Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

યુગોથી રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો દ્વારા સમુહ યજ્ઞોપવિત જનોઈ બદલવાની ચાલતી પરંપરા : જાણો વધુ

સંકેત પંડ્યા – એડિટર

રક્ષાબંધનનો પાવન પર્વ એટલે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમ સંબંધને ઉજાગર કરતો પર્વ, અને તેની સાથે સાથે રક્ષાબંધનના પર્વે બ્રહ્મ સમાજ કે જે પોતાની પરંપરાગત પ્રમાણે આગવી ઓળખ ધરાવતી જનોઈ ધારણ કરે છે અને એ જનોઈ બદલવાની વિધિ પણ રક્ષાબંધનના દિવસે જ હાથ ધરે છે.

વર્ષોથી તમામ બ્રાહ્મણો રક્ષાબંધનના દિવસે જનોઈ બદલે છે. યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ મોટાભાગે સમૂહમાં કરવામાં આવતો હોય છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર તેમજ જુદા જુદા તાલુકાઓમાં યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા અંકલેશ્વર મહાદેવ મંદિર, જલારામ મંદિર વાવડી, લાલબાગ ટેકરી મંદિર, સમસ્ત બ્રહ્મ સમાજ માતૃસંસ્થા સંસ્થા હાલોલના ભૂદેવો દ્વારા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના કંસારા જ્ઞાતિની ધર્મશાળા ઉપરાંત અનેક સ્થળોએ યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દર વર્ષની આ વર્ષે પણ બ્રહ્મ બંધુઓએ સામુહિક વેદ મંત્રોચ્ચાર કરી, વિશ્વ કલ્યાણની ભાવના સાથે સમગ્ર દેવી દેવતા, ઋષિ મુનિ ઓની પૂજા અર્ચના કરી પવિત્ર યજ્ઞોપવિત ધારણ કરી હતી.

આ કાર્યક્રમમાં બાળકોથી લઇને વડીલો એ પણ હાજર રહી યજ્ઞોપવિત બદલી હતી. યજ્ઞોપવિત પરિવર્તિતના આ કાર્યક્રમ બાદ વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જે નવી જનોઈ ધારણ કરે એ જનોઈ ને એક વર્ષ સુધી પોતાના શરીર ઉપર ધારણ કરતા હોય છે, બ્રાહ્મણોની એક અનોખી યુગો યુગથી ચાલી આવતી પરંપરા ના ભાગરૂપે તેઓની આસ્થાનો આ એક અતૂટ બંધન દર્શાવે છે અને ડાબા ખભે જનોઈ બ્રાહ્મણોની એક આગવી ઓળખ પણ ગણાય છે.

Share

Related posts

પ્રોહીની બદી નાબુદ કરવા માટેની પોતાના ઉપરી અધિકારીઓની સુચના મુજબ દાહોદ એસ.ઓ.જી. શાખાના જવાબદાર પોલિસ અધિકારીઓ તથા તેમના તાબાના પોલિસ કર્મીઓએ ઈન્દોર હાઈવેથી રળીયાતી તરફ જતાં રોડના ફાંટા પર ગોઠવેલ વોચ દ

gujaratjanekta

કામની વાત / ઈન્કમ ટેક્સ રિટર્ન ભરતી વખતે આ 5 ભૂલો ન કરતા, નોટિસ અને ટેક્સ બંનેથી બચી જશો

gujaratjanekta

ઝાલોદ મામલતદાર કચેરીએ મધ્યાહન ભોજનના વર્કરો દ્વારા જિલ્લામાં કેન્દ્રીય સેન્ટ્રલાઈઝ કિચન બનાવવાની યોજના રદ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial