Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સિધ્ધપુર મા ચંડીસેના દ્વારા સિધ્ધપુર પોલીસનું સન્માન કરાયૂ

ધ્રુવકુમાર દવે – રિપોર્ટર

 

સિધ્ધપુર ખાતે ચંડીસેના દ્વારા સિધ્ધપુર પોલીસનું સન્માન કરવામાં આવ્યું, આ પ્રસંગે ખાસ સંસ્થાના સ્થાપક ડૉ. નિકેત કે. આચાર્ય તથા સિધ્ધપુર શહેરના વડીલ અને યુવાનો હાજર રહ્યા હતા, તેઓ જણાવે છે કે જ્યારે સિધ્ધપુર પોલીસ જે રીતે નૈતિક ફરજના ભાગરૂપે કાયદાનું પાલન કરાવી રહી છે તે બાબતને જરૂર સૌ નગરજનો ધ્યાને લઇને પોલીસને તેમના કાર્યમાં મનોબળ વધારવા પ્રયાસ કરવો જોઈએ, આવી રીતે જ્યારે પ્રશાસન અને સ્થાનિક નાગરિકનો સમન્વય હશે તો કાયદાકીય બાબતોને વધુ મજબૂત બનાવવામાં સરળતા રહી શકે છે.
ડૉ. નિકેત કે. આચાર્ય જેઓ સામાજિક સમરસતાના ભાગરૂપે અવનવા કાર્યો કરે છે જેમાં ખાસ તો સિધ્ધપુર તથા આસપાસના ગામડાઓના યુવાનોને રોજગારી આપવાનું તથા શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરી રહ્યા છે. ઉપરોક્ત સન્માન કાર્યક્રમ વખતે પોલીસ દ્વારા પણ ખાસ સિધ્ધપુરના નગરજનોને કહેવામાં આવ્યું છે કે કાયદાકીય પદ્ધતિ અનુસાર પોલીસ કાર્ય કરવા બંધાયેલી છે અને આગામી સમયમાં ટ્રાફિકની સમસ્યા ઘટે તેના ભાગરૂપે વધુ કાર્યો કરીને નાગરિકને અડચણરૂપ કે નુકશાન ના થાય એવી રીતે કાયદાનું ભંગ કરનાર વિરૂદ્ધ પણ કાયદાકીય પગલાં ભરવામાં આવશે સાથે તેઓ દ્વારા સમગ્ર માં ચંડીસેનાનો પણ એક જાગૃત સેના તરીકે કાયદાકીય બાબતોમાં સહયોગ આપવા બદલ ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Share

Related posts

મેઢ ક્ષત્રિય સ્વર્ણકાર સોની સમાજ ગુજરાત પ્રદેશ ની કારોબારી સમિતિની ચૂંટણી યોજાઈ

gujaratjanekta

પતિએ પત્નીને દરિયાના પાણીમાં શોધવા એક કરોડ ખર્ચ કર્યો : પત્નીનો ફોન આવ્યો કે મને શોધશો નહી

gujaratjanekta

‘શક્તિ’એ લીધો યુટર્ન! વાવાઝોડું તો ગુજરાત તરફ આવી રહ્યું છે, દ્વારકાથી બસ આટલા જ કિમી દૂર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial