Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ગામમાં કોઈ દિકરી આપવા તૈયાર નથી : વર્ષોથી નેતાઓ અને સરકાર કાગળ ઉપર પુલ બતાવીને હથેળીમાં ચાંદ દેખાડીને મેળવે છે મત -જાણો વધુ

કડાણા જળાશય વચ્ચે આવેલ રાઠડાબેટ ઉપર વસતા લોકો શિક્ષણ, આરોગ્ય અને જીવન નિર્વાહ માટે હોડીમા હલેસા મારી ને પોતાનું જીવન નૈયા ખેડી રહેલ જોવાં મળે છે. રાઠડા બેટ ગામની ચારે બાજુ ની વચચે બેટ પર વર્ષોથી વસીને મોતને હથેળીમાં રાખીને આ ગરીબ આદિવાસીઓ અને તેમનાં કુટુંબીજનો અને બાળકો વિકાસ માટે તરસતું જીવન જીવે છે અહીં 250 ઘરની વસ્તી છે જેમા 700 જેટલાં મતદારો છે અત્યારસુધીની સરકારે મત લેવા આધાર કાર્ડ ચુંટણી કાર્ડ અને રેશનકાર્ડ તો આપી દીધા છે પણ ગામમાં નથી રસ્તા નથી પીવાનું શુધ્ધ પાણી કે નથી આરોગ્યની સુવિધાઆ ગામ પાયાની સમસ્યાઓ થી ઘેરાયેલુ હોય તેવું જોવા મળે છે!!

ગામમાં સરકારી અધિકારીઓ મહિનાઓ સુધી આવતા નથી વીજળી બિલ પણ બીજા ગામમાં આપી જાય છે .રાઠડ બેટ ગામે અગાઉ ના કલેક્ટર જૉડે ઘણા અધિકારી ઓ આવ્યા હતા નદીમાં હોડીમાં જઈએ તો કેવું ધ્યાન રાખવાનું શીખવાડવા પણ મોરના પીંછા ચીતરવા ના પડે એમ અમારા ગામમાં દસ વર્ષના છોકરાઓ હોડીએ ફેરવે છે અમને શું શીખડવાનું. (ભાથીભાઈ વાગડીયા. રહેવાસી. રાઠડાબેટ )

મહિસાગર જીલ્લાના કડાણા ડેમ પાછળ ભાગમાં આવેલ રાઠડાબેટ ના લોકો ઇસવીસન પૂર્વે જીવતા હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે આજના યુગમાં દરેક આંગણે બાઈક અને ફોરર્વ્હીલ છે ત્યારે રાઠડા બેટ ગામના લોકો ના આંગણે હોડીઓ જોવા મળે છે કારણકે આ ગામમાં નદી જ એક માત્ર રસ્તો છે આ વિસ્તારના લોકોને કોઈ પણ શુભ અશુભ પ્રસંગ કે પછી બાળકોના અભ્યાસ કે બીમારી અર્થ જવું હોય તો પાણીમાં હોડી ના સહારે જવું પડે છે ઊંડા પાણીમાં થઇને જાણે મોતનો સફર ખેડતા હોય તેમ રોજ જોખમી જીવન જીવવા મજબૂર બન્યા છે આ સમસ્યા ને લઈ ગામમાં કોઈ દીકરી આપવા તૈયાર નથી ગામમાં ધોરણ 8 સુધીની શાળા છે વધુ શિક્ષણ માટે નદીની પેલે પાર જવું પડે છે તેથી વાલીઓ અને બાળકો અભ્યાસ કરવાનું ટાળે છે જેથી આખા ગામમાં એક પણ વ્યક્તિ સરકારી નોકરી મેળવી શક્યું નથી આ ગામમાં સરકારી અધિકારીઓ.નેનેતાઓ.મત્રી. દેખાડો કરવા પહોંચી ને મુલાકાત લઈ જાય છે સરકાર ના આરોગ્ય,વીજળી અને પાણીપુરવઠા અધિકારીઓ મહિનાઓ સુધી મુલાકાત લેતા નથી. વીજળી બિલ પણ કિનારાના ગામમાં મુકીને જાય છે આ વિસ્તારમાં નેતાઓ મતદારોની રીઝવવા ચુંટણી ટાણે પાણીમાં પુલ ના સપના બતાવે છે પરંતુ કેટલાય એવા નેતાઓ ધારાસભ્યો ચૂંટાઈ ને બદલાઈ ગયા પરંતુ આજદિન સુધી આ લોકોની સમસ્યાનો કોઇ પણ અધિકારી કે પદા ધિકારી નિકાલ નથી કરી શક્યા તે એક નક્કર સત્ય હકીકત છે.અહીંના લોકોએ તેમની વિવિધ સમસ્યાઓ ની રજૂઆત કરી પરંતુ કેટલાય વર્ષોથી કરેલી રજૂઆતો નો કોઈ ઉકેલ લાવી શક્યા નથી. ગામમાં ખેતી પશુપાલન અને માછીમારી માત્ર આવકનું સાધન છે ચારેકોર પાણી હોવા છતાંય ગામ આખુ વિકાસ માટે તરસતું જીવન જીવી રહ્યુ છે .

(1) અમારા ગામમાં કોઈ દીકરી આપવા તૈયાર નથી રાજસ્થાન મા છોકરા પરણાવીએ છીએ વર્ષોથી નેતાઓ અને સાહેબો ગામમાં પુલ બનશે કહીને મજાક કરીને જતા રહે છે ચોમાસામાં પાણી ઉતરે એટલે ખેતી કરીને અમારું અને ઢોરોનું પુરુ કરીએ છીએ. (ચતુરભાઈ વાગડીયા. રહેવાસી )
રાઠડાબેટ મા પુલ બનશે એવી કોઈ માહિતી નથી મે ખાલી શાભળ્યું છે મંત્રી સાહેબ અને બધા કહેછે સર્વે થયો છે મંજુરી મળી નથી બીજું દરેકને પોતાની બોટ છે કોમર્ષીયલ હોય તો લાયસન્સ માટે અમે પ્રક્રિયા કરીએ છીએ પણ અહીંયા લોકો વ્યક્તિગત રીતે ફરે છે અને બીજો કોઈ વિકલ્પ નથી એટલે અહીંયા હોડીનું લાયસન્સ ન આપી શકાય અને વસ્તી ઓછી હોવાના કારણે નિયમ મુજબ બીજી સુવિધાઓ પણ શક્ય નથી.(ભાવિન પડ્યા .. પુવૅ કલેક્ટર. મહીસાગર)
Share

Related posts

ઝાલોદ પોલિસ સ્ટેશનમા ડી.વાય.એસ.પીની અધ્યક્ષતામાં બકરીઈદ નિમિતે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

gujaratjanekta

હોબાળો:લીમડી નગરમાં વારંવાર લાઈટ બંધની સમસ્યાથી નગરજનોમા ભારે રોસ

gujaratjanekta

ફતેપુરા ગ્રામ પંચાયતમાં 92 વર્ષના મતદાર વીલચીર પર આવી મતદાન કરી મતદાન કર્યુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial