Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ગુજરાત ઈલેક્શન 2022 : કોંગ્રેસની પરિવર્તન યાત્રાનો બીજો તબક્કો આજથી શરુ

 સંકેત પંડ્યા – એડિટર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત યુથ કોંગ્રેસ એક્ટિવ થઇ ગયું છે. ગુજરાત વિધાનસભાને હવે વેઢે ગણાય તેટલા જ મહિના રહ્યા છે તેવામાં આજે યુથ કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ સોમનાથી કર્યો હતો. ગુજરાતમાં રાહુલ ગાંધીએ આપેલા ચૂંટણી વચનો ઘરે ઘરે પહોંચાડવા માટે પરિવર્તન યાત્રા શરુ કરવામાં આવી છે. ગુજરાતમાં રાજકીય પક્ષો એક્ટિવ થઇ ગયા છે. એક તરફ આમ આદમી પાર્ટી અને ભાજપ તેના રાષ્ટ્રીય નેતાઓની ફોજ ગુજરાતમાં ઉતારી દીધી છે ત્યારે હજુ સુધી કોંગ્રેસમાંથી મોટા નેતાઓ ગુજરાતના પ્રવાસે આવ્યા નથી. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે તેમજ અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતના પ્રવાસે છે ત્યારે યુથ કોંગ્રેસની આ યાત્રા કેટલી સફળ રહેશે તે તો નજીકના ભવિષ્યમાં જ ખ્યાલ આવી જશે જો કે ચૂંટણી નજીક આવતા જ રાજકીય માહોલ પણ ગરમ થઇ રહ્યો છે. દેશમાં વધી રહેલી મોંઘવારી, બેરોજગારી તેમજ ગુજરાત સરકારના કર્મચારીઓની વિવિધ માંગણીઓ અને પ્રશ્નો પર કોંગ્રેસ દ્વારા ભાજપ પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ દ્વારા સત્તા પક્ષને ઘેરવાના પ્રયત્ન થઇ રહ્યા છે. 

Share

Related posts

ઝાલોદ નગરના કુરાન શરીફ તેમજ ઈસ્લામના અપમાન બદલ ઝાલોદ મુસ્લિમ બિરાદરોએ આવેદનપત્ર પાઠવી વિરોધ દર્શાવ્યો

gujaratjanekta

મેરા યુવા ભારત દાહોદ દ્વારા ફતેપુરા તાલુકાના કાળિયા પ્રા. શાળા ખાતે એક પેડ મા કે નામ કાર્યક્ર્મ યોજાયો

gujaratjanekta

લોનધારકો માટે રાહતના સમાચાર, RBI દ્વારા રેપો રેટમાં કોઇ જ વધારો નહીં

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial