Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા અને સંજેલી તાલુકા નો રક્તદાન કેમ્પ સુખસર ખાતે યોજાયો

ફતેપુરા  શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરાધારાસભ્યના અધ્યક્ષ સ્થાને સ્થાનિક કાર્યકર્તાઓ એ 44 બોટલ રક્તદાન કર્યું.ઓપરેશન સિંદૂર ની સફળતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયોપ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના અંતર્ગત તા. 21 સપ્ટેમ્બર રવિવારના રોજ સુખસર ખાતે ઝાયડસ હોસ્પિટલ દાહોદ ના સહયોગથી રકતદાન કેમ્પ યોજાયો હતો.ફતેપુરા વિધાનસભા માં ફતેપુરા અને સંજેલી તાલુકા નો રક્તદાન કેમ્પ સુખસર આઈટીઆઈ ખાતે યોજાયો હતો. ધારાસભ્ય રમેશભાઈ કટારાએ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. ફતેપુરા અને સંજેલી તાલુકા માંથી 44 જેટલા દાતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને ઓપરેશન સિંદૂર ની સફળતા અંતર્ગત રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા ફતેપુરા તાલુકા મંડળ પ્રમુખ ચિરાગ બારીયા સંજેલી તાલુકા મંડળ પ્રમુખ સુરેશ ચારેલ સંજેલી એપીએમસીના ચેરમેન જશુભાઈ બામણીયા સંજેલી મહામંત્રી અમરસિંહ બામણીયા ફતેપુરા મહામંત્રી કમલેશભાઈ પારગી રાષ્ટ્રીય મોદી સેવા સમિતિ દાહોદના પ્રમુખ રમેશભાઈ વણઝારા સહિત ઝાયડસ હોસ્પિટલ નો સ્ટાફ, કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ગુજરાતમાં ચૂંટણીનો રંગ : કામરેજમાં અસમના સીએમ હિમંત બિશવા શર્માએ સભા સંબોધી

gujaratjanekta

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર : સાત તબક્કામાં મતદાનની સાથે 4 જુને પરિણામ થશે જાહેર

gujaratjanekta

દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષની આગેવાનીમાં સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial