Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સંદેશ આપતા સુંદર નાટકનુ આયોજન વિવિધ વિસ્તારોમાં કરવામાં આવ્યું

પંકજ પંડિત

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન હેઠળ આખા ભારત દેશમાં વિવિધ નાટકો, ભવાઈ તેમજ અલગ અલગ વિસ્તારોમા વિવિધ જાતના પ્રોગ્રામો કરી સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશનને સફળતા મળે તેમજ વધુમાં વધુ લોકો સ્વચ્છતા સંદેશ થકી વધુ જાગૃત બને તે માટે ઝાલોદ નગરપાલિકા પણ સતત પ્રયત્નો કરી રહેલ છે.
આજરોજ સ્વચ્છતા અંગે સંદેશ પાઠવવા તેમજ લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધે તે માટે નગરપાલિકા વિસ્તારના બસ સ્ટેશન, આંબેડકર ચોક ,સ્વર્ણિમ સર્કલ, ભરત ટાવર, ભીલ રાજા ઝાલા વસૈયા ચોક ખાતે એક નાટક દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ નાટક દ્વારા સ્વચ્છતા અંગે સંદેશો આપતા જણાવ્યું કે લોકો પ્લાસ્ટિકની થેલી, ચા ના કપ આનો ઉપયોગ ટાળે, ઘર દુકાનોમાં લીલો કચરો સૂકો કચરો અલગ અલગ રાખે, પોતાનું ગામ નગર કે શહેર સ્વચ્છ રહે તે માટે કચરો જ્યાં ત્યાં ન ફેંકી કચરા પેટીનો ઉપયોગ કરીએ, સ્વચ્છતા માટે દરેક ભારતીય સંકલ્પ લઈ અઠવાડિયામા એક વાર પોતાની શેરી મહોલ્લામા શ્રમદાન કરે , સ્વચ્છતા ત્યાં પવિત્રતાના ઉદ્દેશ ને સાચા અર્થમાં સાર્થક કરે . આપણે સહુ જો સ્વચ્છતા અંગે જાગૃત રહેશુ શુધ્ધ હવા, પાણી અને ખોરાક મળશે જેથી લોકો બીમાર નહીં પડે. આવા સુંદર વિચારો દ્વારા સુંદર નાટક નગરપાલિકા વિસ્તારમાં કરવામાં આવ્યા હતા.

Share

Related posts

ઝાલોદ લાયન્સ કલબ સંચાલિત ઇંગ્લીશ તેમજ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે એન્યુઅલ ડે ની ઉજવણી કરાઈ

Admin

પંચમહાલ જિલ્લા તેમજ અન્ય આંતર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન ના ઘરફોડ ચોરીના 4 ગુન્હાઓમા છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપી ઝડપી પાડતી એલ.સીબી પોલીસ 

gujaratjanekta

જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા ગોધરા રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ ઉપર આકસ્મિક તપાસ કરવામાં આવી!!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial