Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદની પીપળીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

પીપળીયા પ્રાથમિક શાળા તાલુકો ઝાલોદની શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં દાહોદ જિલ્લાના એડિશનલ કલેક્ટર સાહેબ બી.એમ.પટેલ તેમજ જિલ્લા કો.ઓર્ડીનેટર મુકેશભાઈ પ્રજાપતિના વરદ હસ્તે આંગણવાડી તથા બાલવાટિકા તેમજ ધોરણ 1 ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. જેમાં ગામના આગેવાનો વાલીગણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિવિધ પરીક્ષા પાસ કરનાર તમામ બાળકોને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા એન.એમ.એમ.એસની પરીક્ષા માં 1 થી 3 નંબર જ્ઞાન સાધના માં પાસ થનાર 1 થી 3 નંબર જ્ઞાન સેતુમાં પાસ થનાર 1 થી 3 નંબર તેમજ એકલવ્યની પરીક્ષા આપનાર 1 થી 3 નંબર તથા વાર્ષિક પરીક્ષા માં 1 થી 8 ધોરણમાં પ્રથમ નંબર મેળવનાર તમામ બાળકોને ઈનામ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું. આવેલ મહેમાનો પણ ગામના વાલી મિત્રોની મોટી સંખ્યામાં હાજરી જોઈ શાળાના બાળકો તેમજ બાળકોના શિસ્ત જોઈ ખૂબ પ્રભાવિત થયા અને શાળાના વાતાવરણ તેમજ શિક્ષકોની કામગીરીના તેમજ ગામના સરપંચના વખાણ કર્યા હતા અને ત્યારબાદ શાળામાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું અને શાળાના પટાંગણમાં આવેલ કે.જી.બી.વી વિદ્યાલયના વાતાવરણ થી ઉપસ્થિત મહેમાનો પ્રભાવિત થયા હતા. શાળા ઉતરોઉત્તર પ્રગતિ કરે એવી શુભચ્છાઓ પાઠવી અંતે શાળાના આચાર્ય આર.બી.મુનિયા એ આભાર વ્યક્ત કર્યો હતો.

Share

Related posts

રીજીયન કોન્ફરન્સ અમૃત 2024 નું સફળ આયોજન

gujaratjanekta

ઝાલોદ દશામ નર્સિંગ કોલેજ ખાતે નવા વિધાર્થીઓને આવકાર સાથે સપથ વિધિ યોજાઈસંસ્થાના સંચાલક મૂકેશ ડામોરે નિષ્ઠા પૂર્વક પોતાની કામગીરી કરવા સૂચન કર્યું

gujaratjanekta

આણંદ જિલ્લામાં આચાર સંહીતા ભંગની 90 ફરીયાદો મળી, બીજા તબક્કામાં છે મતદાન

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial