Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

અંબાજીના મોહનથાળન જગ્યા કોઇ પ્રાઇવેટ કંપનીમાં બનતી ચીકી ન જ લઇ શકે – કોંગી MLA ગેનીબેન ઠાકોર

સંકેત પંડ્યા – એડિટર

ગુજરાત રાજ્યની શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળના પરંપરાગત પ્રસાદના બદલે ચીકીનો પ્રસાદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો વિરોધ ઠેર ઠેર થઇ રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના મામલે ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યના મંદિરોમાં સ્તુતિ કરીને મોહનથાળનો પ્રસાદ વહેંચવામાં આવશે. મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો તેને 9 દિવસ થયા છે. ત્યારે હવે ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે.
હિંદુ યાત્રા ધામ અંબાજીની મોહનથાળની પ્રસાદ બાબતે હવે બનાસકાંઠા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવ્યું છે કે સમાચારપત્રોના માધ્યમથી હિંદુઓના પવિત્ર યાત્રાધામ અંબાજી માતાના મંદિરમાં વહેંચવામાં આવતા મોહનથાળના પ્રસાદ વિશે વાંચી આ રજૂઆત કરી રહી છું.
અંબાજી માતાના મંદિરમાં મળતો મોહનથાળનો પ્રસાદ એ માત્ર એક ગળી-મીઠી વાનગી જ નથી જેને બીજી કોઇ ગળી વાનગીથી બદલી શકાય. આ મોહનથાળનો પ્રસાદ પ્રાચીનકાળથી વહેંચવામાં આવે છે જેની સાથે હવે માતાજીના ભક્તોની શ્રદ્ધા સંકળાઇ ગઇ છે. વળી, આજના 21મી સદીના સમયમાં અને ફાસ્ટ ફુડના જમાનામાં યુવા પેઢી આપણી સંસ્કૃતિની ઓળખ સમી મિઠાઇઓ ભૂલવા આવી છે. ત્યારે આ મોહનથાળ જેવી પરંપરાગત મિઠાઇ પ્રસાદના સ્વરૂપે આબાલ વૃદ્ધ સૌમાં ખૂબ લોકપ્રિય છે. આ પરંપરાગત મિઠાઇ સાથે માતાજીના આર્શીવાદ જ છે જે આટલા મોટા જથ્થામાં બનતી હોવા છતાં ક્યારેય એ ખૂટી નથી કે બગડી પણ નથી.મોહનથાળએ હવે અંબા માની ઓળખ બની ગયો છે ત્યારે એ પ્રસાદની જગ્યા કોઇ પ્રાઇવેટ કંપનીમાં બનતી ચીકી ન જ લઇ શકે.
મારી આ વિનંતી ધ્યાને લઇ મોહનથાળનો પ્રસાદ અંબાજીમાં ચાલુ રાખવા અને માતાજીના ભક્તોની શ્રદ્ધા અકબંધ રાખવા આપના સ્તરેથી યોગ્ય પગલાં લેવા વિનંતી છે.
Share

Related posts

ઝાલોદ ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે નાનસલાઇ પ્રાથમીક શાળાના ઓરડાઓનુ લોકાર્પણ કરવામાં આવ્યું

gujaratjanekta

ઝાલોદ તાલુકાના આંબા મુકામે ટીબી દર્દીઓને પોષણ કીટનુ વિતરણ કરવામાં આવ્યું

gujaratjanekta

વિશ્વ ક્ષય દિવસના ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ થકી ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ઉજવણી કરાઈ

gujaratjanekta

1 comment

Richard Strauss April 21, 2023 at 3:57 pm

best generic tadalafil generic cialis pill cialis mail order

Reply

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial