Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

વિશ્વ કેન્સર દિવસ : જે.પી. ત્રિવેદી કેન્સર જેવી ઘાતક બિમારીને માત આપી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા

આજે વિશ્વ કેન્સર દિવસ છે. આમ તો કેન્સરની દવા બની ન હોવાથી જીવલેણ બિમારી ગણવામાં આવે છે ત્યારે મૂળ મહિસાગર જિલ્લાના અને હાલ ગોધરા શહેરમાં રહેતા વ્યક્તિને ફેફસાના કેન્સરને માત આપીને હાલ સેવાકિય પ્રવૃતિમાં જોડાઇ ને કેન્સર રોગ માટે મેમોગ્રાફી સેન્ટર સંસ્થાની મદદથી ખુલ્યા છે. જે.પી.ત્રિવેદી જયારે દાહોદ કાર્યપાલક તરીકે 2014 માં નોકરી કરતા હતા ત્યારે બે મહિનાથી ઉધરસ મટતી ન હતી. ગોધરા ખાતે તબિબને બતાવતા એકસ રે માટે સલાહ આપી. એક્સ રે કરાવતા ડાબા ફેફસામાં આઠ ઇંચની ગાંઠ નીકળી જે હૃદય સુધી પહોંચી હતી.

વડોદરામાં ફેફસાનું કેન્સર સાથે ગળફામાં લોહી ચાલુ થયું. આ બાજુ જે.પી.ત્રિવેદીની બદલી રાજકોટ થઈ. ડોકટરે જે.પી.ત્રિવેદીનુ આયુષ્ય છ મહિના છે. તેમ કહેતા પરિવારજનો આધાતમાં સરી પડ્યા હતા. પરંતુ જે.પી.ત્રિવેદીને લોકોની કરેલી સેવા અને ભગવાન પર ભરોસો હતો. ત્યારબાદ હોસ્પિટલમાં ઓપરેશન, કીમોથેરીપી અને રેડિએસન લઇને જીવલેણ કેન્સરની બિમારીને માત આપી. અત્યાર સુધી 100થી વધુ વાર એકસ રે, 50થી વધુ સીટી સ્કેન કોન્ટાસ્ટ સાથેના, 10 થી વધુ પેટ સ્કેન, કેમોથરાફીના ડોઝ,
રેડીએશન લેવા છતાં આત્મવિશ્વાસ અને સેવાકીય પ્રવૃત્તિમાં સામેલ જે.પી.ત્રિવેદી સ્વસ્થ છે.

કેન્સર થતા હિંમત ન હાર્યો અને ફેફસાના કેન્સર થતા તબીબે 6 માસ સુધી જ જીવશો તેમ કહ્યું હતું પણ તેમની સાથે થયેલ વાત ચિંત પ્રમાણે કહ્યું કે મે હિંમત નહિ હારીને કરેલી સેવા અને ભગવાન પર ભરોસો રાખીને ટ્રીટમેન્ટ કરાવી અને હાલ તંદુરસ્ત છું. મારા નેતૃત્વમાં લાયન્સ ક્લબ દ્વારા લાયન્સ ઇન્ટર નેશનલની 48.5 લાખ ની ગ્રાન્ટ મંજૂર કરાવી 15 દિવસમાં લાયન્સ મેમોગ્રાફી સેન્ટરની ભેટ આપી હતી. જેથી ફક્ત 500 રૂપિયામાં સ્તન અને ગર્ભાશય કેન્સરનો સોનીગ્રાફી સાથેનો ટેસ્ટ કરાય છે.

Share

Related posts

ફતેપુરા નગરમાં જૈન સમાજના સંત ગુરુ નું આગમન થયું અને દરરોજ સાંજે 07:00 થી 8 જૈન મંદિર પરિસરમાં પ્રવચન આપશે

gujaratjanekta

ફતેપુરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખે ઉમેદવારો સહિત સમર્થકોની ભારે ભીડ જામી

gujaratjanekta

ઝાલોદ તાલુકાના આઈ.સી.ડી.એસ શાખા દ્વારા સ્થાપના દિન અને ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial