Gujarat Jan Ekta
તાજા સમાચાર
national news ટોપ ન્યૂઝ

કોરોના ને લઈ તંત્ર થયું એલર્ટ : જાણો સુરત સિવિલ ની તૈયારી કેવી છે

કોરોનાનો કહેર જે પ્રકારે ચીનમાં વર્તાઈ રહ્યો છે તેને લઈ કેન્દ્રસરકાર અને રાજ્ય સરકારે સતર્કતાના ભાગ રૂપે અગાઉથી તૈયારી શરૂ કરી દીધી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલના પહેલા માળે 200 બેડ અને નીચે 40 બેડ 40 વેન્ટિલેટર સહિત મેડિકલ સ્ટાફ ડોક્ટરો, પેરા મીલીટરીનો સ્ટાફ, એક્સ-રે લેબોરેટરી, ટેક્નિશિયન,વર્ડબાય કર્મચારીઓ સહિત 50 જેટલા સ્ટાફને તેનાત કરી દેવામાં આવ્યું છે. સુરતમાં 400 વેન્ટિલેટરની ધૂળ ખંખેરાઈ ચકાસણી કરવામાં આવી રહી છે.કારણકે હવેથી તકેદારીના ભાગરૂપે કોરોનાના બ્લાસ્ટને પગલે સુરત તંત્ર પણ એલર્ટ મૂડમાં જોવા મળી રહ્યું છે.ચીનમાં કોરોનાનો બ્લાસ્ટ થતા સુરતમાં તંત્ર એલર્ટ થઈ ગયું છે સરકાર તરફથી અને એક આગોતરા તૈયારીના ભાગ રૂપે સુરત નવી સિવિલ કોવિડ હોસ્પિટલમાં તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.40 બેડ, 40 વેન્ટિલેટરની સાથે કેસ પેપરથી માંડીને કેસ બારી,ઓ.પી.ડી, x-ray, લેબોરેટરી, RTPCR માટેનું કલેક્શન સેન્ટર, આઇ.સી.યુ ની તૈયારી કરી દેવામાં આવી છે.મેડિકલ સ્ટાફ ડોકટરો, પેરા મેડિકલ સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેકનીશીયન,એક્સપ્રેસ ટેકનીશીયન,વોર્ડબોય અને કર્મચારીઓ મળી 50 જેટલો સ્ટાફ તેનાત કરી દેવામાં આવ્યો છે.હાલ તો 40 બેડ અને 40 વેન્ટિલેટરની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે ઉપર 200 જેટલા બેડ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. જેવી જેવી જરૂરિયાત લાગશે તેવી તેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે.આજુ સુધી કોરોનાનો કોઈ પોઝિટિવ કેસ જોવા નથી મળ્યો.લોકોએ કોરોનાથી ગભરાવાની જરૂર નથી પણ સર્તકતાના ભાગ રૂપે કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવું ખૂબ જરૂરી છે મોઢા પર માસ્ક પહેરવું અને ભીડભાડ વાળી જગ્યા પર ન જવું વારંવાર હાથ ધોવા જોઈએ કોરોનાની લહેર બાદ આ વેન્ટિલેટર બંધ હાલતમાં હતા હાલ જે રીતના ચીનમાં કોરોના નો હાહાકાર જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સાફ-સફાઈ કરવાની સાથે કોવિડ હોસ્પિટલમાં રહેલ વેન્ટિલેટરોની એન્જિનિયર બાયો મેડિકલ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે મોટાભાગના વેન્ટિલેટરો ચાલુ છે.આ વેન્ટિલેટરોનો સમયાંતરે સ્થિતિ અનુસાર ઉપયોગ લેવામાં આવશે.મહત્વની વાત એ છે .નવી સિવિલ કોવિડ હોસ્પિટલમાં પહેલા માળે 200 બેડ અને નીચે 40 બેડ 40 વેન્ટિલેટરની તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત 17 ટન ઓક્સિજન પણ અહીં ઉપલબ્ધ કરી દેવામાં આવ્યું છે.જે રીતે ગુજરાતમાં બીજી લહેર ત્રીજી લહેરમા સ્મશાનમાં લાશોના ઢગલા જોવા મળ્યા હતા તેના ભાગરૂપે નવી લહેરના એંધાણ હોવાથી અત્યારથી તંત્ર એલર્ટ થઈ ગયું છે.

Share

Related posts

ઝાલોદ પોલીસને મળી મોટી સફળતા : વિદેશી દારૂનો 1,52,71,776 નો વિદેશી દારૂ ઝડપાયોએક વ્યક્તિની અટકાયતી અન્ય ચાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો

gujaratjanekta

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે શ્રી અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ પરિષદની રાષ્ટ્રીય બેઠક – વાર્ષિક સાધારણ સભા યોજાઈ

gujaratjanekta

દાહોદ શહેરની ભગવાન જગન્નાથની ૧૮મી રથયાત્રા.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial