Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

દાહોદ કમલમ ખાતે વેહલી સવારથી સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી : દાહોદ ભાજપ પ્રમુખ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા

કેતન ભટ્ટ – દાહોદ

સમગ્ર ગુજરાતમાં જ્યારે તાલુકા પંચાયત, નગર સેવા સદન અને જિલ્લા પંચાયત. ના પ્રમુખ , ઉપ પ્રમુખ ને કારોબારી અધ્યક્ષ ની અઢી વર્ષની ટર્મ પૂરી થઈ રહી છે ત્યારે આજે દાહોદમાં શ્રી કમલમ ઉપર રામસિંહ રાઠવા પ્રદેશ કારોબારી સભ્ય, જીવરાજભાઈ ચૌહાણ રાષ્ટ્રીય મહાસંપર્ક અભિયાન અને સીમાબેન મોહિલે પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી દ્વારા આજે વેહલી સવારથી જિલ્લાની 9 તાલુકા પંચાયત માટે આજે વેહલી સવારથી સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ રાત્રે 8 વાગ્યા આસપાસ દાહોદ નગર સેવા સદનની સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી.

આ તમામ પ્રક્રિયામાં નિરીક્ષકોએ એક એક સભ્યો ને એકલામાં સાંભળ્યા હતા અને સેન્સ પ્રક્રિયા પૂરી કરી હતી. જ્યારે જિલ્લા પંચાયત અને બાકી રહેલી તાલુકા પંચાયત માટે આવતી કાલે સેન્સ પ્રક્રિયા કરવામાં આવશે. આ સેન્સ પ્રક્રિયા પછી જિલ્લા સંકલનમાં આ નામો ઉપર ચર્ચા થશે અને ત્યાં થયેલ ચર્ચા બાદ ફાઇનલ પ્રક્રિયા માટે નામો પર્લિયામેન્ટરીમાં મોકલી આપવામાં આવશે જ્યાં તાજપોશી ઉપર ફાઇનલ મોહર મારવામાં આવશે .

Share

Related posts

ફતેપુરા તાલુકાના વલુંડી ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ રમીલાબેન તેરસીંગભાઇ બરજોડ બિન હરીફ ચૂંટાયાટેકેદારો દ્વારા મીઠાઈ વેચી ફુલહાર કરી બેન્ડબાજા બજાવી ખુશી વ્યક્ત કરવામાં આવી

gujaratjanekta

પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટી ની પરીવર્તન યાત્રાનુ જાંબુઘોડા ખાતે સ્વાગત કરવામાં આવ્યું 

gujaratjanekta

આચાર સંહિતા બાદ પણ ભાજપની સામગ્રી વેચાતી હોવાનો આક્ષેપ, કથિરિયાની ફરીયાદ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial