Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

કોઠંબામાં પ્રવેશદ્વારે જ ઢીંચણ સમા ગંદા પાણી ભરાયા : તંત્ર કોન્ટ્રાક્ટરોને શાબાશી આપી રહ્યું છે !?

કોઠંબામાં પ્રવેશવું એટલે રાહદારીઓને માથા ઉપર પગ મુકવા પડે વરસાદ પડયાને દસ દિવસ થવા આવ્યા છતાં પણ કોઠંબાના પોલીસ સ્ટેશન સામેના પ્રવેશદ્વારમાં પાણીનો નિકાલ નહીં થવાથી પ્રવેશી શકાતું નથી. ઢીંચણ સમા પાણી અને મોટા મોટા ખાડાઓ એ રાહદારીઓ અને વાહન ચાલકોને અવરજવર માટે અત્યંત મુશ્કેલીમાં મૂકી દીધા છે.આ રોડ પરથી લુણાવાડા ગોધરા વડોદરા જતા તેમજ નોકરી કરતા કોલેજ શાળાના વિદ્યાર્થીઓ અને હોસ્પિટલો, સીએચસી,પોલીસ મથક પ્રવેશદ્વાર ચોકડી પાસે આવેલ હોવાથી અસંખ્ય લોકો અવરજવર કરી રહ્યા છે. નગરોળ તંત્ર કોન્ટ્રાક્ટરનો બચાવ કરી રહ્યું છે. તંત્ર દ્વારા લીલો બચાવ કરાતા કોન્ટ્રાક્ટરને ઘી કેળા થઈ ગયા છે.આવેલ વિજિલન્સ તપાસના અધિકારીઓએ પણ કોન્ટ્રાક્ટરના કામ ઉપર ઢાંકપિછોડો કરી સબ સલામત અને રોડ વ્યવસ્થિત બનાવવામાં આવ્યો તેવું સર્ટીફીકેટ આપવામાં આવેલ છે. વાહન ચાલક પસાર થાય તો કાદવ કીચડ ઉડેછે અને રાહદારીઓના કપડાં પણ ગંદા થાય છે. કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરી કામગીરી મુકાતા આજે કોઠંબામાં પ્રવેશવું અત્યંત કઠિન બની ગયું છે. ઢીંચણ સમા પાણી ભરાયેલાં રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને માથાફાટ દુર્ગંધ મારી રહી છે. આજુબાજુના રહીશોમાં ભયંકર રોગચાળો ફાટેલી ફાટી નીકળે તેવી દહેશત સેવાઈ રહી છે.આવતા કે જતા ચાલીને નીકળી શકાય તેવી પરિસ્થિતિ નથી.

રાહદારીઓએ પોતાના વાહન પરથી પાછળ બેઠેલા વ્યક્તિઓને ઉતારીને પાણીમાંથી પસાર થવું પડે છે.જે તે જવાબદારતંત્ર બેભાન અવસ્થામાં હોય તેવું જોવાઈ રહ્યું છે.કોઠંબાના નેતાઓ પણ પાણીમાં બેસી ગયા હોય તેવું લાગે છે.માત્ર સતા ખાતર જ ચુંટાતા નેતાઓ ચૂંટણી સમયે જ જોવા મળે છે.

Share

Related posts

દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે ૨૫૧ જેટલા સેક્ટર અધિકારીશ્રીઓને કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકાર

Admin

અમદાવાદ ખાતે કોંગ્રેસના નવનિયુક્ત કાર્યકારી પ્રમુખ કદીર પીરજાદાના સત્કાર સમારંભમાં પંચમહાલના યુવા નેતાઓ દ્વારા કરાયું સ્વાગત-જાણો વધુ

gujaratjanekta

ફતેપુરા તાલુકાના સુખસર મુકામે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial