Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

વિજયાદશમીના પર્વ નિમિત્તે ડૉ. મોહનજી ભાગવતનું ઉદબોધન – જાણો વધુ

પ્રાપ્ત માહિતી પ્રમાણે, પ્રમુખ અતિથી શ્રી શંકર મહાદેવાનજી, મંચ પર ઉપસ્થિત મા. સરકાર્યવાહજી, વિદર્ભ પ્રાંતના મા. સંઘચાલક, નાગપુર મહાનગરના મા. સંઘચાલક, નાગપુર મહાનગરના મા. સહ સંઘચાલક અન્ય અધિકારીગણ, નાગરિક સજ્જન, માતા ભગિની તથા આત્મીય સ્વયંસેવક બંધુ. દાનવતા પર માનવતાની પૂર્ણ વિજયનો શક્તિ પર્વ વિજયાદશમી આપણે દર વર્ષે ઉજવીએ છીએ. આ વર્ષ આ વખતે આપણું ગૌરવ, હર્ષોલ્લાસ તથા ઉત્સાહ વધે એવી ઘટનાઓ લઈને આવ્યો છે.

ગતવર્ષ આપણે જી-20ના યજમાન રહ્યા. વર્ષભર સદસ્ય રાષ્ટ્રોના રાષ્ટ્રપ્રમુખો, મંત્રીગણ, પ્રશાસક તથા મનીષીઓના અનેક કાર્યક્રમ ભારતમાં થયા. ભારતના આત્મીય આતિથ્યનો અનુભવ, ભારતના ગૌરવશાળી અતીત અને વર્તમાનની આકર્ષક પ્રગતિ બધાજ દેશોના સહભાગીઓને પ્રભાવિત કરી ગઈ.

આફ્રીકી યુનિયનને સભ્યપદ માટે સ્વીકૃતિ અપાવવામાં તેમજ પ્રથમ દિવસે જ પરિષદના ઘોષણા પ્રસ્તાવ ને સર્વ સંમતિ થી પસાર કરાવવામાં ભારત ની પ્રમાણિક સદભાવના તેમજ રાજનૈતિક કુશળતા નો અનુભવ સહુને થયો. ભારતના અનોખા વિચાર અને દૂરંદેશીના કારણે સમગ્ર વિશ્વની વિચારસરણીમાં વસુધૈવ કૂટુંબકમ ની દિશા જોડાઈ ગઈ. જી-20 નો અર્થ કેન્દ્રિત વિચાર હવે માનવ કેન્દ્રિત થઈ ગયો. ભારતને વિશ્વ ના મંચ પર એક પ્રમુખ રાષ્ટ્ર તરીકે દ્રઢતા પૂર્વક સ્થાપિત કરવાનું આ અભિનંદનીય કાર્ય આ પ્રસંગ ના માધ્યમ થી આપણાં નેતૃત્વ એ કર્યું.

આ વખતે આપણાં ખેલાડીઓ એ એશિયાડ રમતોત્સવ માં પહેલીવાર 100 થી વધારે – 107 ચંદ્રક (28 સુવર્ણ, 38 રોપ્ય તેમજ 41 કાંસ્ય) જીતી ને આપણાં સહુના ઉત્સાહમાં વધારો કર્યો છે. એમને આપણાં સહુ ના અભિનંદન. ઉભરી રહેલા ભારતની શક્તિ, બુદ્ધિ, તેમજ યુક્તિની ઝલક ચન્દ્રયાન ના પ્રક્ષેપણ પ્રસંગે વિશ્વે જોઈ. ચંદ્રમા ના દક્ષિણ ધ્રુવ પર અંતરિક્ષ યુગ ના ઇતિહાસમાં પહેલીવાર ભારતનું વિક્રમ લેંડર ઉતર્યું. સમસ્ત ભારતીયોનું ગૌરવ અને આત્મવિશ્વાસ વધારવા વાળા આ કાર્ય ને સંપન્ન કરનારા વૈજ્ઞાનિક તેમજ એમને બળ આપનાર નેતૃત્વને સંપૂર્ણ દેશ અભિનંદી રહ્યો છે.

સંપૂર્ણ રાષ્ટ્રના પુરુષાર્થનો મૂળ એ રાષ્ટ્રનું વૈશ્વિક પ્રયોજન સિદ્ધ કરવા વાળા રાષ્ટ્રીય આદર્શ હોય છે. એટલે આપણાં સંવિધાન ની મૂળ પ્રત પર જેમનું ચિત્ર અંકિત છે એવા ધર્મના મૂર્તિમાન પ્રતિક શ્રી રામના બાળ રૂપ નું મંદિર અયોધ્યાજીમાં બની રહ્યું છે. આવતી 22 જાન્યુઆરી એ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે એ ઘોષણા પણ થઈ ચૂકી છે. વ્યવસ્થાગત કઠણાઇઓ અને સુરક્ષાની સાવધાનીઓ ને કારણે આ પાવન અવસર પર અયોધ્યામાં બહુ મર્યાદિત સંખ્યા ઉપસ્થિત રહી શકશે. શ્રી રામ આપણાં દેશના આચરણ ની મર્યાદાના પ્રતિક છે, કર્તવ્ય પાલનના પ્રતિક છે, સ્નેહ તેમજ કરુણાના પ્રતિક છે. પોતપોતાના સ્થાનો પર જ એવું વાતાવરણ બને. રામ મંદિરમાં શ્રી રામલલ્લાના પ્રવેશ થી પ્રત્યેક હૃદયમાં પોતાના મનમાં રામને જાગૃત કરી પોતાના મનની અયોધ્યાને સજાવે. તેમજ સર્વત્ર સ્નેહ પુરુષાર્થ તેમજ સદભાવનાનું વાતાવરણ બને એવા અનેક સ્થાનો પર નાના નાના આયોજન કરવા જોઈએ.

સદીઓના સંકટોની પરંપરાની સામે લડી ને યશસ્વી બનીને હવે આપણું ભારત ભૌતિક તેમજ આધ્યાત્મિક ઉન્નતિના માર્ગ પર નિશ્ચિત રૂપે આગળ વધી રહ્યું છે એનો સંકેત આપનારા ઘટનાઓના આપણે સહુ સૌભાગ્યશાળી સાક્ષીઓ છીએ.

સંપૂર્ણ વિશ્વ ને પોતાના જીવન થી અહિંસા, જીવદયા તેમજ સદાચાર શીખવવા વાળા, સત્પથ આપનારા શ્રી મહાવીર સ્વામી નો 2550 મું નિર્વાણ વર્ષ, વિદેશીઓના 350 વર્ષના થોપાયેલા પરતંત્ર થી મુક્તિનો માર્ગ હિંદવી સ્વરાજની સ્થાપના તેમજ ન્યાયપૂર્ણ જનહિતકારી સંચાલન દ્વારા અનુભવ કરાવનાર છત્રપતિ શિવાજી મહારાજ ના રાજ્યાભિષેકનું 350 મું વર્ષ તેમજ અંગ્રેજો ના પરતંત્ર થી મુક્તિ મેળવવર્ણ દેશના જનમાનસ ને પોતાના “સ્વ” ના સ્વરૂપ નું સ્પષ્ટ તેમજ યથાતથ્ય દર્શન “સત્યાર્થ પ્રકાશ” દ્વારા કરાવનાર મહર્ષિ દયાનંદ સરસ્વતી નું 200 મું જન્મ જયંતિ વર્ષ આપણે સંપન્ન કરી રહ્યા છીએ.

આગામી વર્ષ આ પ્રકારે રાષ્ટ્રીય પુરુષાર્થ ની શાશ્વત પ્રેરણા બનેલી બે વિભૂતિયો નું સ્મરણ વર્ષ પણ છે. અસ્મિતા તેમજ સ્વતંત્રતા માટે બલિદાન આપવા વાળી, ઉધ્યમ, સાહસ, ધૈર્ય , બુદ્ધિ, શક્તિ તેમજ પરાક્રમ ની સાથે સાથે પોતાની પ્રશાસન કુશળતા તેમજ પ્રજાહિત દક્ષતા માટે આદર્શભૂત મહારાણી દુર્ગાવતી નું આ 500 મું જયંતિ વર્ષ છે. ભારતીય મહિલાઓના સર્વાંગીણ કર્તુત્વ , નેતૃત્વ ક્ષમતા, ઉજ્જવળશીલ તેમજ જાજવલ્ય દેશભક્તિના તેઓ દેદીપ્યમાન આદર્શ હતા.

એવી જ રીતે પોતાની પ્રજાહિત દક્ષતા તેમજ પ્રશાસન કુશળતાની સાથે , સામાજિક વિષમતાને જડમૂળ થી નિર્મૂલન માટે જીવનભર પોતાની સંપૂર્ણ શક્તિ લગાવનાર કોલ્હાપુર (મહારાષ્ટ્ર) ના શાસક છત્રપતિ શાહુજી મહારાજ નું આ 150 મુ જયંતિ વર્ષ છે.

દેશની સ્વતંત્રતા ની અલખ જેમણે પોતાના જીવનના યૌવનકાળ થી જગાવી, ગરીબો માટે અન્નદાન કાર્યક્રમ હેતુ પ્રગટાવેલો પહેલો ચૂલો તામિલનાડું માં આજે પણ પ્રદીપ્ત છે અને પોતાનું કામ કરી રહ્યો છે. એવા તામિલ સંત શ્રીમદ રામલિંગ વલ્લાર નું 200 મુ વર્ષ હમણાં આ જ મહિને જ સંપન્ન થયું. સ્વતંત્રતાની સાથે સાથે સમાજ ની આધ્યાત્મિક સાંસ્ક્રુતિક જાગૃતિ તથા સામાજિક વિષમતા ના સંપૂર્ણ નિર્મૂલન માટે જીવનભર કાર્ય કરતાં રહ્યા. આ પ્રેરણાસ્પદ વિભૂતિયોના જીવનનું સ્મરણ આપણને સૌને સ્વતંત્રતાના અમૃત મહોત્સવ ના સમાપન દિવસો માં સામાજિક સમતા, એકાત્મતા તેમજ પોતાના સ્વ ની રક્ષા નો સંદેશ પ્રાપ્ત થાય છે.

આપણાં સ્વ ને પોતાની ઓળખાણને સુરક્ષિત રાખવી એ મનુષ્યની સ્વાભાવિક ઈચ્છા તેમજ પ્રયત્ન રહે છે. જડપથી પરસ્પર પાસે આવી રહેલા વિશ્વમાં આજકાલ આ ચિંતા વધી રહી છે. સંપૂર્ણ વિશ્વને એક જ રંગમાં રંગવાનો, એકરૂપતા લાવવાનો પ્રયાસ હજુ સીધો સફળ નથી રહ્યો, અને આગળ પણ સફળ નથી રહેવાનો. ભારત ની ઓળખ ને, હિન્દુ સમાજની અસ્મિતા ને બનાવી રાખવી એ વિચાર સ્વાભાવિક તો છે જ. આજ ના વિશ્વ ની વર્તમાન કાલીન સમસ્યાની આવશ્યકતા પૂરી કરવા માટે, પોતાના સ્વયંના મૂલ્યો પર આધારિત, કાળસુસંગત, નવા રૂપરંગ સાથે ભારત ઊભું થાય એવી વિશ્વ ની અપેક્ષા પણ છે. મત સંપ્રદાયોને લઈ ને ઉત્પન્ન થયેલ કટ્ટરતા, અહંકાર તેમજ ઉન્માદ ને વિશ્વ સહન કરી રહ્યું છે. સ્વાર્થોના ટકરાવ તેમજ અતિવાદિતા ને કારણે ઉત્પન્ન થયેલા યુક્રેન અથવા ગાઝાપટ્ટી ના યુદ્ધ જેવા ક્લેશોનું કોઈ નિદાન નથી દેખાઈ રહ્યું.

પ્રકૃતિ વિરુદ્ધ જીવન શૈલી, સ્વચ્છનદતા તેમજ અબાધિત ઉપભોગો ને કારણે નવી નવી શારીરિક તેમજ માનસિક બીમારીઓ ઉત્પન્ન થઈ રહી છે. વિકૃતિયો અને અપરાધ વધી રહ્યા છે. આત્યંતિક વ્યક્તિવાદ ને કારણે પરિવાર તૂટી રહ્યા છે. પ્રકૃતિના અમર્યાદ શોષણ થી પ્રદૂષણ, વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ, ઋતુક્રમમાં અસંતુલન તેમજ તેના દ્વારા ઉત્પન્ન પ્રાકૃતિક દુર્ઘટનાઓ વધી રહી છે. આતંકવાદ, શોષણ તેમજ અધિસત્તાવાદને ખુલ્લુ મેદાન મળી રહ્યું છે. આવી અધૂરી દ્રષ્ટિને લઈને વિશ્વ આ સમસ્યાઓ નો સામનો નહીં કરી શકે એ સ્પષ્ટ થઈ ગયું છે. એટલે આપણાં સનાતન મૂલ્યો તેમજ સંસ્કાર પર આધારિત ભારત પોતાના ઉદાહરણ થી વાસ્તવિક સુખ-શાંતિ નો નવપથ વિશ્વ ને બતાવે એ અપેક્ષા વિશ્વ માં જાગી છે.

આ પરિસ્થિતિઓ નો એક દાખલો ભારત વર્ષ માં આપણી સામે વિદ્યમાન છે. જેમ કે વર્તમાન માં જ હિમાલય ક્ષેત્ર માં હિમાચલ તેમજ ઉત્તરાખંડ થી લઈ ને સિક્કિમ સુધી સતત પ્રાકૃતિક વિપદાઓ નો પ્રણાંતિક ખેલ આપણે જોઈ રહ્યા છીએ. ભવિષ્યમાં કોઈ ગંભીર તેમજ વ્યાપક સંકટનો પૂર્વાભાસ આ ઘટનાઓ દ્વારા થઈ રહ્યો છે એવી શંકાઑ ની ચર્ચા પણ થઈ રહી છે.

દેશ ની સીમા સુરક્ષા, જળ સુરક્ષા તેમજ પર્યાવરણીય સ્વાસ્થ્ય માટે ભારતની ઉત્તર સીમા ને નિશ્ચિંત કરી રહેલું આ મહત્વપૂર્ણ સ્થાન છે. કોઈ પણ કિમત પર સર્વથા એનું રક્ષણ જરૂરી છે. સુરક્ષા, પર્યાવરણ, જન સાંખ્યકી તેમજ વિકાસની દ્રષ્ટિ થી આ સમગ્ર ક્ષેત્ર ને એક ઇકાઈ માનીને હિમાલય ક્ષેત્ર નો વિચાર કરવો પડશે. આ પ્રકૃતિરમ્ય ક્ષેત્ર ભૂગર્ભ શાસ્ત્રીઓ ની દ્રષ્ટિથી નવું ક્ષેત્રછે એટલે અસ્થિર પણ છે. એના ભૂપૃષ્ઠ, ભૂગર્ભ, જૈવ વિવિધતા તેમજ જળ સંપદાની વિશેષતા ને જાણ્યા વગર વિકાસની મનમાની યોજનાઓ ક્રિયાન્વિત કરાઇ છે. આના ફળ સ્વરૂપ આ ક્ષેત્ર, તેમજ એના કારણે સમગ્ર દેશ સંકટના સંકેત મળી રહ્યા છે. આપણે બધા જાણીએ છીએ કે ભારત સહિત પૂર્વ તેમજ દક્ષિણ પૂર્વ એશિયાના બધા જ ક્ષેત્રો ને પાણી પૂરું પાડવાવાળું આ જ ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં જ ભારતની ઉત્તર સીમા પર ચીનની હાજરી ઘણા વર્ષોથી છે. એટલે આ ક્ષેત્રનું વિશિષ્ટ ભૂગર્ભશાસ્ત્રીય, સામરિક તેમજ ભૂરાજકીય મહત્વ છે. એનું ધ્યાન રાખીને આ વિસ્તાર નો અલગ દ્રષ્ટિ થી વિચાર કરવો પડશે.

જો કે આ ઘટનાઓ હિમાલય ક્ષેત્રમાં અધિક બની રહી છે, પણ સમગ્ર દેશ માટે એનો સંકેત સ્પષ્ટ રીતે ધ્યાન માં આવે છે. અધૂરી, જડવાદી તેમજ પરાકોટિ ની ઉપભોગવાદી દૃષ્ટિ પર આધારિત વિકાસ કર્યોના કારણે, માનવતા તેમજ પ્રકૃતિ ધીરે ધીરે પરંતુ નિશ્ચિત રૂપ થી વિનાશની તરફ વધી રહ્યા છે. સંપૂર્ણ વિશ્વમાં આની ચિંતા વધી રહી છે. આવા અસફળ પ્રયોગોનો ત્યાગ કરીને અથવા ધીરે ધીરે પાછા ફરી ને ભારતીય મૂલ્યો પર તેમજ ભારતની સમગ્ર એકાત્મ દ્રષ્ટિ પર આધારિત, કાળ સુસંગત તેમજ અધ્યતન, પોતાનો અલગ વિકાસ પથ ભારતે સ્વયમે જ બનાવવો પડશે. આ ભારત માટે સર્વથા ઉપયુક્ત તેમજ વિશ્વ માટે પણ અનુકરણીય બની શકશે. ઘસાઈ ગયેલ અસફળ માર્ગ પર ચાલ્યા કરવાની, અંધાનુકરણ તેમજ જડતા તેમજ પુસ્તકીય નિષ્ઠતાની પ્રવૃતિ ને છોડવી પડશે. ઉપનિવેશિક માનસિકતાથી મુક્ત બની ને, વિશ્વ પાસે થી જે દેશાનુકૂળ છે એ જ લેવું પડશે. આપણાં દેશમાં છે એને યુગાનુકૂળ બનાવી ને, આપણે સ્વ આધારિત સ્વદેશી વિકાસ પથ અપનાવીએ, એ સમયની આવશ્યકતા છે.

આ દૃષ્ટિ થી કેટલાક નીતિગત પરીવર્તન પાછલા સમયમાં થયા છે એ ધ્યાનમાં આવે છે. સમાજમાં પણ કૃષિ, ઉદ્યોગ તેમજ વ્યાપાર, તેના સંબંધિત સેવાઓના ક્ષેત્રમાં, સહકારિતા તેમજ સ્વરોજગારના ક્ષેત્રોમાં નવા સફળ પ્રયોગોની સંખ્યામાં નિરંતર વૃદ્ધિ થઈ રહી છે. પરંતુ પ્રશાસનના ક્ષેત્રોમાં, બધાજ ક્ષેત્રોમાં ચિંતન કરવા વાળા તેમજ દિશા આપવા વાળા બુદ્ધિશાળી લોકોમાં, આ પ્રકારની જાગૃતિની વધારે આવશ્યકતા છે. શાસનની સ્વ આધારિત યુગાનુકૂલ નીતિ, પ્રશાસનની તાત્કાલિક, સુસંગત તેમજ લોકઉપયોગી કર્યો તથા સમાજનો મન, વચન, કર્મથી સહયોગ, તેમજ સમર્થન જ દેશ ને પરીવર્તનની દિશામાં આગળ વધારશે.

પણ આવું ના બને, સમાજની સામુહિકતાવેરવિખેર થઈ ભાગલા પડે, આવા પ્રયાસો વધી રહ્યા છે. પોતાના અજ્ઞાન, અવિવેક, પરસ્પર અવિશ્વાસ અથવા અસાવધાની ને કારણે સમાજ માં ક્યાંક ક્યાંક આવા અપ્રત્યાશીત બનાવો તેમજ વિભાજન વધતું જઇ રહી હોય એવું દેખાઈ રહ્યું છે. ભારતનું ઉત્થાન અને એનું પ્રયોજન વિશ્વ કલ્યાણ જ રહ્યું છે. પરંતુ આના કારણે સ્વાર્થી, ભેદભાવપૂર્ણ અને છલ કપટ ના આધાર પર પોતાના સ્વાર્થની સાધના કરવા વાળી શક્તિઓનો વિરોધ પણ નિરંતર ચાલતો હોય છે. જો કે આ શક્તિઓ કોઈ ને કોઈ વિચારધારાનું આવરણ ઓઢી લે છે, કોઈ લોભાવનારી ઘોષણા અથવા લક્ષ્ય માટે કાર્યરત બનવાનો ડહોળ રચે છે, એમના વાસ્તવિક ઉદ્દેશ કઇંક જુદા જ હોય છે. પ્રમાણિક્તા તેમજ નિસ્વાર્થ બુદ્ધિ થી કામ કરવા વાળા લોકો કોઈ પણ વિચારધારા ના હોય, કોઈપણ પ્રકાર નું કામ કરતાં હોય એમના માટે આવા વિઘ્નકારી લોકો બાધા જ બને છે.

આજકાલ આવી સર્વભક્ષી શક્તિના લોકો પોતાને સાંસ્ક્રુતિક માર્ક્સવાદી અથવા વોક (WOKE) અર્થાત જાગ્રત થયેલા લોકો કહે છે. પરંતુ માર્કસને પણ આ લોકો 1920 માં જ ભૂલી ગયા છે. વિશ્વની બધી જ સુવ્યવસ્થા, માંગલ્ય, સંસ્કાર તેમજ સંયમનો આ લોકો વિરોધ કરે છે. થોડાક લોકોનું નિયંત્રણ સમગ્ર માનવ જાત પર રહે એટલા માટે અરાજકતા તેમજ સ્વછંદતાનો પ્રચાર પ્રસાર તેઓ કરે છે. વિવિધ માધ્યમો તેમજ એકાદમીઓ ને હાથમાં લઈ ને દેશોની શિક્ષા, સંસ્કાર, રાજનીતિ તેમજ સામાજિક વાતાવરણ ને ભ્રમ અને ભ્રષ્ટતા નો શિકાર બનાવવું એ એમની કાર્યશૈલી છે. આવા વાતાવરણમાં અસત્ય, વિરોધ તેમજ અતિશયોક્તિપૂર્ણ વાતો દ્વારા ભય, ભ્રમ, તેમજ દ્વેષ સરળતા થી ફેલાય છે. પરસ્પર ઝગડાઓમાં લગાવીને મુંજવણ તેમજ દુર્બલતામાં ફસાયેલો તેમજ તૂટેલો સમાજ, સ્વયંભુ જ આવા લોકોની વિધ્વંસકારી શક્તિઓનો ભોગ બની જાય છે. આપણી પરંપરામાં આ પ્રકારે કોઈ રાષ્ટ્રની જનતામાં અનાસ્થા, દિગભ્રમ તેમજ પરસ્પર દ્વેષ ઉત્પન્ન કરવાવાળી કાર્યપ્રણાલી ને મંત્ર વિપ્લવ કહે છે.

દેશમાં રાજનૈતિક સ્વાર્થોને કારણે રાજનૈતિક પ્રતિસ્પર્ધીઓ ને પરાજિત કરવા માટે આવી અવાંછિત શક્તિઓ ની સાથે ગઠબંધન કરવાનો અવિવેક છે. સમાજ પહેલાથી જ આત્મવિસ્મૃત બની અનેક પ્રકારના ભેદોથી નબળો બની, સ્વાર્થોની જીવલેણ પ્રતિસ્પર્ધા, ઈર્ષ્યા તેમજ દ્વેષમાં ફસાયેલો છે. એટલે આવી આસુરી શક્તિઓ ને સમાજ કે રાષ્ટ્રને તોડવા ઇચ્છનારી બહારની શક્તિઓનો પણ ટેકો મળતો રહે છે.

મણિપુરની વર્તમાન સ્થિતિ ને દેખીએ છીએ તો આ વાત ધ્યાનમાં આવે છે. લગભગ એક દશક થી શાંત મણીપુરમાં અચાનક આ આપસી વૈમનસ્ય ની આગ કેવી રીતે લાગી ? શું હિંસા કરવા વાળા લોકોમાં સીમાપાર ના અતિવાદી લોકો પણ હતા ? પોતાના ભવિષ્ય માટે આશંકિત મણીપુરના મૈતેયી સમાજ તેમજ કુકી સમાજ ના આપસી સંઘર્ષને સાંપ્રદાયિક રૂપ આપવાનો પ્રયાસ કેમ અને કોના દ્વારા થયો ? વર્ષોથી ત્યાં બધાની સમદૃષ્ટિ થી સેવા કરવામાં લાગેલા સંઘ જેવા સંગઠનને વગર કારણે સંડોવાનો પ્રયાસ કરવામાં કોનો નિહિત સ્વાર્થ છે? આ સીમાક્ષેત્રમાં નાગાભૂમિ તેમજ મિઝોરમની વચ્ચે સ્થિત મણીપુરમાં આવી અશાંત તેમજ અસ્થિરતાનો લાભ પ્રાપ્ત કરવામાં કઈ વિદેશી સત્તાઓને રૂચી હોઈ શકે છે ? શું આ ઘટનાઓનું કારણ દક્ષિણ પૂર્વ એશિયાની ભૂ-રાજનીતિ ની કોઈ ભૂમિકા છે ? દેશમાં મજબૂત સરકાર હોવા છતાં આ હિંસા કોના સમર્થનથી આટલા દિવસ ચાલતી રહી છે ? ગયા 9 વર્ષ થી ચાલી આવેલી શાંતિ ને સાચવી રાખવા ઇચ્છતી સરકાર હોવા છતા પણ આ હિંસા કેમ ભડકી અને ચાલી રહી છે ? આજની સ્થિતિમાં જ્યારે બન્ને સંઘર્ષરત પક્ષના લોકો શાંતિ ઇચ્છી રહ્યા છે ત્યારે એ દિશામાં કોઈ સકારાત્મક પગલું ભરાતા જ કોઈ ઘટના કરાવી ને ફરી થી દ્વેષ તેમજ હિંસા ભડકાવનારી તાકાતો કઈ છે ? આ સમસ્યાના સમાધાન હેતુ બહુઆયામી પ્રયત્નોની આવશ્યકતા રહેશે. આ હેતુંથી જ્યાં રાજનૈતિક ઈચ્છાશક્તિ, તેનાઅનુરૂપ સક્રિયતા, તેમજ કુશળતા સમયની માંગ છે. એની સાથે સાથે દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતી ને કારણે ઉત્પન્ન પરસ્પર અવિશ્વાસની ભાવનાને દૂર કરવા સમાજ ના પ્રબુદ્ધ નેતૃત્વ એ પણ વિશેષ ભૂમિકા ભજવવી પડશે. સંઘના સ્વયંસેવક તો સમાજના સ્તર પર નિરંતર બધાની સેવા તેમજ રાહત કાર્યો કરતા કરતા, સમાજની સજ્જન શક્તિનું શાંતિ માટે આહ્વાન કરી રહ્યા છે. બધાને પોતાના માની, સમજાવીને, સુરક્ષિત, વ્યવસ્થિત સદભાવનાથી પરિપૂર્ણ અને પરિસ્થિતિને શાંત રાખવા સંઘનો પ્રયાસ રહે છે. આ ભયંકર તેમજ ચિંતિત કરવાવાળી પરિસ્થિતીમાં પણ ઠંડા દિમાગે અમારા કાર્યકર્તાઓ એ જે પ્રકારે ત્યાં બધાની સંભાળ લેવાનો પ્રયાસ કર્યા એના પર અને એ કરવાવાળા સ્વયંસેવકો પર અમને ગર્વ છે.

આ અશાંતિનો સાચો જવાબ તો સમાજ ની એકતા થી જ પ્રાપ્ત થવાનો છે. દરેક પરિસ્થિતીમાં આ એકતાનું ભાન જ સમાજના વિવેક ને જાગૃત કરવાવાળી વસ્તુ છે ? સંવિધાન માં આ ભાવનાત્મક એકતાની પ્રાપ્તિ, એક માર્ગદર્શક તત્વના તરીકે ઉલ્લેખિત છે. દરેક દેશમાં આ એકતાના ભાવને નિર્માણ કરવાવાળા દેશ પ્રમાણે અલગ અલગ રહેતા હોય છે. ક્યાંક એ દેશની ભાષા, ક્યાંક એ દેશના નિવાસીઓનો સમાન વિશ્વાસ કે સમાન પુજા, ક્યાંક બધાનો સમાન વ્યાપારિક સ્વાર્થ, ક્યાંક એક મજબૂત કેન્દ્રીય સત્તા બંધન દેશના લોકો ને એક સૂત્રમાં બાંધી ને રાખે છે. પરંતુ માનવ નિર્મિત કૃત્રિમ આધારો અથવા સમાન સ્વાર્થના આધાર પર બનેલી એકતાની દોરી ટકાઉ નથી હોતી. આપણાં દેશમાં તો એટલી વિવિધતા છે કે આપણા દેશ ને દેશને નાતે સમજવામાં પણ લોકો ને સમય લાગે છે. પરંતુ આપણો દેશ એક રાષ્ટ્ર ને નાતે, એક સમાજ ને નાતે, વિશ્વ ના ઇતિહાસ ના બધા જ ઉતાર ચઢાવ પાર કરી આજ પણ પોતાના ભૂતકાળના સૂત્ર થી અવિભાજિત સંપર્ક બનાવી રાખી જીવિત ઊભો છે.

“યૂનાન મિશ્ર રોમા સબ મીટ ગયે જહાઁ સે, અબ તક મગર બાકી હૈ નામો નિશાં હમારા”
કુછ બાત હૈ કી હસ્તી મીટતી નહીં હમારી, સદીયો રહા હૈ દુશ્મન દૌરે જહાઁ હમારા “

ભારત ના બહારના લોકોની બુદ્ધિ ચકિત થઈ જાય, પરંતુ મન આકર્ષિત થઈ જાય એવી એકતાની પરંપરા આપણને વારસામાં મળી છે. એનું રહસ્ય શું છે ? નિ:સંશય એ આપણી સર્વ સમાવેશક સંસ્કૃતિ છે. પુજા, પરંપરા, ભાષા, પ્રાંત, જાત પાત વિગેરે ભેદો થી ઉપર ઉઠીને, આપણાં કુટુંબથી સંપૂર્ણ વિશ્વ કુટુંબ સુધી, આત્મીયતાને વધારવા વાળું આચરણ અને જીવન જીવવાની રીત છે. આપણાં પૂર્વજો એ અસ્તિત્વની એકતા ના સત્યનો સાક્ષાત્કાર કર્યો. એના ફળસ્વરૂપ શરીર, મન બુદ્ધિ ની એક સાથે ઉન્નતિ કરતાં ત્રણેય ને સુખ આપવા વાળા, અર્થ, કામને સાથે રાખી મોક્ષની તરફ અગ્રેસર કરવા વાળું ધર્મ તત્વથી તેઓ અવગત થયા. આ પ્રતીતિ ને આધારે એમણે ધર્મ તત્વ ને ચાર શાશ્વત મૂલ્યો ( સત્ય, કરુણા, શુચિતા તેમજ તપસ) ને આચરણ માં ઉતારવા વાળી સંસ્કૃતિનો વિકાસ કર્યો. ચારેબાજુ થી સુરક્ષિત તેમજ સમૃદ્ધ આપણી માતૃભૂમિના અન્ન, જળ, વાયુ ના કારણે જ આ સંભવ બન્યું છે. એટલે આપણી માતૃભૂમિને આપણાં સંસ્કારોની અધિષ્ઠાત્રી માતા માની ને એની ભક્તિ કરીએ છીએ. હાલમાં જ સ્વતંત્રતાના 75 વર્ષ નિમિતે આપણે સ્વતંત્રતા સંગ્રામના મહાપુરુષોનું સ્મરણ કર્યું. આપણાં ધર્મ, સંસ્કૃતિ સમાજ તેમજ દેશની રક્ષા, સમય સમય પર એમાં આવશ્યક સુધાર તેમજ એના વૈભવનું સંવર્ધન જે મહાપુરુષોના કારણે થયું, એ આપણાં મહાન પૂર્વજ આપણાં સૌના ગૌરવનિધાન છે તેમજ અનુકરણીય છે. આપણાં દેશમાં વિધ્યમાન બધી જ ભાષા, પ્રાંત, પંથ , સંપ્રદાય , જાતિ , ઉપજાતિ ઈત્યાદી વિવિધતાઓ ને એકસૂત્ર માં બાંધી એક રાષ્ટ્ર ના રૂપ માં કરવા વાળા આ ત્રણ તત્વ ( માતૃભૂમિ ની ભક્તિ, પૂર્વજ ગૌરવ તેમજ બધાની સમાન સંસ્કૃતિ) આપણી એકતાના નો ન તૂટે એવું સૂત્ર છે.

સમાજ ની સ્થાયી એકતા પોતિકાપણા માં થી નીકળે છે. સ્વાર્થના સોદાઓ થી નહીં .આપણો સમાજ બહુ મોટો છે. બહુ વિવિધતાઓ થી ભરેલો છે. કાળક્રમે વિદેશની કેટલીક આક્રમક પરંપરાઓ પણ આપણાં દેશમાં પ્રવેશ કરી ગઈ છે. છતાં પણ આપણો સમાજ આ ત્રણ વાતોના આધારે એક સમાજ બની ને રહ્યો છે. એટલે જ્યારે પણ એકતાની ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે એ ધ્યાન રાખવું પડશે કે આ એકતા કોઈ લાલચના કારણે નહી બને. જબરદસ્તી આવી એકતા બનાવીશું તો વારંવાર બગડશે. આજના વાતાવરણમાં સમાજમાં ક્લેશ ફેલાવવાના ચાલી રહેલા પ્રયાસોને ધ્યાનમાં લઈ ને બહુ લોકો સ્વાભાવિક રૂપ થી ચિંતિત રહે છે, મળતા રહે છે. પોતાને હિન્દુ કહેવડાવનાર સજ્જન પણ મળે છે, જેમને એમની પુજાને કારણે મુસલમાન કે ઈસાઈ કહેવાય છે એવા લોકો પણ મળે છે. એમની માન્યતા છે કે ઉપદ્રવ, લડાઈ જગડા અને કિતાન (એક લિપિ – અહી ભાષા) ને છોડી ને સુલહ, સલામતી અને શાંતિ પર ચાલવું એ જ શ્રેષ્ઠતા છે. આ ચર્ચાઓમાં ધ્યાનમાં રાખવા વાળી પહેલી વાત એ છે કે સંયોગ થી એક ભૂમિમાં એકત્ર વિભિન્ન સમુદાયો ને એક થવાની વાત નથી. આપણે સમાન પૂર્વજોના વંશજ, એક માતૃભૂમિ ની સંતાન, એક સંસ્કૃતિ ના વારસદાર, પરસ્પર એકતાને ભૂલી ગયા. આપણાં આ એકત્વ ને સમજી ને એના આધાર પર આપણે ફરી થી જોડાઇ જવાનું છે.

શું આપણી આપસ માં કોઈ સમસ્યા નથી ? શું આપણી વિકાસ માટે કોઈ આવશ્યકતા, અપેક્ષા નથી ? શું વિકાસ ને પામવા માટે આપણી આપસમાં સ્પર્ધા નથી ચાલતી ? શું આપણાં માં બધા જ લોકો મન, વચન, કર્મ થી આ એકાત્મ સૂત્રો ને માની ને વ્યવહાર કરી છીએ ? બધા જાણે છે કે બધા આવું નથી કરતાં. પરંતુ આવું થવું જોઈએ એવી ઈચ્છા રાખવા વાળાઑ એવું કહી ને નહીં ચલાવી શકે કે પહેલા સમસ્યા સમાપ્ત થાય, પહેલા પ્રશ્નો નું સમાધાન થાય એ પછી અમે એકતા ની વાતો પર ધ્યાન આપીશું . આપણે બધા એ એ સમજવું પડશે કે આપણે પોતિકાપણાની દ્રષ્ટિ અપનાવી ને વ્યવહાર પ્રારંભ કરીશું તો એના દ્વારા જ સમસ્યાઓ નું સમાધાન નીકળશે. આમ તેમ બનતી ઘટનાઓ થી વિચલિત ના બની ને, શાંતિ તેમજ સંયમ થી કામ લેવું પડશે. સમસ્યાઓ વાસ્તવિક છે પરંતુ એ કેવળ એક જાતીવર્ગ માટે ની નથી . એને ઉકેલવાના પ્રયાસોની સાથે સાથે આત્મીયતા તેમજ એકાત્મતાની માનસિકતા પણ બનાવવી પડશે. પીડિતપણા ની માનસિકતા, એક બીજા ને અવિશ્વાસની દ્રષ્ટિએ જોવા અથવા રાજનૈતિક વર્ચસ્વના દાવપેચથી અલગ થઈને ચાલવું પડશે. આવા કાર્યો માં રાજનીતિ બાધક બનતી હોય છે. આ કોઈ શરણાગતિ કે મજબૂરી નથી. યુદ્ધરત બે પક્ષો નો યુદ્ધ વિરામ પણ નથી. ભારત ની બધી જ વિવિધતાઓ માં પરસ્પર એકતા ના જે સૂત્રો વિધ્યમાન છે, એ સૂત્રો ના પોતિકાપણા ની આ પુકાર છે. આપણાં સ્વતંત્ર ભારતનું 75 મુ વર્ષ ચાલી રહ્યું છે. આ સંવિધાન આપણ ને આ દિશા જ દેખાડે છે. પૂજ્ય ડોં બાબાસાહેબ આંબેડકરજી દ્વારા સંવિધાન પ્રદત્ત કરતાં સમયે સંવિધાન સભામાં જે બે ભાષણ આપ્યા હતા એનું ધ્યાન કરીશું તો આ જ સાર સમજ માં આવે છે.

આ એકાએક થવા વાળું કામ નથી. જૂના સંઘર્ષો ની કટુ સ્મૃતિઓ હજુ પણ સામૂહિક મનમાં છે. વિભાજનની દારુણ વિભીષિકાનો ઘાવ બહુ જ ઊંડો છે. એની ક્રિયા પ્રતિક્રિયા ને કારણે જે ક્ષોભ મનમાં ઉત્પન્ન થાય છે એનું વૈમનસ્ય વાણી અને વયવહારમાં પ્રગટ થાય છે. એક બીજાની વસ્તીઓમાં ઘર ન મળવા થી લઈને, એક બીજા પ્રત્યે ઊંચ નીચનો, તિરસ્કારના વ્યવહાર થવા સુધીનો કટુ અનુભવ છે. હિંસા, તોફાનો, પ્રતાડના વગેરે ઘટનાઓ નો દોષ એક બીજા પર નાખવાના પ્રસંગો પણ બને છે. કેટલાક લોકો એ જે કર્યું, એ સમગ્ર સમજે કર્યું છે એમ માની ને વાણી તેમજ વિચાર સ્વછંદતા છોડી જાય છે. આહવાહન, પ્રતિ આહવાહન આપવા લાગે છે. જે ઉશ્કેરવા નું કામ કરે છે.

આપણને લડાવી ને દેશ ને તોડવા વાળી તાકાતો પણ એનો પૂરો લાભ ઉઠાવે છે. દેખતા દેખતા નાની ઘટના ને મોટું સ્વરૂપ આપી ને પ્રચારિત કરવામાં આવે છે. દેશ વિદેશ થી ચિંતા વ્યક્ત કરવા વાળા અને ચેતવણી આપવા વાળા ભાષણો કરાવાય છે. હિંસા ભડકવવા વાળી “ટૂલ કીટ” સક્રિય બની જાય છે અને પરસ્પર અવિશ્વાસ અને દ્વેષને વધારાય છે.

સમાજમાં સામંજસ્ય ઇચ્છતા બધાજ લોકો એ આ ખતરનાક ખેલો ની માયાજાળ થી બચવું પડશે. આ બધી જ સમસ્યાઓ નું નિદાન ધીરે ધીરે જ નીકળશે. એના માટે દેશમાં વિશ્વાસ અને સૌહાર્દનું વાતાવરણ બનવું એ પૂર્વ શર્ત છે. પોતાના મનને સ્થિર રાખી, વિશ્વાસ રાખી પરસ્પર સંવાદ વધે, પરસ્પર સમજદારી વધે, પરસ્પર શ્રદ્ધા ઓનું સન્માન ઉત્પન્ન થાય અને બધાનો મનમેળ વધતો જાય. આ પ્રકારે પોતાના મન કર્મ વચન ને રાખી ને ચાલવું પડશે. પ્રચાર કે ધારણાઓ થી નહીં, વસ્તુ સ્થિતિ થી કામ લેવું પડશે. ધૈર્યપૂર્વક, સંયમ તેમજ સહનશીલતાની સાથે, પોતાની વાણી તેમજ કૃતિની અતિવાદિતા, ક્રોધ તેમજ ભય ને છોડી ને દ્રઢતા પૂર્વક, સંકલ્પબદ્ધ બની, લાંબા સમય સુધી સતત પ્રયાસ કરતાં રહેવાની અનિવાર્યતા છે. શુદ્ધ મનથી કરેલા સત સંકલ્પ ત્યારે જ પૂર્ણ થાય છે.

દરેક પરિસ્થિતિમાં, ગમે તેટલી ઉશ્કેરણી થાય, કાયદો સુવ્યવસ્થા, નાગરિક અનુશાસન તેમજ સંવિધાનનું પાલન કરી ને ચાલતા રહેવું અનિવાર્ય છે. સ્વતંત્ર દેશ માં આ જ વ્યવહાર દેશભક્તિ ની અભિવ્યક્તિ માનવા માં આવે છે. માધ્યમોનો ઉપયોગ કરી ને કરાઇ રહેલા ભડકાઉ અપ-પ્રચારમાં તેમજ એના ફળસ્વરૂપ ઉત્પન્ન થવા વાળી આરોપ પ્રત્યારોપો ની પ્રતિસ્પર્ધામાં નહી ફસાવવું, માધ્યમો નો ઉપયોગ સમાજ માં સત્ય તેમજ આત્મીયતા નો પ્રસાર કરવા માટે થાય. હિંસા તેમજ ગુંડાગરદીનો સાચો ઉપાય સંગઠિત બળ સંપન્ન સમાજ નો કાયદો તેમજ સુવ્યવસ્થાની રક્ષા કરવા માં પહેલ કરતાં શાસન – પ્રશાસન ને ઉચિત સહયોગ આપવો એ જ છે.

આવનાર વર્ષ 2024 માં લોકસભા ની ચૂટણી છે. ચુટણી ના દાવપેચોમાં ભાવનાઓ ને ભડકાવી મતોનો પાક ઉતારવાના પ્રયાસો અપેક્ષિત નથી પરંતુ થતા રહે છે. સમાજ ને વિભાજિત કરવા વાળી આવી વાતો થી આપણે બચવું. મતદાન કરવું એ દરેક નાગરિકનું કર્તવ્ય છે. એનું અવશ્ય પાલન કરવું. દેશ ની એકાત્મ્તા, અખંડતા, અસ્મિતા તેમજ વિકાસના મુદ્દાઓ પર વિચાર કરી ને પોતાનો મત આપે.

વર્ષ 2025 થી 2026 નું વર્ષ સંઘ ને સો વર્ષ પૂરા થયા નું વર્ષ છે. ઉપર નિર્દિષ્ટ બધી જ વાતોમાં સંઘ ના સ્વયંસેવકો ત્યારે પોતાના કદમ આગળ વધારશે, એની સિદ્ધતા કરી રહ્યા છે. સમાજના આચરણમાં, ઉચ્ચારણ માં સંપૂર્ણ સમાજ અને દેશના પ્રત્યે પોતાનાપણા ની ભાવના પ્રગટ થાય. મંદિર, પાણી અને સ્મશાનમાં ક્યાય ભેદભાવ બાકી હોય તો સમાપ્ત થાય. પરિવારના બધા જ સભ્યોમાં નિત્ય મંગળ સંવાદ, સંસ્કારિત વ્યવહાર તેમજ સંવેદનશીલતા બનેલી રહે, વધતી રહે તેમજ એમના દ્વારા સમાજની સેવા થતી રહે. સૃષ્ટિ સાથેના સંબંધોનું આચરણ પોતાના ઘરમાં પાણી બચાવી, પ્લાસ્ટિક હટાવી તેમજ ઘર આંગણે તેમજ ઘરની આસપાસ હરિયાળી વધારીને થાય. સ્વદેશી ના આચરણ થી સ્વ-નિર્ભરતા તેમજ સ્વાવલંબન વધે. ખોટા ખર્ચાઓ બધ થાય. દેશમાં રોજગાર વધે, દેશનો પૈસો દેશના જ કામમાં આવે. એટલે સ્વદેશીનું પણ આચરણ ઘર થી પ્રારંભ કરવું જોઈએ. કાયદો વ્યવસ્થા તેમજ નાગરિકતાના નિયમો નું પાલન થાય તેમજ સમાજમાં પરસ્પર સદભાવ તેમજ સહયોગની પ્રવૃતિ સર્વત્ર વ્યાપ્ત થાય. આ પાંચ આચરણાત્મક વાતો થાય એ બધા જ લોકો ઈચ્છે છે. પરંતુ નાની નાની વાતોથી પ્રારંભ કરીને એના અભ્યાસ દ્વારા આ આચરણ ને પોતાના સ્વભાવમાં લાવવાનો સતત પ્રયાસ આવશ્યક છે. સંઘના સ્વયંસેવકો આવનાર દિવસોમાં સમાજ ના અભાવગ્રસ્ત બંધુઓની સેવા કરવાની સાથે -સાથે, આ પાંચ પ્રકાર ની સામાજિક પહેલોનું આચરણ સ્વયં કરતાં સમાજ ને પણ એમાં સહભાગી તેમજ સહયોગી બનાવવાનો પ્રયાસ કરશે. સમાજ હિત માં શાસન, પ્રશાસન તેમજ સમાજ ની સજ્જન શક્તિઓ જે કરી રહી છે, અથવા કરવા માગે છે એમાં સંઘ ના સ્વયંસેવકો નું યોગદાન નિત્યાનુંસાર ચાલતું જ રહેશે.

સમાજ ની એકતા, સજગતા, તેમજ બધી જ દિશાઓમાં નિસ્વાર્થ ઉદ્યમ, જનહિતકારી શાસન તેમજ જન ઉન્મુખ પ્રશાસન સ્વ ના અધિષ્ઠાન પર ઊભા રહી પરસ્પર સહયોગ પૂર્વક પ્રયાસરત રહે ત્યારે જ રાષ્ટ્ર બળ, વૈભવ સંપન્ન બને છે. બળ અને વૈભવથી સંપન્ન રાષ્ટ્રની પાસે જ્યારે આપણી સનાતન સંસ્કૃતિ જેવી બધા ને પોતાનું કુટુંબ માનવા વાળી, તમસ થી પ્રકાશની તરફ લઈ જવા વાળી, અસત થી સત ની તરફ આગળ વધારનારી તેમજ મર્ત્ય જીવન થી સાર્થકતા ના અમૃત જીવન ની તરફ લઈ જવા વાળી સંસ્કૃતિ હોય છે, ત્યારે એ રાષ્ટ્ર, વિશ્વનું ગુમાવેલું સંતુલન પાછું લાવીને વિશ્વને સુખશાંતિમય નવજીવન નું વરદાન આપે છે. સદ્યકાળ માં આપણાંરાષ્ટ્રના નવોત્થાન નું આજ પ્રયોજન છે.

Share

Related posts

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન ખાતે વેબિનારનું આયોજન કરાયું

gujaratjanekta

ઝાલોદ નગરમાં રામદેવપીર જયંતિ નિમિતે નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી

gujaratjanekta

ફતેપુરા અને સંજેલી તાલુકા નો રક્તદાન કેમ્પ સુખસર ખાતે યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial