Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ ટોપ ન્યૂઝ

અંબાલાલ પટેલે આપી આ તારીખે પવન સાથે ચક્રવાત ત્રાટકવાની મોટી આગાહી, બંગાળી ખાડીનું લો પ્રેશર હોનારત સર્જશે ! જાણો વધુ

મળતી માહિતી પ્રમાણે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજા વિરામ લીધો છે, એ પહેલાંનું આખું અઠવાડિયું સતત વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધીના ચોમાસાની સિઝનમાં 97 ટકા વરસાદ નોંધાઈ ગયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં 97%, મધ્ય તેમજ પૂર્વ ગુજરાતમાં 80%, સૌરાષ્ટ્રમાં 88% તેમજ દક્ષિણ ગુજરાતમાં 160% અને કચ્છમાં 151 ટકા વરસાદ નોંધાયો છે.હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વધુ એક મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી સમયમાં ગુજરાત ઉપર મોટી આફત ત્રાટકવા જઈ રહી છે. જેના કારણે ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો ભારે રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે.

વરસાદનો આ રાઉન્ડ 23 ઓગસ્ટ થી લઈ 25 ઓગસ્ટ સુધીમાં શરૂ થશે. આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાની અંદર અંદર બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવા જઈ રહ્યું છે. જેની અસર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં થશે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં ખૂબ વધારે પ્રમાણમાં આ લો પ્રેશરની અસર દેખાશે..

જેના કારણે 27 તારીખથી લઈ 30 તારીખ સુધી અતિ ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું કે, સર્જાયેલા હળવા ચક્રવાતના કારણે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો નોંધાશે. સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં ગાંડોતુર વરસાદ વરસશે.

જ્યારે બીજા સપ્તાહમાં પણ છૂટો છવાયો વરસાદ વરસવાની આશંકાઓ રહેલી છે. હવાના હળવા દબાણનું ગુજરાતના વાતાવરણ ઉપર ખૂબ જ સક્રિય અસર થશે તેવું જણાવ્યું છે. જેમાં દાહોદ, વલસાડ, છોટાઉદેપુર, પંચમહાલ, સાબરકાંઠા, નવસારી, બનાસકાંઠા, પાટણ કચ્છ અને અરવલ્લી જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી આપી છે.

જ્યારે અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે તેવી આશંકાઓ વ્યક્ત કરી છે. આ ઉપરાંત 23 ઓગસ્ટ થી ફરી એક વખત વરસાદના નવા રાઉન્ડનું જોર સર્જાવાનું શરૂ થઈ જશે. જેના પગલે છૂટા છવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા વરસવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ વરસ્યો છે. દરેક જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ નોંધાતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પરંતુ અમુક તાલુકાઓ કે જેમાં સાવ નહીંવત વરસાદ વરસ્યો છે, તે જિલ્લાના તેમજ તાલુકાના ખેડૂતો ખૂબ જ નારાજ છે. પરંતુ વરસાદના આવનારા રાઉન્ડમાં આ તમામ ભાગોમાં ખૂબ જ સારો વરસાદ વરસે તેવી આશંકા વ્યક્ત કરી દેતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. ખેતીમાં સિંચાઈની કોઈ પણ મુશ્કેલીઓ સર્જાશે નહીં તેવા અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે. નર્મદાનો સરદાર સરોવાર ડેમ અને દક્ષીણ ગુજરાતનો ઉકાઈ ડેમની સાથે સાથે શેત્રુજી, ધારી અને મચ્છુ સહીતના ડેમોમાં પાણીની ખુબ જ મોટી આવક થઈ છે.

Share

Related posts

હોળી-ધુળેટીના પગલે કામદારોની ઘટ: અંકલેશ્વર-પાનોલી ઔદ્યોગિક એકમોના ઉત્તર ભારતીય કામદારોએ વતનની વાટ પકડી, ઉત્પાદન પર અસર થવાની શક્યતા

Admin

ઝાલોદ નગરના કોલીવાડા મઠ ફળિયા વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટર થી સ્થાનિકો પરેશાન : અસહ્ય ગંદકીથી રોગચાળાનો ભય

gujaratjanekta

દાહોદ સખી વન સ્ટોપ સેન્ટર દ્રારા ઝાલોદ તાલુકાના આંબા ફળીયાની માનસિક અસ્વસ્થ મહિલાને ઘર સુધી પહોંચાડી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial