Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દાહોદ દ્વારા પંચાલ સમાજ યુવક યુવતી પરિચય સંમેલન યોજાયુ

પંકજ પંડિત

દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દ્વારા સમાજના ઉદ્ધાર માટે અનેક વખતો વખત કાર્યક્રમ કરવામા આવે છે.પંચાલ સમાજ પ્રગતી મંડળ ના નેજા હેઠળ તા-24-09-2023 ના દીને દાહોદ ના રામાનંદ પાર્ક ખાતે પરિચય સંમેલન યોજાવામા આવ્યુ .જેમા ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ ના 252 જેટલા યુવક અને 52- યુવક યુવતી એ પરિચયમા ભાગ લીધો હતો .આ તમામ યુવક યુવતીએ સ્ટેજ ઉપર આવી પોતાનો પરિચય આપ્યો હતો.પરિચય સંમેલનના માધ્યમ થી અનેક યુવક યુવતીના સંબંધો પણ અગાઉ બંધાયા છે .આ કાર્યક્રમના માધ્યમ થી પણ સંબંધો બંધાશે સમાજના આ પરિચય સંમેલન થી પંચાલ સમાજના અનેક વર્ગને ફાયદો થશે .દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળ દાહોદ દ્વારા યોજાયેલ કાર્યક્રમ સામાજિક ઉત્કર્ષ સમિતીના નેજા હેઠળ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો જેમા કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય અને પ્રાથર્ના થી શરૂઆત કરવામા આવી હતી.જેમા દાહોદ રામાનંદ પાર્કના મહંત શ્રી જગદીશદાસ જી દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતી મંડળના પ્રમુખ રાજેશભાઈ પંચાલ, મહામંત્રી સુરેશભાઈ પંચાલ,ખજાનચી હીતેન્દ્રભાઈ પંચાલ કાર્યાધ્યક્ષ અનીલભાઈ પંચાલ તેમજ દાહોદ પંચાલ સમાજ પ્રગતી મંડળ કારોબારી સમીતીના તમામ સભ્યોના સભ્યોના અથાગ પ્રયત્નોની કાર્યક્રમ સફળ બનાવવામા આવ્યો હતો.

Share

Related posts

PM નરેન્દ્ર મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ઝલક શેર કરી

gujaratjanekta

પઠાણ નો બહિષ્કાર : હિન્દુસ્તાનમાં રહેવું હોય તો સનાતન સંસ્કૃતિનું સદા સન્માન કરવું પડશે

Admin

ફતેપુરા તાલુકામાં આદિવાસી દ્વારા આપેલા બંધના પગલે વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ રાખી સમર્થન આપ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial