Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News general news ટોપ ન્યૂઝ

કરાટે સ્પર્ધામાં પાટણના બાળકોએ રાજ્ય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાંચ મેડલ મેળવ્યા

કરાટે સ્પર્ધામાં પાટણના બાળકોએ રાજ્ય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાંચ મેડલ મેળવ્યા વાડકાઇ કરાટે ડો ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રાજ્ય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કરાટે ની ટુર્નામેન્ટનું આયોજન થયું હતું ગાધીનગર ખાતે યોજાયેલ સ્ટેટ ચેમ્પિયનશિપ 2022 માં ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પાટણ જિલ્લાને મળ્યો હતો જ્યારે તાજેતરમાં નેપાળ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં પાટણના જ ખેલાડીએ બ્રોન્ઝ મેડલ મેળવીને પાટણનું નામ રોશન કર્યું હતું . અડાલજ ખાતે આવેલ જગન્નાથ કલ્ચરલ એકેડેમી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે ગઈકાલે રાજ્ય કક્ષાની સ્ટેટ ચેમ્પિયનશિપ કુમિતે કરાટે ફાઈટ સ્પર્ધાનું આયોજન થયું હતું . આ સ્પર્ધામાં ગુજરાતમાંથી , ગાંધીનગર , અમદાવાદ , આણંદ , સુરેન્દ્રનગર , ભાવનગર , જૂનાગઢ , મહેસાણા , સાબરકાંઠા અને પાટણ જિલ્લામાંથી અંદાજે 627 જેટલા ખેલાડીઓએ સ્પર્ધામાં અલગ અલગ વજન અને વય જૂથ કેટેગરીમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું . પાટણ જિલ્લા ની વાત કરીએ તો આ સ્પર્ધામાં છ જેટલા ખેલાડીઓએ વિવિધ વય જૂથ વજન કેટેગરીમાં ફાઈટ કરી હતી અને છ જેટલા ખેલાડીઓ માંથી ત્રણ ખેલાડીઓએ રાજ્યમાં બીજા નંબરે સિલ્વર મેડલ મળ્યા હતા જ્યારે એક ખેલાડીએ ત્રીજા નંબરે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું હતું . સિલ્વર મેડલ મેળવતા ખેલાડીઓમાં પટેલ વેદ એ ( B – 47 ) , પ્રજાપતિ યશ અમિતકુમાર ( B – 27 ) , પાર્થો અલ્કેશ પંડ્યા ( B – 74 ) સિલ્વર મેડલ , અને સોની પ્રાંસવ એન ( B – 9 ) ( અંબિકા જ્વેલર્સ ) ને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો . આ ઉપરાંત પટેલ વંશી એસ અને પટેલ પ્રહર્ષ ક્રિયેશભાઈને આ આશ્વાશન ઇનામ તેમજ દરેક વિદ્યાર્થીને સંસ્થાના સર્ટિ આપી સન્માનિત કરાયા હતા આ ઉપરાંત તાજેતરમાં નેપાળ ખાતે ઇન્ટરનેશનલ સ્પર્ધા નું આયોજન આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું

Share

Related posts

ફતેપુરા મામલતદાર નો સપાટો ફતેપુરા તાલુકાના બલૈયા ગામે થી પસાર થતી ગેરકાયદેસર સફેદ રેતી ભરી બિનઅધિકૃત ટ્રક જપ્ત કરી

gujaratjanekta

ઝાલોદ નગરના શ્યામ હવેલી ખાતે વસંત પંચમી નિમિત્તે વિશેષ પૂજા અર્ચના કરાઈ : બાબા શ્યામની અંગરખીનું પ્રસાદ વિતરણ પણ કરાયું

gujaratjanekta

ગુજરાતમાં ખાખી સુરક્ષિત નથી ? પોલીસ પર તલવારથી હુમલો : જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial