બ્યુરો ચીફ કેતન ભટ્ટ
દાહોદ:- શ્રમ ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની નિયામક રોજગાર અને તાલીમ ખાતા હસ્તકની જીલ્લા રોજગાર કચેરી ,દાહોદ દ્વારા અંતર્યાળ વિસ્તારમા આવેલ તેમજ પછાત વર્ગના વિધ્યાર્થીની સંખ્યા વધુ હોય તેવી માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક સ્કુલો,આઈટીઆઈ અને કોલેજમા કેરીઅર કોર્નર યોજના કાર્યરત છે.જેમા કેરીઅર ગાઈડન્સ પ્રવૃતીમા રસ ધરાવતા શિક્ષક કે પ્રોફેસરની કેરીઅર કોર્નર તરીકે નિમણુંક કરવામા આવેલ છે .તેમા અભ્યાસક્રમ સીવાયના રોજગારલક્ષી,કારકીર્દી અંને વોકેશનલ ગાઈડનાસ અને કેરીઅર ટોક લેવાના હોય છે . કરીઅર કોર્નર યોજના અંતર્ગત કેરીઅર કોર્નર ટીચર દ્વારા મહીનામા વધુમા વધુ ૪ ટોક લેવાના હોય છે જેમા બહારના એકસપર્ટને બોલાવીને તેમજ સરકારી અને ખાનગી સંસ્થા ,વેપાર ઉધ્યોગોની વીઝટ પણ કરાવવાની હોય છે તેમજ દર વર્ષે કારકિર્દી સપ્તાહની ઉજવણી કરીએ પ્રદર્શન પણ કરવાનુ હોય છે , તેમજ કરેલ કામગીરીનુ દર મહીને રોજગાર કચેરીને રીપોર્ટીંગ કરવાનુ હોય છે,આ કામગીરીને વેગ આપવા અને તેનુ મોનીટરીંગ કરવા માટે જીલ્લા શિક્ષણાધિકારીશ્રીની અધ્યક્ષતામા દર ત્રણ મહીને સમીક્ષા બેઠક યોજવામા આવે છે.તેમજ દર વર્ષે કરીઅર શિક્ષકોનો સેમીનાર પણ યોજવામા આવે છે .કેરીઅર કોર્નરની અને વોકેશનલ ગાઈડન્સની કામગીરીની સમીક્ષા અને મોનીટરીંગ અને માર્ગદર્શન માટે રોજગાર કચેરીના રોજગાર અધિકારી તેમજ કેરીઅર કાઉન્સેલર દ્વારા સ્કુલ ,કોલેજ અને આઈટીઆઈની મુલાકાતો પણ લેવામા આવે છે અને વિધ્યાર્થીઓ અને કેરીઅર ટોક સાથે વોકેશનલ ગાઈડન્સ પણ આપવામા આવે છે.સમગ્ર દાહોદ જીલ્લામા ૭૩ કેરીઅર કોર્નર કાર્યરત છે જેમા દાહોદ શહેર ગ્રામ્યમા ૧૪,ગરબાડા તાલુકામા ૦૫,લીમખેડા તાલુકામા ૦૮,દેવગઢ બારીયામા ૧૨,સિંગવડમા ૦૩,ધાનપુરમા ૦૭,ઝ।લોદમા ૧૪.સંજેલીમા ૦૪,તેમજ ફતેપુરા તાલુકામા ૦૬ કેરીઅર કોર્નર સ્કુલ,કોલેજ આઈટીઆઈ કાર્યરત છે .તેમજ જીલ્લામા સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ૩૪ સ્કુલોમા વોકેશનલ ટ્રેડ શરુ કરવામા આવેલ છે ,જેમા દાહોદ શહેર ગ્રામ્યમા ૦૫ . ગરબાડામા ૦૪,લીમખેડામા ૦૫,દેવગઢ બારીયામા ૦૫,સિંગવડમા ૦૩,ધાનપુરમા ૦૪,ઝ।લોદમા ૦૪,સંજેલીમા ૦૩ અને ફતેપુરા તાલુકામા ૦૧ સ્કુલમા વોકેશનલ ટ્રેડ શિખવવામા આવે છે . તા.૧૬/૧૨/૨૦૨૩ નાં રોજ રોજગાર કચેરી દાહોદના રોજગાર અધિકારી શ્રી અલ્પેશ ચૌહાણ અને કેરીઅર કાઉન્સેલર શ્રી હીરલબેન સેલોત તેમજ ઓવરસીસ કાઉન્સેલર શ્રી નિશાંત જોષી દ્વારા ૧) મોડેલ સ્કૂલ દેવગઢ બારીયા ,મહારાણી પ્રેમકુમારી સોશલ વર્ક કોલેજ,દેવગઢ બારીયા ,રાજક્રૃપા ઈન્સ્ટીટયુટ ઓફ નર્સીગ,દાહોદ, ની મુલાકાત લેવામા આવી હતી જેમા ૫૦૦ જેટલા વિધ્યાર્થીઓને ધો ૧૦ ,૧૨ પછીના વિકલ્પો,સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તેમજ રોજગાર કચેરીની ઓનલાઈન સેવાઓ ,વિદેશ રોજગાર માર્ગદર્શન સેવાઓ અને સેફ લીગલ માઈગ્રેશન ,લશ્કરી ભરતી પુર્વેની ફ્રી નિવાસી તાલીમ યોજના ,રોજગાર ભરતી મેલા,સ્વરોજગારની તકો તેમજ ઓનલાઈન રોજગારીલક્ષી પોર્ટલ અનુબંધમ પોર્ટલ અને એનસીએસ પોર્ટલ અંગે કારકિર્દી માર્ગદર્શન આપવામા આવ્યૂ તેમજ શૈક્ષણીક સંસ્થાઓને રોજગાર કચેરીના સી એન વી એકટ ૧૯૫૯ અન્વયે નિયમીત કર્મચારીની માહીતીનુ ઈ આર ૧ પત્રક મોકલવા અને અનુબંધમ પોર્ટલ પર તમામ ભરતી પુર્વે ખાલી જગ્યાની ફરજીયાત વેકન્સી નોટીફીકેશન કરવા માર્ગદર્શન આપવામા આવ્યુ

