Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

રશિયા બન્યું વધુ આક્રમક, યૂક્રેન પર કર્યા મિસાઈલથી હુમલા, બેલારુસ જશે પુતિન

રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને નવ મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આટલા સમય બાદ પણ પુતિનની સેના તેના હુમલાઓ ઓછા કરી રહી નથી. તાજેતરના અહેવાલો અનુસાર, રશિયન સેનાએ ફરી એકવાર યૂક્રેનના ત્રણ મોટા શહેરો પર તાબડતોબ મિસાઈલ હુમલા કરી દીધા છે. રાજધાની કિવના મેયરે શહેરના મધ્ય જિલ્લાઓમાં વિસ્ફોટોની જાણ કરી હતી. કિવના મેયર વિતાલી ક્લિટ્સ્કોએ જણાવ્યું હતું કે ડેસ્ન્યાન જિલ્લામાં વિસ્ફોટોનો અવાજ સંભળાયો અને રહેવાસીઓને શેલ્ટરમાં જતા રહેવાની ચેતવણી આપી. દરમિયાન, પૂર્વીય ખાર્કિવ ક્ષેત્રના ગવર્નરે જણાવ્યું હતું કે રશિયન હુમલા બાદ મુખ્ય શહેરમાં વીજળી નથી.

રશિયાએ બુધવારે માહિતી આપી છે કે તે યૂક્રેનમાં હાજર અધિકારી પેટ્રિઅટ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરવાનો પ્રયાસ કરશે. રશિયન સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ક્રિસમસ દરમિયાન પણ હુમલાઓ અટકશે નહીં. ત્યારે આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો અનુસાર, અમેરિકા આ ​​સપ્તાહના અંત સુધીમાં યૂક્રેનને પેટ્રિઅટ મિસાઇલ સિસ્ટમ આપશે. તે મોકલવાની યોજનાને આખરી ઓપ આપી રહ્યા છે.

દરમિયાન માહિતી સામે આવી છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સોમવારે બેલારુસ જશે અને તેના સમકક્ષ અને સહયોગી એલેક્ઝાંડર લુકાશેન્કો સાથે વાતચીત કરશે. બેલારુસ પ્રેસિડેન્સીએ શુક્રવારે જણાવ્યું હતું કે મીટિંગ મિન્સ્કમાં ઈંડિપેંડેન્સ પેલેસ, લુકાશેન્કોની ઓફિસમાં થશે. આ મુલાકાત યૂક્રેનમાં રશિયાના આક્રમણના 10 મહિના પછી આવી છે, જે બેલારુસિયન પ્રદેશ સહિત અનેક દિશાઓથી શરૂ કરવામાં આવ્યું હતું.

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી – જાણો વધુ

gujaratjanekta

દેવગઢ બારીયા તાલુકાના રેઢાણા તળાવ આંગણવાડી કેન્દ્ર ખાતે સી. ડી. પી. ઓ.શ્રી દ્વારા અગ્નિશામક યંત્રના ઉપયોગ અંગેની માહિતી અપાઈ

gujaratjanekta

બારામુલ્લામાં અમિત શાહે સંબોધી જાહેરસભા, બોલ્યા – ‘આ પહેલા ટેરરિસ્ટ હોટસ્પોટ હતું, આજે ટૂરિસ્ટ હોટસ્પોટ…’

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial