દાહોદના ઇન્દોર અમદાવાદ હાઇવે કાળીતળાઈ ગામ નજીક ગમખવાર અકસ્માત સર્જાયો અકસ્માતમા ઝાલોદ તાલુકાના સામાજિક ન્યાય સમીતીના ચેરમેનનું ઘટના સ્થળેજ઼ મોત
દાહોદના ઇન્દોર અમદાવાદ હાઇવે કાળી તળાઈ ગામ નજીક ગમખાવર અકસ્માત સર્જાયો જેમા સફેદ કલરની ઇનોવા ફોર વ્હીલ ગાડી જેનો નંબર GJ.05 JR.8000 જે ઇન્દોર તરફથી આવી રહ્યા હતા જેમાં સતી તોરલ હોટની સામે આવેલ ઝાલોદ તરફ જતાં હાઇવે થી ટર્ન લેતા ઝાલોદ તાલુકાના ન્યાય સમિતિના ચેરમેન જેમનુ નામ પ્રકાશભાઈ પંચાસરા જેણે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી ફોર વ્હીલ ગાડી પલ્ટી ખવડાવી હતી ફોર વહીલ ગાડી પલ્ટી ખાતા ગમખવાર અકસ્માત સરજાતા ફોર વ્હીલ ગાડીના ચાલક પ્રકાસ ભાઈ પંચાસરાનું ઘટના સ્થળેજ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું અકસ્માતની જાણ દાહોદ ASP જગદીશ બાંગરવા તેમજ દાહોદ રૂલર પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પોહચી અકસ્માત સ્થળે થયેલ ટ્રાફિકને હલ કરી મૃતદેહને પી.એમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન જાણવા મળેલ કે આ ફોર વ્હીલ ગાડીના ચાલક પ્રકાસ પંચાસરા હોય કે કોઈ અન્ય વાહન ચાલકે એક બાઈક ચાલકને ટક્કર મારી જેમાં બાઈક પર સવાર બે લોકો બાઈક લઈ જમીન પર પડકાતા શરીરે હાથ પગે નાની મોટી ઈજાઓ થવા પામી હતી અકસ્માત કરી ફોર વ્હીલ ગાડીના ચાલક અકસ્માત કરી ફરાર થયો હતો અકસ્માત થતા આસ પાસના લોકો દોડી આવી બે ઈજાગ્રસ્ત યુવકોને 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલમા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ત્યારે ઈજાગ્રસ્ત યુવકથી વાત કરતાં જાણવા મળ્યું હતું કે અમે હોટલ ઉભા હતા ત્યારે કોઈ ફોર વ્હીલ ગાડીના ચાલકે હમને પાછળથી ટક્કર મારી ફોર વ્હીલ ગાડીનો ચાલક ફરાર થયો હતો હાલ તો અકસ્માત કરી ફરાર થનાર વાહન આજ છે કે કોઈ અન્ય વાહન હાલ એ તપાસનો વિષય છે હાલતો પોલીસે અકસ્માતમા મૃત્યુ પામનાર ફોર વ્હીલ ગાડીના ચાલક પ્રકાશના મૃતદેહને પી.એમ અર્થે મોકલી કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી દાહોદ રૂલર પોલીસ દ્વારા કરવામા આવી રહી છે

