Gujarat Jan Ekta
તાજા સમાચાર
general news

ઠંડીમાં આબુ ધ્રૂજી ઉઠ્યું- ગુજરાતીઓના મનપસંદ માઉન્ટ આબુમાં માઈનસમાં તાપમાન

ગુજરાતીઓ માટે નજીકનું મહાલવા જેવું સ્થળ માઉન્ટ આબુમાં અત્યારે માઈનસમાં તાપમાન નોંધાઈ રહ્યું છે. અત્યારે જમીન પર સામાન્ય બરફ જોવા મળી રહ્યો છે. આ ઠંડીનો અહેસાસ કરવા માટે લોકો માઉન્ટની મજા માણી રહ્યા છે.

ગુજરાતીઓનું સૌથી લોકપ્રિય સ્થળ આબુ હિલ સ્ટેશન છે. આગામી શનિ રવીમાં ત્યાં વધુ સંખ્યામાં લોકો આવશે. જો કે બીજી તરફ અહીં ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ પ્રવાસીઓને થઈ રહ્યો છે. માઉન્ટ આબુમાં અત્યાર આ સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે. માઈનસ 6 ડીગ્રી આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે. બરફની ચાદર પણ ક્યાંક ક્યાંક હીલ પર જોવા મળી રહી છે. અહીં આવતા પ્રવાસીઓ ધ્રૂજી ઉઠ્યા છે. જો કે, હજારો પ્રવાસીઓએ ઠંડીની મજા માણવાનું પણ આ સિઝનમાં ચૂકી રહ્યા નથી પરંતુ સંખ્યા પહેલાની સરખામણીમાં ઓછાવત્તે જોવા મળતી હોય છે.

ગુજરાતમાં પણ નલિયા સહીતના વિસ્તારોમાં ઠંડીએ 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે ત્યારે પડોશી  રાજ્ય અને ગુજરાત બોર્ડર પાસેના માઉન્ટ આબુમાં પણ માઈનસમાં તાપમાન જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જાહેર સ્થળોએ કડકડતી ઠંડી અને બરફવર્ષા વચ્ચે ઠંડીનો આનંદ માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે.. માઉન્ટ આબુમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીનો આ અહેસાસ લોકો કરી રહ્યા છે. આ વાતાવરણ વચ્ચે પણ જો કે હજારો યાત્રિકો ઠંડીની મજા માણવા ઉમટી પડ્યા છે.

Share

Related posts

ડાયાબિટીસ દેશમાં ઘર કરી રહ્યો છે, કરો આ રીતે સુગરને કંટ્રોલ કરો

Admin

“માંડવીમાં નાના તળાવનાં બ્યુટીફિકેશન કાર્યનું ઘારાસભ્યના હસ્તે લોકાર્પણ”

gujaratjanekta

કરછના માંડવી તાલુકાના ધોકડા સહિતના ગામોના રસ્તા સુધારણા કામોનું ખાત મુર્હૂત ધારાસભ્ય અનિરુદ્ધ દવેના હસ્તે કરાયું.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial