રિપોર્ટર :-મેહફુઝ હસન ગોધરા
અહેવાલ:-અબ્દુલ્લાહ પંજાબી
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક સોલંકી નાઓએ દેશદ્રોહી પ્રવૃત્તિઓ આચારતા ઈસમો ઉપર વોચ રાખવા પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન પરમાર એલ.સી.બી ગોધરા નાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન પરમાર નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે

ગોધરા તાલુકા ના કાંકણપુર ગામે રહેતા હરીશભાઈ ગોવિંદભાઇ વણઝારા નાઓ પોતાના કાંકણપુર ગામની સીમમાં તળાવ બાજુમાં બનાવેલ પોતાના કબ્જાના ફાર્મના મકાન માં બહારથી માણસો બોલાવી પોતાનો આર્થિક લાભ મેળવવાના હેતુસર ભારતીય ચલણમાં ચાલતી ભારતીય રીઝર્વ બેંકની નોટો નુ છાપ કામ કરી રહ્યા છે અને તેઓના ઘરમાં ડુબ્લીકેટ ચલણી નોટો બનાવવાનુ સાહિત્ય હાલ માં રાખેલ છે તેવી ચોક્કસ બાતમી ના આધારે બાતમીવાળી જગ્યાએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈ.એ સીસોદીયા તથા એલ.સી.બી સ્ટાફ ના માણસો દ્વારા તપાસ કરાવતા બાતમી હકીકત મુજબ સત્ય નીકળતા ૨ ઈસમો પૈકી (૧) અશોકગીરી પરસોત્તમગીરી મેઘનાથી(ગોસ્વામી) હાલ રહે.મન એકજ્યોટીકા મકાન નંબર-૧૦૩ બોપલ અમદાવાદ મુળ.રહે મોરૂકાગીર તા.તલાલા જી.ગીરસોમનાથ (૨)દિવ્યેશભાઈ જયંતીભાઈ કુશકીયા રહે.વેળાવળ બાયપાસ ચોકડી સોલંકી ટાયરની પાછળ આશીર્વાદ સ્કુલ રોડ વેળાવળ તા.વેળાવળ જી.ગીરસોમનાથ હાલ રહે.જી.એન.એફ.સી ની પાછળ રંગીલા પાર્ક સોસાયટી, અમદાવાદ નાઓને દબોચી લીધા હતા.
કબજે કરેલ મુદ્દામાલ:-
(૧) એસર કંપનીનુ લેપટોપ ચાર્જર સાથે
(૨) એચ.પી કંપની નુ સ્કેનર પ્રિન્ટર
(3) એચ.પી કંપની નુ કલર પ્રિન્ટર
(૪)ભારતીય રિઝર્વ બેન્કની ચલણની ૫૦૦ ના દરની પ્રિન્ટ કરેલ કાગળો લેપટોપની નીચેથી
(૫)એક બટર પેપર જેના ઉપર ૫૦૦ ના દર ની ભારતીય રિઝર્વ બેંક ની ચલણી નોટની ચાર છાપ ઉપાસવેલ કાગળ
(૬) સફેદ કોરા કાગળો એ-૪ સાઈઝના ઝેરોક્ષ પેપર કુલ ૪૦ નંગ
(૭)બટર પેપર કુલ ૨૩૬ નંગ
(૮)સફેદ કોરા કાગળો એ-૪ સાઈઝ ના સામાન્ય જાડા ઝેરોક્ષ પેપર કુલ -૧૧૬ નંગ
(૯)એક લોખંડ ની પટ્ટીમાં લોખંડની કટર નંગ-૧
(૧૦) એક પ્લાસ્ટિકના કવર માં લોખંડની કટર નંગ -૧
(૧૧) એક લોખંડ ની ફુટપટ્ટી નંગ -૧
(૧૨)પેન્સિલ નંગ -૨ આગળના ભાગેથી અણી કાઢેલ
(૧૩)એક લાકડા ની પટ્ટીમાં ફિટ કરેલ ફર્મા ફોર્મ જે લંબચોરસ છે તે એક બાય ડોઢ ફુટનુ
(૧૪)એક લાઈટબીલ
(૧૫)મોબાઈલ ફોન નંગ -૨ કુલ કિ.રૂ.૬૦,૪૫૭/-નો મુદ્દામાલ કબ્જે કરેલ છે
આ ગુનાના ષડયંત્રમાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીઓ:-(૧)હરીશભાઈ ગોવિંદભાઈ વણઝારા રહે.કાંકણપુર તા.ગોધરા જી.પંચમહાલ (૨)મિનેન્દ્ર પગી રહે.લુણાવાડા
ઉપરોક્ત તમામ આરોપીઓ વિરુદ્ધ કાંકણપુર માં ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે

