Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગાંધીનગર – કૃષિમંત્રી રાઘવજી પટેલે કૃષિ ભવનની સરપ્રાઈઝ વિઝીટ કરી ખોલી આ પોલ

કૃષિમંત્રી રાધવજી પટેલે આજે અચાનક જ કૃષ ભવનની મુલાકાત લીધી હતી. સરપ્રાઈઝ વિઝીટ કરતા અધિકારીઓની પોલ ખોલી નાખી હતી. કેટલાક કર્મચાકી અધિકારી સમયસર ના આવ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. સમયસર નહીં આવે તો પગલા લઈશું તેમ રાધવજી પટેલે કહ્યું હતું. આ ઉપરાંત તેમણે કૃષિ ભવનની સમીક્ષા પણ કરી હતી. રાઘવજી પટેલની અચાનક મુલાકાતથી અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. તેમણે ઓફિસ સમય દરમિયાન હાજર ન રહેતા અથવા મોડા આવતા અધિકારીઓ સામે ચીમકી પણ આપી છે. ફરીવાર મંત્રી બન્યા બાદ પ્રથમ વખત આ પ્રકારે સરપ્રાઈઝ વિઝીટ તેમણે લીધી હતી.

રાઘવજીએ અચાનક જ કૃષિ ભવનના ચારેય માળની મુલાકાત લીધી ત્યારે અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. અહીં 10થી 20 જેટલા અધિકારીઓ કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા. રાઘવજીએ કૃષિ ભવનમાં તમામ વિભાગના વડાઓ પાસેથી અધિકારીઓ વિશે સંપૂર્ણ અહેવાલ માંગ્યો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું.

આ ઉપરાંત રાઘવજી પટેલે કહ્યું કે, સ્વચ્છતા જાળવવી જોઈએ. અધિકારીઓ મોડા આવશે તો નહીં ચલાવાય. મોડા આવતા અધિકારીઓને મંત્રીએ આમ ચિમકી આપી હતી. કેટલાક કર્મચારીઓ મોડા આવવાની આશંકા હોવાથી આ પોલ પણ તેમની સરપ્રાઈઝ વિઝિટમાં ખૂલી ગઈ હતી.

ખાસ કરીને મંત્રીઓને વિભાગની કામગિરીને લઈને સૂચના આપવામાં આવી હતી. ત્યારે કૃષિમંત્રીએ પણ સરપ્રાઈઝ વિટીઝ કરી હતી. ગુજરાતમાં નવી સરકાર બનતાની સાથે જ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે નવા મંત્રીઓને પણ તેમની ચેમ્બરમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. મુખ્‍યમંત્રીએ મુલાકાતીઓને મળવા અને લોકોના કામમાં ઝડપ લાવવા માટે તેમનું ટાઈમ ટેબલ નક્કી કર્યું છે. તેમની કેબિનની બહાર પણ મુલાકાતીઓનો મળવાનો સમય લખવામાં આવે છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કૃષિ ભવનનું ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન સરકારી અધિકારીઓ ત્યાંથી ગાયબ હતા.

Share

Related posts

ગુજરાતમાં રખડતા ઢોર પકડવાની સરકારે જાહેરાત તો કરી પણ કેટલા દિવસ ચાલશે ? : એક વર્ષમાં 4,860 અકસ્માતના બનાવો – જાણો તમારા જીલ્લામાં કેટલા બનાવ બન્યા

gujaratjanekta

જિલ્લા શિક્ષણાધિકારી સુરેન્દ્ર દામાએ ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને પરીક્ષા પર્વ અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડ્યું

gujaratjanekta

ગુજરતમાં કોંગ્રેસને લાગ્યું “આપ”નું ગ્રહણ : આપ ની એન્ટ્રી કોંગ્રેસને પડી ભારે

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial