Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

હત્યારી માતાએ 3 વર્ષના દીકરાને પંખે લટકાવી પોતે પણ આપઘાત કરી લીધો, ઘટના પાછળનું કારણ જાણી રુંવાટા બેઠા થઈ જશે ! – જાણો વધુ

ડેનિયલ ગામિત – સુરત

સમાજમાં હત્યા અને આપઘાતની ઘટનાઓ ખૂબ જ બની રહી છે ત્યારે દિવસેને દિવસે આપઘાતની ઘટનાઓ વધી રહી છે. લોકો પોતાની નાની-નાની વાતોમાં કંટાળીને આપઘાતો કરી રહ્યા છે. પારિવારિક ઝઘડાઓને કારણે લોકો આજકાલ આપઘાતો કરીને પોતાની જિંદગી ટૂંકાવી રહ્યા છે. આજકાલ આવી ઘટનાઓ બનતા નિર્દોષ બાળકો પણ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.
હાલમાં એક આપઘાતની ઘટના સામે આવી હતી. જેમાં એક માતાએ પોતાના બાળકની હત્યા કરીને પોતે આપઘાત કરી લીધો. પ્રમુખ એપાર્ટમેન્ટમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં પતિ-પત્ની અને તેમના બંને સંતાનો રહેતા હતા. પતિનું નામ રાકેશ ઝાંઝમેરા હતું. તેમની પત્નીનું નામ યોગીતાબેન રાકેશભાઈ ઝાંઝમેરા હતું. તેમને સંતાનોમાં 2 બાળકો હતા. રાકેશભાઈ અને યોગીતાબેનના લગ્ન થયા તેને 11 વર્ષ થયા હતા. બંને લગ્ન બાદ પોતાનું પારિવારિક જીવન જીવી રહ્યા હતા.
યોગીતાબેનના નાના દીકરાનું નામ દેવાંગ હતું. જેની ઉંમર 3 વર્ષની હતી. રાકેશભાઈ કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરિવારમાં પતિ-પત્ની પહેલા ખૂબ જ સારી રીતે પોતાનું જીવન જીવી રહ્યા હતા પરંતુ છેલ્લા થોડા સમયથી પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસ ખૂબ જ વધી ગયો હતો. તેઓ વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા.
તે બંને વચ્ચે બાળકોને કારણે અવારનવાર ઝઘડાઓ થતા હતા. જેને કારણે યોગીતા બહેન ખૂબ જ કંટાળી ગયા હતા. તેઓ પ્રમુખ દર્શન એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા હતા. તેમનો મોટો દીકરો શાળાએ અભ્યાસ માટે ગયો હતો. રાકેશભાઈ પણ પોતાના કામ ધંધે જવા માટે સવારે નીકળ્યા હતા. ત્યારબાદ માતા અને તેમનો નાનો દીકરો જ ઘરે હતા.
તે સમયે યોગીતા બહેને પહેલા પોતાના 3 વર્ષનો દીકરો દેવાંગને દુપટ્ટાથી પંખે લટકાવી દીધો. ત્યારબાદ પોતે છતના હુક સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. ત્યારબાદ આસપાસના લોકોએ કોઈ કામ હોવાને કારણે યોગીતાબેનનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ ખવડાવવા છતાં પણ તેમણે દરવાજો ખોલ્યો ન હતો. જેને કારણે તેની આસપાસમાં રહેતા ભાઈને સૌપ્રથમ જાણ કરવામાં આવી હતી.
તેનો ભાઈ ઘરે પહોંચ્યો હતો કોઈ કામને લઈને અને વારંવાર દરવાજો ખખડાવ્યા છતાં પણ દરવાજો ખોલવામાં આવ્યો ન હતો. ભાઈને શંકા ગઈ હતી અને તેમણે દરવાજો તોડી નાખ્યો હતો. દરવાજો તોડવાની સાથે જ હોલમાં તેમની બહેન અને ભાણિયાને લટકતા જોઈને ભાઈ બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ આસપાસના લોકોએ તરત જ યોગીતાબેનના પતિ રાકેશભાઈને આ ઘટનાની જાણ કરી હતી.
રાકેશભાઈ પોતાના ઘરે પહોંચ્યા હતા. તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરી દેવામાં આવી હતી. જેને કારણે ચોક બજાર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. યોગીતાબેન તેમજ દેવાંગના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા. પોલીસ આસપાસના લોકો તેમજ યોગીતાબેનના પતિને પૂછપરછ કરી રહી હતી. આજકાલ માતા-પિતાના ઝગડાને કારણે નિર્દોષ બાળકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. હાલમાં આવી આપઘાતની ઘટના ખૂબ જ બની રહી છે.

Share

Related posts

શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ-વડોદરા એકલિંગજી પાટોત્સવ ધામધૂમથી ઉજવશે

gujaratjanekta

લીમડી મુકામે દાહોદ રોડ પર ભેંસો ચરાવવા ગયેલ ઈસમને બુલેટ પર આવેલ બે અજાણ્યા શખ્સો લુંટ કરી નાસી છુટયા

gujaratjanekta

દૂધસાગર ડેરીએ 40 જેટલા હંગામી કર્મચારી છૂટા કર્યા, તમામ કર્મચારીઓ રાજસ્થાનના અલગ અલગ પ્લાન્ટમાં ફરજ બજાવતા હતા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial