારે ૧૦૦ થી વધુ ઉમેદવારોને સ્વરોજગાર માટે પ્રોત્સાહીત કરવામા આવ્યા હતા ,૧૪૫ જેટલા ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ફોર્મ ભરેલ હતા તેમજ ૨૧ ઉમેદવારોએ લશ્કરી ભરતી પુર્વેની ફ્રી નિવાસી તાલીમ માટે ફોર્મ ભરેલ હતા.ભરતી મેળામા રોજગાર કચેરી,સરકારી આઈટીઆઈ,તેમજ જીલ્લા ઉધ્યોગ કેન્દ્રના અધિકારી કર્મચારીએ હાજર રહીને ભરતી મેળાને સફળ બનાવ્યો હતો

Share

Related posts

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારો વિરૂદ્ધ ગોધરા હિત રક્ષા સમિતિ દ્વારા રેલી યોજી કલેકટરને આવેદન પત્ર આપ્યું

gujaratjanekta

ધાનપુર તાલુકામાં વન વિભાગની ટીમ દ્વારા સફાઈ કરીને ગાંધી જયંતીની ઉજવણી કરાઈ

gujaratjanekta

મોઢ જ્ઞાતિ સમસ્ત પંચ,દાહોદ અંતર્ગત શ્રી મોઢેશ્વરી કેળવણી મંડળ દાહોદ દ્વારા આયોજિત સંસ્કાર સિંચન કાર્યક્રમ સમાજની વાડીમાં રાખવામાં આવ્યો હતો.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial