Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

દાહોદ ASP ની વ્યાજખોરો સામે લાલ આંખ દાહોદ જિલ્લા પોલીસે સંપર્ક કરવા કરી અપીલ

દાહોદ ASP ની વ્યાજખોરો સામે લાલ આંખ દાહોદ જિલ્લા પોલીસે સંપર્ક કરવા કરી અપીલ

ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા વગર લાઇસન્સ એ નાણાં ધિરનાર અને લિમિટ કરતા વધુ વ્યાજ લઈ ત્રાસ આપી લોકો ના અપમૃત્યુ નું કારણ બનનાર લોકો ઉપર કાર્યવાહી કરવાની સૂચના આપી છે ત્યારે પોલીસ પ્રશાસને હવે લાયસન્સ વગર વ્યાજનો ધંધો કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. જોકે, હાલમાં પોલીસ પાસે ગેરકાયદેસર વ્યાજખોરોની માહિતી નથી, આવી સ્થિતિમાં પોલીસ ફરિયાદને આ સમસ્યાનો આધાર બનાવશે. તાજેતરમાં દાહોદના એસપી બલરામ મીણાએ મીડિયા સમક્ષ જાહેર જનતાને ખાતરી આપી છે કે ગેરકાયદેસર પૈસા ધીરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, સાથે જ એસપી બલરામ મીણાએ પણ જનતાને તાકીદ કરી છે કે જો કોઈ તમને આ રીતે ધમકી આપે છે કે હેરાન કરે છે અને ખોટા વ્યાજ માટે ઉઘરાણી કરી છે તો પછી કોઈપણ ડર વિના, તમે નવા વર્ષના પ્રથમ સપ્તાહથી દાહોદ પોલીસને જાણ કરી શકો છો. અને તમારી સાચી રજૂઆત ને ધ્યાને લઈ દાહોદ પોલીસ ફરિયાદ નોંધી આવા ગુનેગારો વિરૂદ્ધ સખત કાર્યવાહી કરશે તેવું દાહોદ ASP જગદીશ બંગરવા એ આજે એક પ્રેસવાર્તામાં જણાવ્યું હતું અને લોકો ને અપીલ પણ કરી હતી કે જે કોઈ લોકો આવા લોકોના ભોગ બન્યા હોત તે લોકો નીડરતાથી દાહોદ પોલીસ નો સંપર્ક કરે
Share

Related posts

લોનધારકો માટે રાહતના સમાચાર, RBI દ્વારા રેપો રેટમાં કોઇ જ વધારો નહીં

gujaratjanekta

ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ભાજપ કોઇ પણ નેતાના સગાને ટીકિટ આપશે નહીં – સી.આર.પાટીલ

gujaratjanekta

ઝાલોદ નગર શ્રી રામના જય જયકાર સાથે ગુંજી ઉઠયા : શ્રી રામના રાજ્યાભિષેકને મંદિરોમાં ઘંટનાદ સાથે જનમેદની એ વધાવી એક બીજાને રામરાજ્યની શુભકામના આપતા જોવા મળ્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial