Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા અનાવરણ

પંકજ પંડિત

ઝાલોદ, તા. — ઝાલોદ નગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે સર્કલ ખાતે સ્થાપિત પ્રતિમાનું અનાવરણ સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે વિધિવત્ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ બાબુભાઈ કટારા અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.મહાન ક્રાંતિકારી, આદિવાસી સમાજના ગૌરવ અને માત્ર 25 વર્ષની ઉંમરે અંગ્રેજ સાશનના પાયાને હચમચાવનાર ધરતીઆબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને સમગ્ર દેશભરમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ યાદગાર અવસરને ઝાલોદ નગરપાલિકા દ્વારા વિશેષ ભવ્યતા સાથે ઉજવાયો.કાર્યક્રમ દરમ્યાન ઢોલ-નગારા સાથે ફટાકડાની ભવ્ય આતશબાજી કરી સમગ્ર માહોલને ગૌરવમય બનાવી દેવાયો. મહાનુભાવોને પુષ્પગુચ્છ, આદિવાસી બંડી તેમજ તીર-કામઠા અર્પણ કરી પરંપરાગત સન્માન આપવામાં આવ્યું હતું.આ અવસરે સાંસદ જશવંતસિંહ ભાભોર, પૂર્વ સાંસદ બાબુભાઈ કટારા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, પ્રાંત અધિકારી અરવિંદ ભાટિયા, મામલતદાર શૈલેન્દ્ર પરમાર, ભાજપ જિલ્લા કોષાધ્યક્ષ પંકજ અગ્રવાલ, નગરપાલિકા ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા, પ્રમુખ રેખાબેન વસૈયા, કારોબારી પ્રમુખ દિનેશ પંચાલ, નગરપાલિકાના કાઉન્સિલરો, ભાજપના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિતિ દર્શાવી હતી.

Share

Related posts

દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્ર્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી.

gujaratjanekta

સરકારી ઇજનેરી કોલેજ, દાહોદના વિદ્યાર્થીઓ દ્વારા દાહોદ નગર પાલિકા ફાયર સ્ટેશનની મુલાકાત

gujaratjanekta

રાશિફળ : ૧૦ સપ્ટેમ્બરનો દિવસ આપના માટે કેવો રહેશે ? વાંચો શું કહે છે જ્યોતિષ ડો. શરદચંદ્ર પંડ્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial