Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ધર્મ દર્શન / રાશિફળ

મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે શિવ કથાકાર પૂજ્યશ્રી ગિરિબાપુના આગમનને લઈ તેજા હોટલ ખાતે બેઠક યોજાઈ

સંકેત પંડ્યા – એડિટર

મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે પરમ પૂજ્યશ્રી ગિરિબાપુ ના સાનિધ્યમાં ભવ્યાતી ભવ્ય શિવકથા નું આયોજન તા.૦૮/૦૯ /૨૦૨૩ થી તા.૧૬/૦૯/૨૦૨૩ ના રોજ સવારે : ૯.૩૦ થી ૧૨.૩૦ સુધી કરવામાં આવેલ છે.

ત્યારે આ શિવકથા ના આયોજન માટેની પુર્વ તૈયારીના ભાગરૂપે તા.૩૧/૦૮/૨૩ ના રોજ ગોધરા રોડ ઉપર આવેલ તેજા હોટલ ખાતે બેઠક મળી હતી.

જેમાં લુણાવાડાના રાકેશભાઈ પંડ્યા, શરદભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પટેલ, પંકજભાઈ ઉપાધ્યાય, દિગ્વિજયસિંહ સોલંકી, જીગરભાઈ પંડ્યા, જ્યંતિભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, રમણભાઈ પટેલ, જય પ્રકાશભાઈ પંડ્યા, જેઠાભાઈ પટેલ, હરિશભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, નયનભાઈ પટેલ સહિત વડીલો, મિત્રો તેમજ મોટાભાગે શિવ ભક્તો ઉપસ્થિત રહી પોતાના વિચાર રજુ કરી આ કાર્યક્રમને સુંદર અને શ્રેષ્ઠ બનાવવા માટે વિવિધ સમિતિઓ ની રચના કરી હતી.

આ વિશાળ કાર્યક્રમમાં ખુબ જ મોટા પ્રમાણમાં શિવ ભક્તો હાજરી આપવાના હોવાથી તમામ ભાવિક ભક્તોની વિવિધ પ્રકારની સેવા કરવા માટે પ્રત્યેક શિવભક્ત કાર્યકર્તા, બંધુઓને નાની-મોટી સેવાકીય કામગીરી સોપવામાં આવી હતી.

આ બેઠકમાં ઉપસ્થિત સૌ કોઈએ “હર હર મહાદેવ” ના જયઘોષના નારા સાથે કાર્યક્રમને સફળ બનાવવા તત્પરતા બતાવી હતી.

નોંધ :- “ગુજરાત જન એકતા ન્યૂઝ” પરિવાર સાથે જોડાવવા નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.
https://play.google.com/store/apps/details?id=com.gujaratjanekta
Share

Related posts

સંતરામપુરમાં ગટરોની નિયમિત સાફ સફાઈનો અભાવ : ગટરોનું પાણી રસ્તા ઉપર ફરી વળ્યું

gujaratjanekta

સબડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે બેસેલ ની:સહાય વૃદ્ધ વ્યક્તિની વહારે આવી ઝાલોદ પોલીસ

gujaratjanekta

વડોદરાના મેકેનિકલ ઈજનેરે નાળિયેરના કચરામાંથી બનાવ્યું ટકાઉ ઉત્પાદનનું સંસાધન – જાણો વધુમા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial