Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

મોરવા (હ) અને કાલોલ તાલુકાની શાળાઓમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

આજરોજ વન્ય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વન વિભાગ મોરવા (હ) તેમજ વન વિભાગ કાલોલ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ – ૨૦૨૩ અંતર્ગત શાળાઓમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં મોરવા (હ) વન વિભાગના RFO શ્રી પી.ડી દેસાઈ તેમજ તેમના સ્ટાફ દ્વારા વન્ય પ્રાણીઓ વિશે સમજણ આપવામાં આવી હતી જાં ૩૫ વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિધ્યાર્થીનીઓ દ્વારા નિબંધ સ્પર્ધામાં ખુબજ સારૂ પ્રદર્શન કરવામાં આવેલ હતુ. ઉતમ પ્રદર્શન કરનાર વિધ્યાર્થીનીઓને ૧ થી ૩ ક્રમ આપવામાં આવેલ હતા.

જેમાં પ્રથમ સ્થાન-પટેલ ભાવિકાબેન વિનોદભાઇ દ્વિતીય સ્થાન-પટેલ પ્રિયંકાબેન બુઘાભાઇ તથા તૃતીય સ્થાન – બારીઆ રવિનાબેન નરેશભાઇ પ્રાપ્ત કરેલ, વિજેતાઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલ છે.

જ્યારે કાલોલ વન વિભાગના સ્ટાફ દ્વારા વન્યજીવોને કેવી રીતના બચાવવા અને રક્ષણ કરવું અને વન્ય પ્રાણીઓ દ્વારા જો કોઈ નુકશાન થાય તો સરકાર દ્વારા આપવામાં આવતી વળતર વિશે પણ સવિશેષ માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં શાળાના બાળકો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો તથા પંચાયતના સરપંચ ગામના વડીલો પણ ઉપસ્થિત રહ્યા હતા.આમ વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે RFO શ્રી વાય.વી પૂવાર, ફોરેસ્ટર વિભાગના કર્મચારીઓ દ્રારા વન્ય પ્રાણીઓ વિશે સવિશેષ માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

Share

Related posts

વિધાનસભાની ચુંટણી નજીક આવતા ગોધરામાં પંચમહાલ કોંગ્રેસ માયનોરેટી વિભાગ દ્વારા નવા હોદ્દેદારોની વરણી – જાણો વધુ

gujaratjanekta

ફતેપુરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ (મોટા સોનેલા) ખાતે રંગારંગ વિન્ટર કાર્નિવલનું ભવ્ય આયોજન – જાણો વધુમા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial