Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ તાલુકામાં આવેલ પંચાયતોમા મનરેગા હેઠળ થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરાઈ

પંકજ પંડિત

ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ 19-05-2025 સોમવારના રોજ પ્રાંત કચેરી ખાતે એક આવેદનપત્ર આપી મનરેગા હેઠળ થયેલ કામોની સાચી તપાસ કરવા માટે માંગ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના પ્રમુખ અનિલ ગરાસીયા દ્વારા એક લેખિત અરજી આપી માંગ કરવામાં આવેલ હતી કે ઝાલોદ તાલુકામાં મનરેગા યોજના હેઠળ લોકોને 100 દિવસની રોજગારી મળી રહે તે હેતુથી અને જાહેર વિકાશના કામો કરવાના હોત પણ કેટલીય પંચાયતોમા બરોબર વિકાશના કામોના નામે સ્થળ પર કઈ પણ કામો કર્યા વિના એજન્સીઓ અને મળતીયાઓ દ્વારા નાણાંની ઉચાપત કરી મોટા પાયે ઝાલોદ તાલુકામાં કરોડોના ભ્રષ્ટાચાર થયેલ છે. મનરેગા કામ હેઠળ આવતા તમામ કામોની ઝીણવટભરી તપાસ કરવા પ્રાંત અધિકારી પાસે માંગ કરવામાં આવેલ હતી.ઝાલોદ તાલુકામા કેટલીય પંચાયતોમા એકજ પંચાયતોમા એક જ વિકાશના કામો થયેલ પર અલગ અલગ યોજનાઓમાં જેમકે નાણાપંચ ,એ.ટી.વી.ટી કે ટ્રાયબલની તકતીઓ લગાવીને ચેકડેમ , સી સી રસ્તા, સામુહીક કુવા, બોર વીથ મોટર, મીની એલ આઈ અને અન્ય વિકાસના નામે ગ્રાન્ટ વાપરવામાં આવેલ છે. જેની તપાસ કરવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવેલ છે.

Share

Related posts

ઝાલોદ એસ.ટી ડેપો, સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ ડી.વાય.એસ.પી કચેરી ખાતે બ્રહ્માકુમારીઝના મીતાદીદી દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

ઝાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા મહિલાઓ માટે નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો

gujaratjanekta

દાહોદ આશિર્વાદ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો.બી.કે.પટેલના સ્વ.પિતાશ્રીના સ્મરણાર્થે ₹ ૫ લાખનો ચેક મહીસાગર મુક્તિધામ ચેરિટેબલ ટ્રસ્ટને અર્પણ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial