Gujarat Jan Ekta
તાજા સમાચાર
general news ગુજરાત ન્યૂઝ

ધી ગોધરા સીટી કો.ઓ.બેંક લી દ્વારા 100 માં વર્ષમાં મંગલ પ્રવેશ દિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ

ગોધરા શહેર ની સૌથી જુની અને જાણીતી વિશ્ર્વનીય લોકપ્રિય ધી ગોધરા સીટી કો.ઓ.બેંક લી. તેના 100વર્ષ ના મંગલ પ્રવેશ દિને માનવ સેવા ના માનવીય અભિગમ થી સમગ્ર માનવજાત માટે માનવતા ની સેવાકાર્ય કરવા માટે ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ગોધરા ના સહયોગ થી મેધા રક્તદાન કેમ્પ નું ગૌરવપૂર્ણ આયોજન બેંક ની હેડઓફીસ ખાતે કરવામા આવ્યો.
આ રક્તદાન કેમ્પ માં શહેર ના ધારાસભ્યશ્રી,નગર સેવા સદન ના પ્રમુખશ્રી તેમજ જીલ્લા રજીસ્ટ્રારશ્રી અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા.
આ પ્રસંગે હાલ ના ચેરમેનશ્રી કે.ટી.પરીખ સાહેબ ના જણાવ્યા અનુસાર બેંક ધ્વારા સતત 5મા વર્ષે બેંક ની વર્ષગાંઠ નિમીતે રક્તદાન કેમ્પ નું આયોજન કરે છે.આજ ના કેમ્પ ના 250 તેમજ અગાઉ ના 4 કેમ્પ ના અંદાજીત 500થી પણ વધુ યુનિટ નુ કલેક્શન કરી માનવસેવા ધર્મ ની સામાજીક ફરજ નિભાવી હતી.
આ શુભ મંગલમય પ્રસંગે અગાઉ ના તમામ સહકારી આગેવાનો,ચેરમેનશ્રીઓ તેમજ તમામે તમામ ડિરેક્ટરશ્રીઓ ને યાદ કર્યા હતા અને તે સૌએ પોતાની શ્રેષ્ઠ આગવી સૂઝ થી બેંક ને અત્યારસુધી ખૂબ જ સુંદર રીતે આગળ સફળતાપૂર્વક લાવ્યા તેમનો પણ આ પ્રસંગે યાદ કરી ઋણ સ્વીકાર કર્યો હતો.

ખરેખર ખૂબ જ ગૌરવ સમાન આ ગોધરા શહેર ની યશકલગી માં વધારો કરતી ગૌરવપૂર્ણ સંસ્થા છે જેને આવા કપરા કાળ મા શહેર ના નાના મા નાના વ્યક્તિ ને મદદરૂપ થઈ તેમને પગભર કરવા માટે સહયોગ કર્યો છે.અને અન્ય ધણી બધી સામાજીક સેવાકાર્ય પણ કર્યા છે.
આજરોજ બેંક ના 100વર્ષ પ્રવેશ પ્રસંગે બેંક પરિવાર ધ્વારા કેક કાપી ભવ્ય આતશબાજી કરીને ઉજવામાં આવી હતી.બેંક મા કુલ 273 રકતદાતા ઓ એ પોતાના નામ ની રક્તદાન માટે નોંધવ્યા હતા.
બેંક ના મેનેજરશ્રી એ બેંક ની પ્રગતિ નો અહેવાલ રજુ કર્યો તેમજ આ સમગ્ર કાર્યક્રમ નું સુંદર આયોજન સંચાલન બેંક ના ઓફિસરશ્રી રાજુભાઈ લાલવાણી ધ્વારા તેમજ સમગ્ર સ્ટાફ પરિવાર ધ્વારા કરવામા આવેલ.

Share

Related posts

ઝાલોદ પોલીસે 29,136 ના વિદેશી દારૂ સાથે એક ઈસમની અટકાયત કરી એક ફરાર

gujaratjanekta

દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસ મથકે ASP જગદીશ બાગરવા દ્વારા વાર્ષિક ઇન્સપેક્સન કરવામાં આવ્યું

gujaratjanekta

સુરતના ભાજપના કોર્પોરેટરે કરી એવી ભૂલી કે ઉઠાવી ગઈ પોલીસ! જાણો શું છે સમગ્ર મામલો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial