Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

વિકસિત ભારત યાત્રા એટલે ઘર આંગણે મોદીની ગેરંટી ની યોજના: ધારાસભ્ય રમેશભાઈ કટારા

બ્યુરો ચીફ કેતન ભટ્ટ

ફતેપુરાના કરોડિયા પૂર્વ ગામે વિકસિત ભારત યાત્રા રથનું સ્વાગત કરાયું

દાહોદ:-ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગ્રામ પંચાયત વિસ્તારના લોકોને ઘર આંગણે વિવિધ યોજનાઓની માહિતી તથા લાભાર્થીઓને સહાયની વિતરણ કરવામાં આવ્યું હતું.
ફતેપુરા તાલુકાના ગામે ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે લોકોને ઘર આંગણે યોજના કે માહિતી તેમજ લાભાર્થીઓને સહાય મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સંકલ્પ ભારત વિકસિત યાત્રાનો રથ ફેરવવામાં આવી રહ્યો છે .ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો
જેમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા જણાવ્યું હતું કે મોદી સરકારની ગેરંટી વાળો રથ અમે ગામેગામ લઈ જઈ રહ્યા છીએ જેમાં પ્રજાને ઘર આંગણે વિવિધ યોજનાની માહિતી મળી રહે તેમ જ લાભાર્થીઓને સાધન સહાય સામગ્રી મળી રહે તેઓ ઉમદા કાર્ય થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી કિસાન યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી આરોગ્ય સેવા જેવા અનેક લાભો લોકો લઈ રહ્યા છે અને જે લોકો વંચિત હોય તેઓ ને યોજનાઓનો લાભ મળી જશે એક પણ પરિવારને સરકારની યોજનાઓથી બાકાત રખાશે નહીં ઘરે ઘર સુધી સરકારની દરેક યોજનાઓનો લાભ સરકાર આપી રહી છે.આ કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગી ,અગ્રણી શ્રી ચુનીલાલ ચરપોટ, જિલ્લા સભ્યો તાલુકા સભ્યો ,તાલુકા વિકાસ અધિકારી ,મામલતદાર, પશુપાલન વિભાગ ,ખેતીવાડી વિભાગ ,આઈસીડીએસ વિભાગ ,આરોગ્ય વિભાગ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

દાહોદ જિલ્લા પ્રભારી સચિવશ્રી વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન, ખાતે દાહોદ જિલ્લાના મહત્વના મુદ્દાઓ અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

gujaratjanekta

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ની કચેરી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સોસાયટી દાહોદ જિલ્લા શાખા ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

પંચમહાલ જીલ્લા કોન્ટ્રાક્ટર એસોસિયેશન દ્વારા ત્રણ માંગણીઓ નહી સંતોષાતા ટેન્ડરો નહીં ભરવાનો નિર્ણય !

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial