બાલાસિનોર તાલુકાના ખાતે રૈયોલી ફોસિલ પાર્ક ખાતે “એક તારીખ, એક કલાક” સૂત્ર ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ ગાંધીનગર દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમમાં પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ , બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, પૂર્વ ખેડા જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા ઉદેસિંહ ચૌહાણ, ભારતીય ભુવૈજ્ઞાનિક સર્વેક્ષણ ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ગુજરાત એસ.એસ દત્તા ગુજરાત નોડલ ઓફિસર પ્રભાકર લાકડા , મિનિસ્ટ્રી ઓફ માઈન્ડ દિલ્હી ધીરજકુમાર ડેપ્યુટી સેક્રેટરી દિલ્હી, બાલાસિનોર પ્રાંત ઓફિસર ધીરજ ચૌહાણ, બાલાસિનોર મામલતદાર ધવલ મદાત , તાલુકા વિકાસ અધિકારી નિધિરાજ પટેલ,આલિયા સુલતાના બાબી,બાલાસિનોર તાલુકા પંચાયત પ્રમુખ , રૈયોલી ગ્રામ પંચાયત સરપંચ, મહિસાગર જિલ્લા ફોરેસ્ટ બાલાસિનોર રેન્જ ફોરેસ્ટ સ્ટાફ,રૈયોલી સ્કૂલ પ્રિન્સિપાલ પ્રવિણસિંહ ચૌહાણ તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ અને ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ ગાંધીનગર ટીમ તેમજ ગ્રામજનોની ઉપસ્થિતમાં મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો.
રૈયોલી ફોસિલ પાર્ક ખાતેત “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ ની ઉપસ્થિતમાં મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સાંસદ રતનસિંહ રાઠોડ બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ,એ સ્થળની સાફ સફાઈ કરી સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી થવા ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન ને પગલે આજે 1લી ઓકટોબરે સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ‘એક તારીખ, એક કલાક, એક સાથ’ મહાશ્રમદાનના સૂત્ર સાથે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ આજે સફાઈ જુંબેશ હાથ ધરેલો હતો જેમાં પાર્ક ની અંદર તેમજ બહાર સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. સાથે જિલ્લાના સૌ નાગરિકોને પોતાના વિસ્તારમાં સફાઈ અભિયાનમાં જોડાઇને શ્રમદાન કરવા અને પોતાના ઘર-ઓફિસ તથા કામના સ્થળે કાયમ માટે સ્વચ્છતા જાળવવા પણ મંત્રીશ્રીએ અપીલ કરી હતી.
મહીસાગર જિલ્લાના રૈયોલીમાં ‘એક તારીખ, એક કલાક’ અન્વયે મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું સમગ્ર આયોજન ગુજરાત રાજ્ય ભૂ વૈજ્ઞાનિક સર્વે ક્ષણ ગાંધીનગર પ્રવાસન સ્થળ જગ્યાએ કરવામાં આવ્યું હતું.

