Gujarat Jan Ekta
તાજા સમાચાર
education ગુજરાત ન્યૂઝ

રાબોડ પ્રાથમિક શાળાની 136 માં સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરાઈ

 

કાલોલ તાલુકાના રાબોડ પ્રા.શાળાની 136 માં શાળા સ્થાપનાદિનની ખૂબ જ રંગેચંગે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ સાથે વાર્ષિક દિનની તેમજ ધોરણ 8 ના વિધ્યાર્થીઓનો વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના ઈતિહાસ અને શાળાકીય વાર્ષિક પ્રવૃત્તિઓ વિશે છણાવટ શાળાના આ.શિ વિનયભાઈએ તેમજ આશ્રુતિબેને કરી હતી.

સાંસ્કૃતિક કાર્યક્રમની તમામ જવાબદારી શાળાના આ.શિ. અંકિતાબેને નિભાવી હતી. શાળા કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળાના આ.શિ. શ્રી મનુભાઈ કે જાદવે કર્યું હતું. આ તબક્કે બી.આર .પી (stp)શ્રીમતી નિધિબેન, ગામના સરપંચ શ્રીમતી રશ્મિકાબેન, માજી સરપંચશ્રી ભૌતિકકુમાર, smc અધ્યક્ષ તેમજ તાલુકા પંચાયત સદસ્ય શ્રી નિલેશભાઈ , smc સદસ્ય તમામ, પે.સેન્ટર માલવ વતીથી શ્રી નિલેશભાઈ આ.શિ. માલવ તેમજ શાળામાં અભ્યાસ કરતાં બાળકોના વાલીઓ સૌ હાજર રહ્યા હતા.

છેલ્લે શાળાના આચાર્યા બેન શ્રીમતી હંસાબેન પટેલ દ્વારા હાજર રહેલ સૌનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો.

Share

Related posts

દાહોદ જિલ્લાની ઝાલોદ આઇ.ટી આઇ.ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર ગોધરા વિભાગ ગુજરાત એસ.ટી.નિગમની કાયાપલટ:ડેપો મેનેજર

Admin

ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ ખાતે અજાણી મહિલા છ થી સાત માસના બાળકને ત્યજી ફરાર

gujaratjanekta

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉનઅચાનકથઈ ગયા હતા.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial