Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

મહીસાગર જિલ્લા કલેકટરશ્નીની કેપ્ટનશીપમાં મતદાન જાગૃતિ માટે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ યોજાઈ રહી છે તો સાથે સાથે લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉત્સાહ પણ છવાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે જેમ ક્રિકેટમાં પ્રત્યેક રન અને વિકેટ કિંમતી છે તેમ લોકશાહીના પર્વ ચુંટણીમાં પ્રત્યેક મત કિંમતી છે માટે સ્વસ્થ લોકશાહી માટે મહત્તમ મતદાનના સંદેશ સાથે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર શ્રીમતી નેહાકુમારીની કેપ્ટનશીપમાં મતદાન જાગૃતિ માટે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સ્ટાફ ક્વાટર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટના પ્રારંભે મતદાર જાગૃતિ પ્રતિજ્ઞાનું વાંચન કરાયું હતું.

આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લા કલેકટર શ્રીમતી નેહાકુમારીની કલેકટર કચેરીની મહિલા ટીમ સામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ચંદ્રિકાબેન ભાભોરની ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી જેમાં કલેકટર ટીમનો વિજય થયો હતો. જિલ્લા તંત્રના અધિકારીઓ કર્મચારી અને પરિવારજનોની ઉપસ્થિતિમાં વિજેતા ટીમ, રનર્સ અપ ટીમ અને વિમેન ઓફ ધી મેચને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલ, અધિક નિવાસી કલેકટરશ્રી સી વી લટાએ ટ્રોફી આપી સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા.આ ટુર્નામેન્ટમાં જિલ્લા તંત્રના મહિલા અધિકારીઓ, કર્મચારીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની પૂર્ણતાએ જિલ્લા કલેકટરશ્રીએ તમામ સહયોગીઓને અભિનંદન પાઠવતા મતદાતાઓને પ્રત્યેક મતની કિંમત સમજાવી મતદાર જાગૃતિનો સંદેશ પ્રસરાવવા સૌના યોગદાનની અપીલ કરી હતી.

Share

Related posts

ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ચચાાસ્પદ રાયોટીંગના ગુન્હા મુખ્ય સુત્રધાર જાકીર અહેમદ જભા ને મહારાષ્ટ્ર રાજયના ભીવંડી ખાતેથી ઝડપી પાડતી પંચમહાલ-ગોધરા એલ.સી.બી/એસ.ઓ.જી. પોલીસ

gujaratjanekta

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારાઆદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના 74 મા જન્મદિન નિમિત્તે “યજ્ઞ અને યોગ” સાથે “દિવ્ય ઉજવણી” એમના દીર્ઘ આયુષ માટે ગાયત્રી યજ્ઞ નો આયોજન કરવામા આવ્યું

gujaratjanekta

ઝાલોદ નગરમાં ‘સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી’ નિમિત્તે “સ્વામી વિવેકાનંદ રમતોત્સવની ઉજવણી કરવામાં આવી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial