Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

કીડીઆ ગ્રામ પંચાયતના વિવાદાસ્પદ વહીવટમાં ભ્રષ્ટાચાર ની શંકા : RTI ના કાયદા અંતર્ગત માહિતી માંગવામાં આવી !!

સિદ્ધાંત પંડ્યા – રિપોર્ટર

પ્રાપ્ત માહિતી પ્રમાણે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કીડીઆ ગામ પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદાસ્પદ કામગીરી કરવામાં આવી રહી છે. પંચાયતની બોડી દ્વારા અનેક ખોટા નિર્ણયો લઈ ખોટી અને અન્યાયકર્તા કામગીરી કરવામાં આવી રહેલ છે તેમ ગામલોકોનુ કહેવુ છે છેલ્લા કેટલાક સમયથી લોકોને અન્યાય કરતા કામગીરી સામે વિવિધ કક્ષાએ રજૂઆતો થયેલ હોવા છતાં પેટનુ પાણી પણ હલતુ નથી. ગામના અમુક માથાભારે તત્વો દ્વારા સરકારી ગૌચરની જમીન તેમજ સરકારી પડતર જમીન ઉપર તેમજ ગામ તળની જમીન ઉપર ખોટી રીતે કબજો જમાવીને સરકારી જમીન પચાવી પાડવાનું તથા આવા તત્વો ઉપર કોઈ અસરકારક કામગીરી કર્યા વગર એ લોકોને પંચાયત બોડી દ્વારા છાવરવામાં આવે છે. આગામી સમયમાં આવા જમીન માફિયાઓને ખુલ્લા પાડીને તેમની વિરુદ્ધ ગુજરાત સરકારના મહેસુલ વિભાગ તેમજ મહીસાગર કલેક્ટર સમક્ષ જાહેર હિત માટે રજૂઆત કરી લેન્ડ ગ્રેબ્રિગ નો કેસ દાખલ કરી અને પોલીસ કેસની કાર્યવાહી કરવામાં આવનાર છે.

પંચાયત બોડીના અમુક નાણાકીય વહીવટમાં પણ શંકા જતા પંચાયતના તમામ વહીવટની માહિતી મેળવવાના અધિકાર હેઠળ માહિતી માગી ને આ લોકોને આગામી સમયમાં ખુલ્લા પાડવામાં આવનાર છે. આ કામગીરી થી ગામની ગૌચર અને સરકારી જમીન પર અનધિકૃત કબજો જમાવનાર ભુમાફિયા માં અને એમને સંરક્ષણ આપનાર ગ્રામ પંચાયત ના મળતીયા માં ચિંતા નું મોજું પ્રસરી ગયું છે !!

Share

Related posts

સર્વ શિક્ષા અભિયાન” જેવી યોજનાઓને પૂરક બનેલું મોડલ : બિલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશનની “લાઇબ્રેરી ઑન વ્હીલ્સ”

gujaratjanekta

ઝાલોદ નગરમાં લુહારવાડા, પ્રભુતા પાર્ટી પ્લોટ તેમજ નગરપાલિકા ગ્રાઉંડ પર ગરબાનો રંગ જામ્યો

gujaratjanekta

કોરોના મોકડ્રીલ : જુનાગઢ જીલ્લામાં કોરોનાને લઈ ને તંત્રની જાગૃતા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial