Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શ્રી મહર્ષિ વિશ્વામિત્ર વૈદિક સંસ્કૃત પાઠશાળા – પાવાગઢ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ તથા સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી મહીસાગર જીલ્લામાં ઉપસ્થિતિ રહેશે !

સંકેત પંડ્યા – એડિટર 

શ્રી મહર્ષિ વિશ્વામિત્ર વૈદિક સંસ્કૃત પાઠશાળા – પાવાગઢ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ તથા સમૂહ યજ્ઞોપવિત ના કાર્યક્રમમાં ગુજરાત ના માન. મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે .

અત્રે ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લા બ્રાહ્મણ સમાજ અને સર્વે સમાજના સાથ સહકારથી આગામી તારીખ ૦૧/૦૪/૨૦૨૩ થી ૦૭/૦૪/૨૦૨૩ દરમ્યાન લુણાવાડા તાલુકાના વરધરી ગામે યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહ (વક્તા શ્રી પૂજ્ય ભાગવત ઋષિ ભાગવત વિદ્યાપીઠ સોલા અમદાવાદ) – સમૂહ યજ્ઞોપવિત – સમૂહ લગ્ન – સમૂહ ગંગાપુજન અને સમૂહ નવચંડી નો સુંદર ધાર્મિક કાર્યક્રમ જિલ્લાના ઇતિહાસમાં સહુ પ્રથમ વાર યોજાવા જઈ રહ્યો છે ત્યારે આ મહાપર્વમાં ઉપસ્થિત રહેવા મહીસાગર જિલ્લા બ્રાહ્મણ સમાજનું એક પ્રતિનિધિ મંડળ ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મળેલ હતું. જેમાં બ્રાહ્મણ સમાજના આગેવાનો સર્વે શ્રી શૈલેશકુમાર ઠાકર – રાષ્ટ્રીય ઉપપ્રમુખ શ્રી અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદ અને ઉપપ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, શ્રી ડો.શરદચંદ્ર પંડ્યા મંત્રી શ્રી અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદ અને મુખ્ય સંઘઠક સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ગુજરાત, શ્રી સિદ્ધાંત પંડ્યા પ્રમુખ શ્રી મહર્ષિ વિશ્વામિત્ર વૈદિક સંસ્કૃત પાઠશાળા પાવાગઢ , પત્રકાર અને અગ્રણીશ્રી બ્રહ્મ સમાજ શ્રી મયંકભાઈ જોશી, શ્રી સિદ્ધાર્થ પંડ્યા વગેરે આગેવાનોએ રૂબરૂ મળી આ મહાપર્વમાં પધારવા આમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રીએ પણ ઉમળકા ભેર આમંત્રણનો સ્વીકાર કરી આ ભગીરથ કાર્યમાં ઉપસ્થિત રહેવાની ખાતરી આપી હતી. જે બ્રાહ્મણ સમાજ માટે ગૌરવની વાત છે.આ આગાઉ પણ માન.મુખ્યમંત્રી શ્રી સમાજના આમંત્રણ ને માન આપી ગોધરા ખાતે પણ ઉપસ્થિત રહ્યા હતા.ઉપરોક્ત મહાપર્વમાં જિલ્લાના સર્વે ભુદેવોને સમૂહ યજ્ઞોપવિત અને સમુહ લગ્નમાં મોટી સંખ્યામાં ભાગ લેવા આહવાન કરવામાં આવે છે.

ભાગ લેનાર કોઈ પણ વિપ્ર પુત્રોના વાલીઓ પાસેથી કોઈ પણ પ્રકારનો ખર્ચ લેવામાં આવનાર નથી જે તદ્દન નિઃશુલ્ક છે.

અત્રે ઉલ્લેખનીય છેકે માન. મુખ્ય મંત્રીશ્રીને આમંત્રણ આપવા જનાર સમાજના પ્રતિનિધિ મંડળ સાથે મહીસાગર જિલ્લાના બાલાસીનોરના ધારાસભ્ય માન. શ્રી માનસિંહભાઈ ચૌહાણ પણ જોડાયા હતા

Share

Related posts

એસ.એસ.જી. હોસ્પિટલમાં નવજાતની જીવનરક્ષક સર્જરી : તબીબોએ નવજાત શિશુને આપ્યું નવજીવન

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં ધારાસભ્ય મહેશ ભૂરીયાને હસ્તે 3.85 કરોડના કામોનુ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું

gujaratjanekta

ચૂંટણી પ્રચાર કે જાહેર સભા માટે લાઉડ સ્પીકર, ડીજે કે અન્ય મ્યુઝિક સીસ્ટમના ઉપયોગ માટે પરવાનગી લેવાની રહેશે

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial