Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

પંચમહાલ જિલ્લામાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી – જાણો વધુ

સરકાર રાજ્યના નાગરિકોને વિકાસના ફળો સીધેસીધા પહોંચાડવા અને સરકારી યોજનાઓથી જન-જાગૃતિ લાવવાના ભગીરથ ઉદ્દેશ્ય સાથે તા. ૦૭ ઓક્ટોબરથી તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી ‘વિકાસ સપ્તાહ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. પંચમહાલ જિલ્લામાં પણ આ મહત્વાકાંક્ષી કાર્યક્રમ અંતર્ગત વિકાસ રથનું આયોજન કરવામાં આવ્યું છે. છેવાડાના માનવી પણ વિકાસના પ્રવાહમાં સક્રિયપણે જોડાઈ શકે તે માટે આ વિકાસ રથ જિલ્લાના વિવિધ ગામોમાં ભ્રમણ કરીને સ્થાનિક લોકોને શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને માળખાકીય સુવિધાઓ સંબંધિત વિકાસ કાર્યોની માહિતી આપી લાભોનું વિતરણ કરશે. 

         આ વિકાસ સપ્તાહ અન્વયે બીજા દિવસે જિલ્લાના કુલ ૧૨ ગામોને આવરી લેવામાં આવશે. ઘોઘંબા તાલુકાના વિવિધ ગામમાં વિકાસ રથ પહોંચીને ગુજરાતના વિકાસ અને લોકોપયોગી યોજનાઓની માહિતી અને લાભો જન-જન સુધી પહોંચાડશે.

         બીજા દિવસે તા. ૮ મી ઓક્ટોબરના રોજ વિકાસ રથના ભ્રમણના સવારના ૯-૦૦ થી ૧૧-૦૦ ના સમયગાળા દરમિયાન ઘોઘંબા તાલુકાના ગોલ્લાવ, તલાવમુવાડા, મડામહુડી અને સરસાવ સહિતના ૪ ગામો, બપોરના ૦૨-૦૦ થી ૦૪-૦૦ ના સમયગાળામાં ગુંદી, ખડપા, ગજાપુરા (કાંટુ) અને માલુ સહિતના ૪ ગામોમાં વિકાસ રથના માધ્યમથી લોકોને માહિતગાર કરાશે. આ ઉપરાંત રાત્રીના ૮-૦૦ થી ૧૦-૦૦ વાગ્યા દરમિયાન સીમલીયા, દેવલીકુવા, બારિયાફળી અને ગુણેશીયા સહિત ૪ ગામોને પણ આ સમયગાળા દરમિયાન આવરી લેવામાં આવ્યા છે.

        પંચમહાલ જિલ્લાવાસીઓ આ ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લે. પોતાના ગામમાં નિર્ધારિત સમય અને સ્થળ ઉપર આવતા વિકાસ રથના કાર્યક્રમમાં સહભાગી બની સરકારી યોજનાઓ અને લાભો વિશે માહિતી મેળવી, વ્યક્તિગત તેમજ સામુદાયિક વિકાસની આ યાત્રામાં સક્રિય યોગદાન આપવા નાગરિકોને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Share

Related posts

દિવાળી પર ફરી આવી શકે છે કોરોના? સરકાર હાઈ એલર્ટ પર, અનેક સૂચનાઓ જારી

gujaratjanekta

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધાવડીયા ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” પખવાડિયાની અંતર્ગત યોજાયો આરોગ્ય કેમ્પ

gujaratjanekta

દાહોદ જિલ્લા આચાર્ય સંઘ દ્વારા ઈ કેવાયસી ની કામગીરી અને તેની શિક્ષણ ઉપર પડતી અસર બાબતે  કલેકટર ,  જિલ્લા શિક્ષણાધિકારી અધિકારીશ, મદદનીશ કમિશનરશ આદિજાતિ વિકાસ દાહોદ મા લેખીત રજૂઆત કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial