Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ગુજરાતનાં ખેડૂતો માટે સરકારના બે મોટા નિર્ણય : જાણો ૧૦ કલાક કયા જિલ્લાઓમાં અપાશે વીજળી

ગુજરાતમાં વરસાદ ખેચાતા જગતનો તાત ચિંતિત બન્યો છે. ત્યારે ખેડૂતોને લઈ ઉર્જા મંત્રીએ મોટી જાહેરાત કરી છે. પિયત માટે રાજ્યના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે, અત્રે ઉલ્લેખનીય છે કે, 2 કલાક વધુ વીજળી આપવાની સાથો સાથ નર્મદા અને સુજલામ સુફલામમાં સિંચાઈ માટે પાણી છોડવાની પણ જાહેરાત કરાઈ છે.

મંત્રીએ જાહેરાત કરતા કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી લોકોની સુખાકારી માટે લોક ઉપયોગી નિર્ણયો કર્યા છે, જૂલાઈમાં 80 ટકા વરસાદ થયો છે,અત્યારે વરસાદની ખોટ સર્જાઈ છે પાણી છતાં પાક સુકાય રહ્યો છે. ખેડૂતોની કૃષિ મંત્રીને રજૂઆતો આવી છે જેને લઈ વીજળી અને પાણી આપવાની જાહેરાત કરાઈ છે, વીજળી ખેડૂતોને આઠ કલાક અપાય છે જેની જગ્યા હવે 10 કલાક આપવામાં આવશે. જેમા કચ્છ, મહેસાણા, સુરેન્દ્રનગર, ખેડા, પાટણ, રાજકોટ, જામનગર તેમજ અમદાવાદ, દ્વારકા, બનાસકાંઠા, જૂનાગઢ, સાબરકાંઠામાં 10 કલાક વીજળી અપાશે. જેને લઈ 12 લાખ ખેડૂતોને ફાયદો થશે. 

પાણી છોડવાનો નિર્ણય લેવાયો

 મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, નર્મદામાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. 14 પાઈપ લાઈનથી સુજલામ સુફલામ યોજના છે તેમાં પણ પાણી છોડવામાં આવશે. સાણંદ અને આસપાસના વિસ્તારો કે જ્યાં ડાંગર થાય છે ત્યાં બે-ત્રણ દિવસમા પણ પાણી અપાશે. 80 ટકા ડેમો ભરાયા છે બાકીના ડેમો માંથી પણ પાણી છોડવામાં આવશે.

Share

Related posts

ઝાલોદ પંચાલ સમાજની બહેનો દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મોક્ષધામ ખાતે કીર્તન કરાયું

gujaratjanekta

સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ દ્વારા મહામંડલેશ્વર પૂ.જગદીશદાસજી મહારાજને વૃક્ષોની ભેંટ આપી જન્મોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી.

gujaratjanekta

વરધરી વિભાગ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ દ્વારા જનસાથી ક્રિકેટ ગ્રાઉન્ડ બાલાસિનોર ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial