Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News જાણવા જેવુ

ટાટાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર : ફીચર્સ અને કિંમત જોઈને કહેશો કે આ જ લેવાય હવે !!

પ્રાપ્ત માહિતી પ્રમાણે Tiago EVની સાથે આપણે પોતાના EV સેગમેન્ટના વિસ્તારની જાહેરાત કરી રહ્યાં છે. ભારતીય ઓટો માર્કેટમાં ઈલેક્ટ્રીક કારની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે. જેને જોઇને વાહન નિર્માતા કંપનીઓ સતત પોતાની ઈલેક્ટ્રીક કારના પોર્ટફોલિયોને મજબૂત કરી રહી છે. આ ક્રમમાં ડોમેસ્ટિક વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સે ટાટા ટિયાગોના ઈલેક્ટ્રીક મૉડલની જાહેરાત કરી દીધી છે. કંપની ટૂંક સમયમાં ટાટા ટિયાગોનુ ઈલેક્ટ્રીક વેહીકલ લોન્ચ કરશે. ટાટા મોટર્સના ઈલેક્ટ્રીક વાહનના પોર્ટફોલિયામાં પહેલેથી જ બે કાર નેક્સન અને ટિગોર છે. નેકસન ઈલેક્ટ્રીક ભારતીય માર્કેટમાં ખૂબ વેચાઈ રહી છે.

આ ગાડીની શું કિંમત છે ?

અહેવાલ મુજબ ટાટા ટિયાગો ઈલેક્ટ્રીક હેચબેકની અંદાજીત કિંમત 12.5 લાખ રૂપિયાથી ઓછી હોઇ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સૌથી સસ્તી હેચબેક ઈલેક્ટ્રીક કાર હશે. જો તેની રેન્જની વાત કરીએ તો એક વખત ચાર્જ કરતા લગભગ 250 કિલોમીટરનુ અંતર નક્કી કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ટાટા મોટર્સ ટાટા અલ્ટ્રોઝનુ ઈલેક્ટ્રીક વેહીકલ મોડલ પણ લોન્ચ કરી શકે છે. નેકસન ઈવીની સફળતા બાદ કંપનીએ ઈવી સેગમેન્ટમાં પણ પોતાની અન્ય કારને લોન્ચ કરવાની યોજના બનાવી છે. 

ટાટા મોટર્સનો છે મોટો પ્લાન

છેલ્લાં પાંચ વર્ષોમાં ટાટા મોટર્સે 10 ઈલેક્ટ્રીક વાહન મૉડલ રજૂ કરવાનો ટાર્ગેટ બનાવ્યો છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સના મેનેજમેન્ટ નિર્દેશક શૈલેષ ચંદ્રએ કહ્યું, આ આપણા બધા માટે એક મહત્વનો અવસર છે. Tiago EVની સાથે આપણે પોતાના ઈવી સેગમેન્ટની વિસ્તારપૂર્વક જાહેરાત કરી રહ્યાં છે. છેલ્લાં થોડા અઠવાડિયામાં કંપની Tiago EVની કિંમત અને અન્ય મહત્વપૂર્ણ જાણકારી બધાની સામે મુકશે. તેમણે જણાવ્યું કે વર્તમાન સમયમાં 40,000થી વધુ Nexon EV અને Tigor EV કાર દેશના રસ્તા પર દોડી રહી તેમ કહેવાય છે!!

Share

Related posts

દિગ્વિજય સિંહ સોનિયા ગાંધીના પ્લાન બીનો ભાગ છે, અશોક ગેહલોત કેવી રીતે બન્યા દબાણની રણનીતિ

gujaratjanekta

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોધરા ખાતે નવા તાલીમાર્થીઓનુ સ્વાગત કરી પ્રોત્સાહનરૂપી કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ચોરી ઉપર સે સીનાજોરી : નમનાર ગામે હુમલાના બનાવમાં POLICE ની સાઠંગાંઠમાં ફરિયાદ !!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial