Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ડીસાના યુવા ધારાસભ્યની નોટ બુકથી શુભેચ્છા ઓની અપીલને ચોમેર આવકાર

સંકેત પંડ્યા – એડિટર

બનાસકાંઠા 

ડીસાના યુવા ધારાસભ્યની નોટબુકથી શુભેચ્છાઓની અપીલને ચોમેર આવકાર
ધારાસભ્યના આગવા અભિગમને શુભેચ્છકોએ વધાવી લીધો
MLA of Deesa : વિધાનસભાની ચૂંટણી પછી ચૂંટાયેલા ધરાસભ્યોનું લોકો સન્માન માટે ફૂલ છડી કે હાર લઈને જતા હોય છે પણ બનાસકાંઠાના ડીસાના વિજેતા ઉમેદવારે ફૂલ છડી નહિ પણ નોટબુક અને પેન પેન્સિલ લાવવાનો મેસેજ વાયરલ કરતા શુભેચ્છકો નોટબુક અને પેન પેન્સિલ લઈને આવી તેમના આ સેવાકીય અભિગમને સૌએ વધાવી લીધો છે.
હમણાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને વિજેતા ઉમેદવારને શુભેચ્છાઓ આપવા સમર્થકોની ભીડ જોવા મળી રહી છે સમર્થકો અને શુભેચ્છાકો મોંઘા ફૂલ છડી અને હાર, બુકે લઈને સન્માન માટે આવતા હોય છે ત્યારે ડીસાના વિજેતા ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીએ વિચાર્યું કે ફૂલ હાર કે ફૂલ છડી કોઈ ઉપયોગમાં આવતી નથી.
 એના કરતા નોટબુક કે પેન પેન્સિલ લઈને આવે તો ગરીબ વિધાર્થીઓના અભ્યાસ માટે ઉપયોગી બની શકે અને એ વિચાર લઈને તેમણે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરેલ કે શુભેચ્છાઓ માટે નોટબુક કે પેન પેન્સિલ લઈને આવવુ. આ મેસેજ વાયરલ થતાં તેમની આ સેવાકીય અને સરાહનીય અભિગમને વધાવી શુભેચ્છકો નોટબુક અને પેન પેન્સિલથી સ્વાગત માટે આવવા લાગ્યા.જેથી એક રૂમ ભરાઈ ગયો છે. આ અભિગમ બાબતે યુવા ધારાસભ્ય પ્રવીણ માળીને પૂછતાં જણાવેલ કે નોટબુક લાવવા મેસેજ કરતા શુભેચ્છકો નોટબુક લઈને આવી રહ્યા છે અને આ નોટબુકો ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ભણવા ઉપયોગી બનશે અને આવનાર સમયમાં આવું બાળક ભણીને પરિવારને તારી શકે એ પ્રમાણેનો અભિગમ હતો. જે સફળ થયો છે.
     એક શુભેચ્છકે જણાવ્યું હતું કે અમને મેસેજ મળતા હું ચોપડા લઈને આવ્યો છું અને આ ચોપડા ગરીબ બાળકો માટે ભણવા કામ લાગશે. ધારાસભ્યના આ શિક્ષણ લક્ષી અભિગમને વધાવીએ છીએ.
   જ્યારે અન્ય શુભેચ્છક ભરતભાઈ માળીએ જણાવ્યું હતું કે ડીસાના ધારાસભ્યે આમ તો વર્ષોથી ગરીબ લોકોને મદદમાં આવતા જ કામો કર્યા છે જેમાં વધુ એક ગરીબ બાળકોના અભ્યાસ માટે મદદરૂપ ચોપડા એકઠા કરી અભ્યાસમાં મદદરૂપ બનવાની ભાવનાની ચોમેર પ્રસંસા થઈ રહી છે.
Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદથી થયેલ નુકસાનના જાત નિરીક્ષણ માટે મંત્રીશ્રી રાઘવજી પટેલ જિલ્લાની મુલાકાતે- જાણો વધુ

gujaratjanekta

ભાવનગર માં વડાપ્રધાન મોદી ને અભેદ્ય સુરક્ષા કવચ પુરૂ પડાશે

Admin

ગોધરા નગરના 5 વર્ષના મુહમ્મદ પંજાબી એ જીવનનો પહેલો રોઝો રાખી અલ્લાહની ઇબાદત કરી!!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial