Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે સંસદ સંપર્ક અભિયાનની શરુઆત

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત દેશના લોકસભા અને રાજ્યસભા ના સંસદ સભ્ય શ્રી ઓની સંસદના ચોમાસું સત્ર દરમિયાન સંપર્ક કરી સમગ્ર દેશના પ્રાથમિક થી લઈને કોલેજ સુધી ના શિક્ષકો માટે અલગ અલગ પડતર પ્રશ્નો ને લગતી માહિતી રજુ કરવામાં આવે છે

(1) જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે.
(2) શિક્ષણ સાથે જોડાયેલા તમામ ને BLO ની કામગીરી માંથી મુક્ત કરવામાં આવે.
(3) શિક્ષક ને વધુ માં વધુ સમય વર્ગખંડના શિક્ષણ માટે મળે તેવું આયોજન કરવામાં આવે.
તથા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો ને બદલીનો લાભ


આવી મૂખ્ય માંગ સાથે દરેક સંસદ સભ્ય શ્રી ઓની દીલ્હી ખાતે રૂબરૂ મુલાકાત લઈ વિગતે ચર્ચા કરી સાથે સાથે સંઘઠન દ્વારા કરવામાં આવતા વર્ષ દરમિયાન રચનાત્મક કાર્યો ની અને માગણી માટે ના ઉપરોક્ત મૂખ્ય મૂદ્દાઓ ની ફાઈલ આપવામાં આવી છે.આ સંપર્ક અભિયાન અંતર્ગત શૈશિક મહાસંઘ ગુજરાત પ્રાંતની ટીમ દ્વારા તારીખ 23/7/23 ના રોજ આણંદ ના સંસદ સભ્ય શ્રી મિતેષભાઈ પટેલ ની મુલાકાત કરવામા આવી. સમગ્ર દેશ તેમજ સમગ્ર રાજ્યમાં સંસદ શ્રીઓને રજૂઆત કરવામાં આવશે .આ મુલાકાત માં શ્રી ભીખાભાઈ પટેલ પ્રાંત અધ્યક્ષ, અનિરુદ્ધ સિંહ સોલંકી મહામંત્રી, શ્રી રમેશભાઈ ચૌધરી કોષાધ્યક્ષ, શ્રી ભારતસિંહ સોલંકી મંત્રી, શ્રી મૂળજીભાઈ – અધ્યક્ષ સરકારી માધ્યમિક સંવર્ગ ના ઓ એ મુલાકાત લઈ દોઢ કલાક સુધી ચાલેલી મુલાકાત માં સંગઠન અને માંગણી ઓ વિશે વિગતે ચર્ચા કરી હતી.

Share

Related posts

નર્મદા જિલ્લામાં ચૂંટણીલક્ષી વિવિધ ફરજો-કામગીરી બજાવી રહેલા વિવિધ ૧૮ જેટલા નોડલ અધિકારીઓ

gujaratjanekta

ઝાલોદ નગરમાં રોડ રસ્તાની માંગણીને લઈ વાયદાનો થપ્પો રમતા નગરપાલિકા ચીફ ઓફિસર

gujaratjanekta

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની રૂપરેખાની સમીક્ષા માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બ્રિફિંગ મિટિંગ યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial