Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

પંચમહાલ જીલ્લામાં ટ્રાફિક જાગૃતિ અંતર્ગત સેમિનાર મિઠાલી સરકારી પ્રાથમિક શાળામાં યોજાયો

પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જીલ્લામાં ટ્રાફિક જાગૃતિ સેમિનાર અંગે તા.૨૬/૦૭/૨૦૨૩ ના રોજ પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના મીઠાલી સરકારી પ્રાથમિક શાળા ખાતે પો.સ.ઇ.શ્રી, એમ.પી.ચૌહાણ, જીલ્લા ટ્રાફિક નાઓએ સરકારી પ્રાથમિક શાળા ના સ્ટાફ તથા શાળાના વિદ્યાર્થીઓમાં ટ્રાફિકના નિયમો અને સમજ કેળવાય તે હેતુસર જાગૃતિ લાવવાનો સેમિનાર યોજાયો હતો.

સરકારી પ્રાથમિક શાળા ના સગીરવયના વિદ્યાર્થીઓને લાયસન્સ વગર વાહન નહી ચલાવવા સમજ આપેલ તેમજ ટ્રાફિક જાગૃતિના બેનરો લગાવી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે જવાબદાર બની ઘરે માતા- પિતા તેમજ પરિવારમાં વાતચીત કરી હેલ્મેટ પહેરવાં માટે અપીલ કરી હતી.

આ ઉપરાંત ટ્રાફિકના નિયમો અંગેની પત્રિકાઓ તેમજ નોટબુક પેન્સીલ આપી વિદ્યાર્થીઓને સન્માનીત કર્યા હતા.

Share

Related posts

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર ચેરમેન યોગસેવક શીશપાલજી નાઓના માર્ગદર્શન હેઠળ સરકારી આઈ. ટી. આઈ જેસાવાડા તા.ગરબાડા ખાતે યોગ સંવાદનુ આયોજન કરવામાં આવ્યું હતું.

gujaratjanekta

સાવલી તાલુકાના ધનતેજ ગામે રાષ્ટ્રીય સ્વયં સંઘ દ્વારા માર્ગદર્શન અને પથ સંચાલન કરાયુ

gujaratjanekta

રાજકોટ સ્થિત પાંચ હાર્ડવેર પ્રોજેક્ટ પર જીએસટીનાં દરોડા: કરોડોથી વધુ કરચોરી પકડાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial