Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

વડોદરામાં બિલ્ડરો અને ડેવલોપર્સનું મોટું કૌભાંડ : કૌભાડમાં કોર્પોરેશનનાં અધિકારીઓની પણ સંડોવણી

વડોદરામાં બિલ્ડરો, ડેવલોપર્સ તેમજ સરકારી અધિકારીઓની મિલીભગતથી મસમોટું કૌભાડ સામે આવ્યું છે જેમાં જમીન કપાત કર્યા વગર અથવા ઓછી કપાત કરીને અધિકારીઓએ બિલ્ડરો અને માલેતુજારોને જમીન પધરાવી દીધી હતી. તેમજ જમીનમાં હેતુફેર કરીને, જૂની રજાચિઠ્ઠીનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે છતાં પણ બાંધકામ થઈ રહ્યા છે.

TPO એ 125 બિલ્ડર્સ તેમજ જમીન માલિકોની યાદી તૈયાર કરી

નવા ટીપીઓનાં પત્રનાં આધારે 125 બિલ્ડર્સ અને જમીન માલિકોની યાદી તૈયાર કરાઈ છે. ટીપીઓ વિભાગનાં જ જૂના અધિકારીઓએ કરેલા ગોટાળાને ટીપીઓ વિભાગનાં મહિલા અધિકારીએ ખુલ્લા પાડ્યા છે. ટીપીઓએ કોર્પોરેશનને પત્ર લખી આવા બિલ્ડરોનાં બાંધકામ મંજૂરી અને કાર્યવાહીની તપાસ કરવા પત્ર લખ્યો છે. કોર્પોરેશને બિલ્ડરો અને જમીન માલિકોને નોટિસ આપતા ક્રેડાઈએ દેકારો મચાવ્યો હતો.
આ બાબતે ટીપીઓ વિભાગનાં મહિલા અધિકારી એમ.એમ.અધ્વર્યુંએ જૂના અધિકારીઓ દ્વારા આચરેલ કૌભાંડ ઉજાગર કર્યું છે.

આ બાબતે ટીપીઓ વિભાગનાં મહિલા અધિકારીઓ જૂના અધિકારીઓ દ્વારા આચરેલ કૌભાંડ ઉજાગર કર્યું છે. આ કૌભાંડને લઈ નગર નિયોજક અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં સરકારમાં ધારા ધોરણ મુજબ કામ થાય તે માટેનો પ્રયાસ છે. તેમજ સરકારની ગાઈડલાઈનનો અમલ થાય તે માટે ખરાઈ કરવા પત્ર લખ્યો છે. નગર નિયોજનમાં અનો કોર્પોરેશનમાં ચાલતી દરખાસ્તમાં વિસંગતતાઓ હોવાની આશંકા છે. બિલ્ડરનોને ફાયદો કરાવવા કોર્પોરેશનનાં ટાઉન પ્લાનિંગ વિભાગે ગેરરીતી આચરી હોય તેમ લાગી રહ્યુ છે.

Share

Related posts

ઝ।લોદ ખાતે મુક બધીર દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો, સ્વરોજગાર માર્ગદર્શન અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજાશે

gujaratjanekta

ફેશન ટિપ્સઃ ક્યા રંગની લિપસ્ટિક તમારી સ્કિન ટોનને અનુકુળ રહેશે, તે જાણીને યોગ્ય શેડ પસંદ કરો

gujaratjanekta

દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્ર્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial